ક્યારેક અનેક નિષ્ફળતા,
ઘેરી લે છે મને પણ તો શું ?
સફળ નહીં થઈ શકું હું?
દરેક સવાલ ફરી પાછો,
આવે તો નહીં લડી શકું હું ?
વાત કરી બોલી દવ,
પણ ક્યાં લાગણી સમજી શકું હું ?
ક્યાં છે મારી મંઝીલ ખબર નથી,
મને પણ સફળતા જાળવી શકું હું ?
એક જીવન જીવવાનો અવસર મળ્યો,
ક્યાં બરાબર તેને માળી શકું હું ?
સવાલથી જવાબો સુધીની આ સફર
ક્યારે પૂર્ણ કરી શકીશ હું ?
ખોવાયો હું ક્યારેક સપના સાથે,
તો શું વાસ્તવિક્તાને જીવી શકું હું ?
ક્ષણમા બદલાય આ જીવન
ક્યાં તે બદલાવને સ્વીકારી શકું હું ?
હાસ્ય સાથે પણ છે એક જીવન,
તો ક્યાં અપનાવી શકું હું ?
સંબંધો બદલાતા આ સમયમાં,
ક્યાં જીવી તેને વ્યક્ત કરી શકું હું ?
વર્તમાનમાં જ છે સાચું જીવન,
ભૂતકાળ અને ભવિષ્યના સવાલ ક્યાં ભૂલી શકું હું ?