ગુજરાતના સાવજો ચેન્નઈને પછાડી ફાઇનલમાં પહોંચશે કે ધોનીને જીત અપાવી ફેરવેલ આપશે?

આજે આઈપીએલ-2023 માટેનો ખુબ જ મહત્વપૂર્ણ દિવસ છે. આજે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ યોજાનાર છે. આજની વિજેતા ટીમ સીધી જ ફાઇનલમાં પહોંચી જશે અને જે ટીમ હારશે તે ટીમ અન્ય પ્લેઓફ મેચ રમશે પણ મહત્વપૂર્ણ બાબત એ છે કે સંભવિત રીતે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંઘ ધોનીએ અગાઉ આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધા બાદ હવે આઈપીએલમાંથી નિવૃત્તિ લઇ લે તેવી સંભાવના છે ત્યારે આજે ગુજરાત ટાઇટન્સ જીત મેળવી સીધી જ ફાઇનલમાં પહોંચશે કે પછી માહીને ફેરવેલ આપશે?

આજે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ યોજાનાર છે અને આ મેચમાં બધાની નજર 41 વર્ષીય ધોની પર રહેશે. ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ આ સિઝનની આઈપીએલની પ્રથમ પ્લે-ઓફમાં ટેબલ-ટોપર્સ ગુજરાતની યજમાની કરે છે, જેમાં વિજેતા રવિવારની ફાઇનલમાં જશે.

આ સીઝનના અંતે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર ચેન્નાઈના સુકાની અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ધોનીને જોવા માટે ચાહકો દરેક સ્થળે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.ગુજરાતબી ટીમના સુકાની હાર્દિક પંડ્યાએ કહ્યું, ગયા વર્ષે અમે સારું પ્રદર્શન કર્યું, બધું અમારી રીતે ચાલ્યું. આ વર્ષ અમારા માટે એક અલગ પડકાર હતું પણ તમામ પ્લેયર્સએ તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.