સિકકાના રાજીનામાથી ઈન્ફોસીસના ‚રૂ.૩૦ હજાર કરોડ ડુબ્યા

પ્રમોટરો સાથેના સતત ટકરાવ બાદ આખરે વિશાલ સિકકાએ ઈન્ફોસીસના મેનેજીંગ ડિરેકટર અને ચીફ એકિઝકયુટીવ ઓફિસર પદનો ત્યાગ કરતા ઈન્ફોસીસનો ઘર ફુટયે ઘર જાય જેવો ઘાટ થયો છે. સિકકાના રાજીનામાના કારણે ઈન્ફોસીસના રોકાણકારોના રૂ.૩૦ હજાર કરોડ એક જ દિવસમાં ધોવાયા હોવાનું જાણવા મળે છે.

હાલ કંપનીએ સિકકાના સ્થાને યુબી પ્રવિણને જવાબદારી સોંપી છે. સિકકાએ સ્પષ્ટ કહ્યું છે કે, ત્રણ વર્ષની અનેક સિદ્ધિઓ છતા પણ તેમના કામકાજમાં વિક્ષેપ પાડવામાં આવી રહ્યો હતો. બાદમાં તેમણે ઈન્વેસ્ટ કોન્ફરન્સમાં ઈન્ફોસીસના પૂર્વ ચેરમેન એન.આર.નારાયણ મૂર્તિની ટિકા કરી હતી. મૂર્તિએ તેમના પર કરેલા શાબ્દિક હુમલાઓ આ મામલે જવાબદાર લેખાવ્યા હતા.

તેમણે કહ્યું હતું કે, મને સ્પષ્ટપણે સમજાય ગયું હતું કે, ત્રણ વર્ષની અમારી સફળતાપૂર્વકની કામગીરી અને ઈનોવેશનને દમદાર બીજ રોપ્યા હોવા છતા સતત ઉગ્ર, આધારહિન અને દ્વેષપૂર્ણ આક્ષેપો તથા વધી રહેલા વ્યકિતગત હુમલાને કારણે હું ગુણવતાયુકત કામ કરી શકુ તેમ નથી. ૨૦૧૪માં પડકારજનક સ્થિતિમાં કંપનીની કમાન સંભાળી હતી. છેલ્લા ત્રણ વર્ષમાં અમે સંપૂર્ણ પરિસ્થિતિ બદલી નાખી હતી.

સિકકાએ કંપનીનું નવુ મેનેજમેન્ટ તૈયાર ન થાય ત્યાં સુધી બોર્ડમાં એક્ઝિકયુટીવ વાઈસ ચેરમેન તરીકે કામગીરી ચાલુ રાખવાની તૈયારી દર્શાવી હતી. તેમના રાજીનામા અને રાજીનામા પાછળના કારણોથી શેરબજાર ઉપર અસર થઈ છે. કંપનીના શેર ગઈકાલના ઈન્ટ્રાડેની દ્રષ્ટીએ ૧૩ ટકા ઘટી ત્રણ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યા હતા.

રોકાણકારોના રૂ.૨૨,૫૦૦ કરોડ તેમજ નારાયણ મૂર્તિ અને તેમના પરિવારના રૂ.૮૫૦ કરોડ એક જ દિવસમાં ધોવાઈ ગયા હતા. ઈન્ફોસીસના શેરમાં થયેલું ગળતર સોમવારે પણ ચાલુ રહે તેવી શકયતા છે.

બીજી તરફ મૂર્તિએ તેમના કેટલાક સલાહકારોને ઇ-મેલ મોકલીને દાવો કર્યો હતો કે ઇન્ફોસિસના ઓછામાં ઓછા ત્રણ સ્વતંત્ર ડિરેકટરોએ તેમને કહ્યું છે કે વિશાલ સિકકા ચીફ એકિઝકયુટીવ ઓફીસર (સીઇઓ) કરતાં ચીફ ટેકનોલોજી મટિરિયલ વધુ લાગે છે. મૂર્તિનો આ ઇ-મેલ કેટલાક મીડીયા હાઉસીસના હાથમાં આવી ગયો હતો.

ઇન્ફોસિસે જણાવ્યું હતું કે કે મૂર્તિની ચિઠ્ઠીમાં હકિકત દોષ અને કેટલીક ફગાવી દેવાયેલી અફવાઓ છે અને બોર્ડના સભ્યો સાથેની તેમની વાતચીતનો અર્થ સંદર્ભથી હટીને કાઢવામાં આવ્યો છે.

રાજીનામું આપ્યા બાદ રોકાણકારોની પરિષદમાં સિકકાએ કહ્યું હતું કે સતત મારા પર આક્ષેપોનો મારો ચલાવવામાં આવ્યો હતો. રોજ સવારે ઉઠીએ ત્યારે કોઇ નવી જ કહાણી સામે આવી હોય, તે વધુને વધુ દુર્ભાગ્યપૂર્ણ અને અને વ્યકિતગત થઇ રહ્યા હતા. ખુબ જ સમજી વિચારીને મે એમ.ડી. તેમજ સીઇઓ પદ છોડવાનો નિર્ણય કર્યો છે. પ્રવીણને વચગાળાના એમડી તેમજ સીઇઓ પદે નિયુકત કરવા સાથે ઉૈત્તરાધિકારીની પ્રક્રિયા શરુ થઇ ગઇ છે. અને સહજતાપૂર્વક આ બદલાવ પાર પડે તે માટે આગામી કેટલાક મહીનાઓ સુધી હું બોર્ડ તેમજ મેનેજમેન્ટના સભ્યો સાથે મળીને કામ કરતો રહીશ. આ ઉપરાંત જયા સુધી નવું મેનેજમેન્ટ તૈયાર ન થઇ જાય ત્યાં સુધી કંપનીનું કાર્ય નિરંતર ચાલતું રહે તે માટે મે બોર્ડમાં એકિઝકયુટીવ વાઇસ ચેરમેન તરીકે કામગીરી ચાલુ રાખવા સંમતિ દર્શાવી છે.

૨૦૧૪માં અમે પકારજનક સ્થિતિમાં કંપનીની કમાન સંભાળી હતી. છેલ્લા ત્રણ વર્ષમાં અમે સંપૂર્ણ પરિસ્થિતિ બદલી નાખી હતી. જુન-૨૦૧૪ની આસપાસનો સમયગાળો તો અત્યંત કઠિન હતો. આપણો વૃદ્ધિ દર નીચો હતો અને કંપની છોડનારા કર્મચારીઓની સંખ્યા મોટી હતી. એક અલગ જ માહોલ હતો ત્યારે હું કંપનીમાં પરીવર્તન લાવવા આગળ આવ્યો હતો. એ સમયે અમારા કોર બિઝનેસ પર પ્રાઈસિંગનું પણ મોટું દબાણ હતું અને ગ્રાહકોની નજર તેમના ડિજિટલ ફયુચર્સ માટે આકાર લઈ રહેલા હરિફોના ઈનોવેશન પર મંડાયેલી હતી. આજે ત્રણ વર્ષ બાદ મને લાગે છે કે કંપની એ દિશામાં ખુબ જ સારી કામગીરી કરી રહી છે.

આ કંપની તેમજ સમગ્ર ઉધોગમાં આવી રહેલા મોટા પરિવર્તનો અને ફેરફારોને લઈને હું ખુબ જ ઉત્સાહિત હતો અને રહીશ પણ આપણે કંપનીને બીન જ‚રી શોરબકોર અને અડચણોથી દુર રાખવાની જ‚ર છે. નિશ્ર્ચિતપણે આ સફર ઘણી મુશ્કેલ હતી. મારા સહિત કોઈએ પણ વિચાર્યું નહી હોય કે આ કામ સરળ હશે. બદલાવની શરૂઆત ખુબ જ કઠીન હોય છે. મોટી સફળતા મેળવી ચુકેલી મોટી સંસ્થાઓમાં તો બદલાવ લાવવાનું કામ તો ઘણું મુશ્કેલ હોય છે. ભારે ચર્ચા-વિચારણા કર્યા બાદ સમજીને મે આ પદ છોડવાનો નિર્ણય કર્યો છે. મારી આસપાસના બિનજરૂરી શોરબકોરને કારણે મારા માટે અસહ્ય સ્થિતિનું નિર્માણ થયું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.