વિશ્વના કોઈ પણ જંગલ તેના વન્યજીવોનાં લીધે જ રળિયામણા લાગે છે.વન્યજીવો જે જંગલના રક્ષક તરીકે ઓળખાય છે જેમાં ચિતો, સિંહ, વાઘ દીપડો, હાથી, શિયાળ વગેરે પ્રાણીઓનો સમાવેશ થાય છે. તેઓને આપણે વન્યજીવો તરીકે ઓળખીએ છીએ.આ વન્યજીવોનાં જંગલોમાં સુરક્ષિત અવસ્થામાં નથી. વન્યજીવો ઘણી બધી જાતિઓ છે જે આજે લુપ્ત થતી જાય છે કારણ કે તેઓને જંગલમાં યોગ્ય વાતાવરણ મળતું નથી.
આજના સમયમાં શહેરીકરણ વધી રહ્યું છે લોકો શહેરોનો વિસ્તાર વધારતા જાય છે અને લોકો આજે જંગલો સુધી પણ વસવાટ કરતાં થઈ ગયા છે. લોકોને દિવસેને દિવસે લાકડાની જરૂરીયાત વધે છે. બીજા સ્થળેથી લાકડાઓ ન મળતા લોકો જંગલના રળિયામણા વિસ્તારોને વેરાન રણ જેવા બનાવી દે છે જેના કારણે જંગલમાં વસતા પ્રાણીઓને અનુકૂળ વાતાવરણ મળતું નથી. આ કારણોને લીધે વન્યજીવોની ઘણી પ્રજાતિઓ લુપ્ત થાય છે.
મનુષ્યો વન્યજીવો માટે જોખમરૂપ
> વન વિસ્તારમાં વાહનોનો ઘોંઘાટ ,પ્રદૂષણ, પ્રાણીઓ માટે તબીબી સેવાઓ નો અભાવ જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ વગેરે બાબતો વન્યજીવો માટે જોખમરૂપ છે.
> મનુષ્યો પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રાણીઓનો સંહાર કરે છે અને તેનાથી ઘરેણાં,કપડાં,બેગ ,જૅકેટ વગેરે વસ્તુઓ બનાવે છે.
> ઘણીવાર ખેડૂતો પોતાના પાક સંરક્ષણ માટે પ્રતિબંધિત જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીને વન્યજીવ અને નુકસાન પહોંચાડે છે.
> મનુષ્ય પોતાની મનોરંજક પ્રવૃત્તિઓ માટે પણ વન્યજીવો ને નુકસાન પહોંચાડે છે અને વન્ય જીવો પોતાનો જીવ ગુમાવે છે.
> માલધારીઓ પોતાના પાલતુ પ્રાણીઓના જીવના રક્ષણ માટે સિંહ, દીપડા વગેરે મારવા માટે પ્રતિબંધિત ઝેરનો ઉપયોગ કરે છે.
> ગ્લોબલવોર્મિગની સમસ્યાને કારણે પૂરતો વરસાદ થતો નથી અને વન્યજીવોને પીવાનું પૂરતું પાણી મળતું નથી.
> યોગ્ય વાતાવરણ ,પોતાનું રહેઠાણ ગુમાવવું હું તો ખોરાક ન મળવો વગેરે કારણોને લીધે વન્યજીવન પ્રજાતિઓ લુપ્ત થાય છે.
કેરેલામા એક સગર્ભા હાથી પરનું કૃત્ય
કેરેલામાં એક ગર્ભવતી હાથી પર મનુષ્યો દ્વારા શરમજનક કૃત્ય કરવામાં આવ્યું હતું.27 મે 2020ના રોજ કેરળના સાઇલેન્ટ વેલી ફોરેસ્ટમાં એક સગર્ભા જંગલી હાથી એક માણસ દ્વારા ફટાકડાયુક્ત અનાનસ ખવડાવવામાં આવ્યું હતું. તે ફટાકડાયુક્ત અનાનસ ખાતા તે ગર્ભવતી હાથી મૃત્યુ પામી હતી.આ કૃત્ય પરથી કહી શકાય કે મનુષ્યો વન્યજીવોને લઈને કેટલા ક્રૂર છે.
વન્યજીવોને બચાવવાના ઉપાયો
> વધતું જતું શહેરીકરણ અટકાવવું
>જેટલા વૃક્ષો જરૂરીયાત માટે કાપવામાં આવે છે તેટલા વૃક્ષો ઉગાડવા જોઈએ.
>જંગલોમાં મનુષ્યોનો પ્રવેશ નિષેધ કરાવવો
>ગ્લોબલવોર્મિગ ઘટાડવી કારણકે જો વરસાદ પૂરતા પ્રમાણમાં થશે તો પીવાની પૂરતું પાણી તેઓને મળી રહેશે.
> લુપ્ત થતી જાતિઓ ક્યાં કારણોને લીધે થાય છે તે જાણીને તે સમસ્યાનો નિરાકરણ લાવવો.
> વિવિધ પ્રતિબંધિત ઝેરનું વહેચાણ જ બંધ કરાવવું.
જો અત્યારે આ લુપ્ત થતી પ્રજાતિઓ અને વન્યજીવોની જાળવણી કરવામાં આવશે નહિ તો આવનારી પેઢી માટે વન્યજીવો ફક્ત ફોટામાં જ દેખાડી સકશું.