- એક સર્વેક્ષણ મુજબ દેશમાં પુરુષો કરતાં મહિલા શિક્ષકોની સંખ્યા વધુ : નાના ધોરણમાં મોટાભાગે લેડી ટીચર હોય છે: શિક્ષણમાં શિક્ષકો વિદ્યાર્થીઓને સહાયરૂપ બને અને શાળા કે શાળા બહારની બાબતોમાં પણ સહાય કરે તેવું હોવું જોઈએ
- રાષ્ટ્રીય શિક્ષણ નીતિને સફળ બનાવવા શિક્ષકની ભૂમિકા મહત્વની : શિક્ષણ માટે આપણે હજારો શિક્ષકોની જરૂર પડશે : શિક્ષકે પોતાની ભૂમિકા અને જવાબદારીઓ પ્રત્યે સભાન હોવો જોઈએ : શિક્ષકે માત્ર ભાષણ આપવાનું નથી પણ, વિદ્યાર્થીને સમૃદ્ધ અને અસાધારણ શૈક્ષણિક અનુભવો પૂરા પાડવાના છે
આજે દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલથી ઘણા પરિવર્તન આવી રહ્યા છે : એમાં ખાસ હવે શિક્ષક સજ્જતા બાબતે સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે ત્યારે પીટીસી બીએડ જેવા શિક્ષકોના અભ્યાસક્રમમાં બદલાવ આવવાનો છે : નવા અભિગમનાં સારા પરિણામ મેળવવા શ્રેષ્ઠ શિક્ષકોનું નિર્માણ કરવું જ પડશે : આજે કોઈ શિક્ષક થવા તૈયાર નથી અને ખાનગી શાળામાં બિનતાલીમી શિક્ષકો ભણાવી રહ્યા છે : વિદેશોમાં શિક્ષકના કોર્સ અને તાલીમ બાબતે વિશેષ કાળજી લેવાય છે, ત્યારે આપણા દેશમાં ખાનગી શાળામાં 10 – 12 પાસ કે ગ્રેજ્યુએટ યુવક – યુવતીઓ બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. આજના સમયમાં શિક્ષણ પડકાર રૂપ છે, છાત્રો માટે ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડની ભૂમિકા એક શિક્ષક જ ભજવી શકે છે. આજનું શિક્ષણ આમ જોઇએ તો શૈક્ષણિક વ્યવસાય જ છે.
એક માતા સો શિક્ષકની ગરજ સ્તરે છે, એટલે કે શિક્ષકને ‘માસ્તર’ કહેવાય છે. આ વ્યવસાયમાં પણ વિકાસની હરણ ફાળ તેના સંબોધનમાં ક્રમિક ફેરફારો થયા જેમાં માસ્તર, શિક્ષક, ટીચર, સર આવી ગયું વર્ષો પહેલા એ ગુરૂ સ્થાને ગુરૂજી કહેવાતા હતા. ગુરૂકુળ આશ્રમમાં ભણાવે તે ગુરૂજી અર્થાત ઋષી, મા-બાપનું કાર્ય જયાં પૂર્ણ થાય ત્યાંથી શિક્ષકનું કાર્ય આરંભ થાય છે. તેથી શિક્ષક તેના કાર્યો સંપૂર્ણ સજજ અને સજજતાવાળો હોવો જોઇએ, જો આમ ન બને તો વર્ગ ખંડના બાળકોનું ભવિષ્ય રૂંધે છે બાળક પર મા-બાપ પછી સૌથી વધુ પ્રભાવ શિક્ષકનો જોવા મળે છે. શિક્ષક જ બાળકના જ્ઞાનરૂપી મૂળિયાં મજબૂત કરે છે.વિદ્યારૂપી સાથેનું શૈક્ષણિક મનોવિજ્ઞાનનું કાર્ય ક્ષેત્ર વિશાળ કે શિક્ષણની પ્રક્રિયા વિઘાથીના કેન્દ્ર સ્થાને છે.
બાળકોના રસ, રૂચિ, વલણો આધારીત વર્ગખંડની શિક્ષકમાં શકિત, પવિત્રતા, પ્રેમ, જ્ઞાન, શાંતિ અને આનંદ જેવા ગુણો હશે તો જ તે બાળકોનો આદર્શ બની શકશે, વિઘાર્થીઓ પણ પ્રેરણાં આપનાર શિક્ષક ને વધુ યાદ રાખે છે. વેદમાં પણ એક જગ્યાએ શિક્ષકને ‘માતૃવિદ્’ કહ્યો છે, ગાતુ એટલે માર્ગ-ગમન અને વિદ એટલે તેને ખોળનાર નવી ટેકનોલોજીમાં આજનો શિક્ષક ક્રિએટીવીટી, ઓઘ્યાત્મિક સાથે ઇમોશનલી અને જ્ઞાની હોવો જોઇએ. દ્રશ્ય શ્રાવ્ય કે ઇન્ફરમેશન ટેકનોલોજીના ઉપયોગથી છાત્રોને જ્ઞાન સભર કરી શકે છે,
બાળક સાથેનું શૈક્ષણીક મનોવિજ્ઞાનનું કાર્ય ક્ષેત્ર વિશાળ કે શિક્ષણની પ્રક્રિયા વિઘાર્થીના કેન્દ્ર સ્થાને છે. બાળકોના રસ, રૂચિ, વલણો આધારીત વર્ગખંડની શિક્ષણની ગતિવિધી હમેશા સારા પરિણામો લાવે છે એટલે જ શિક્ષક સજજતાનું વિશેષ મહત્વ છે. શિક્ષક બાળકોનો પ્રેરણાસ્ત્રોત હોવો જરુરી છે. ભૂતકાળમાં શિક્ષકોને ભરપુર આદર મળતો, આજે તો એ સાવ સમાજ ભૂલી ગયો છે, જેમના માથે સમાજનું ભવિષ્ય છે તે, હમેંશા આદરણીય જ હોય છે. શિક્ષક ખુબ જ શ્રઘ્ધાવાન હોય છે.
નબળા બાળકોને સબળા બનાવવા માટે તેની સખત મહેનત મૂલ્યાંકન બાદ રંગ લાવે ત્યારે તેનો આનંદ અનેરો હોય છે. આજે તમે જુના શિક્ષકો અને હાલના શિક્ષકો જોવો તો તમને ઘણું પરિવર્તન લાગશે, ટેકનોલોજી સાથે ભૌતિક સુવિધા વધતા બદલાવ આવ્યો છે. પણ શિક્ષણ અને વિઘાર્થી વચ્ચેનો આદર્શ સંબંધ, પરસ્પર વિશ્ર્વાસ કયારેય બદલાશે નહીં, તેનો ધર્મ જ છાત્રોને જ્ઞાન સભર કરીને શ્રેષ્ઠ નાગરીકોનું ઘડતર કરવાનો છે. વર્ગ ખંડના બધા છાત્રો સાથેનો સંબંધ અને દરેક સાથે તેમનો વ્યકિતગત સંબંધ બન્ને પ્રકારો મહત્વના છે.
આજના શિક્ષણમાં ઘણી કચાસ જોવા મળે છે. આજેનો શિક્ષક, વાલી અને વિઘાર્થીના ત્રિવેણી સંગમ થી સફળતા શકય બનશે એવું લાગે છે. આજે શિક્ષકે માહિતીના મશીનગનથી વિઘાર્થીઓનો માનસિક ભાર વધારવાનો નથી પરંતુ વર્ગખંડનો માહોલ જ એવો બનાવો કે બાળક જાતે પોતે ભણતો થાય, કોઇપણ વ્યવસાય પછી તે રસપ્રદ હોય કે પડકાર રૂપ, એક વખતએ રોજીંદો કામ બની જાય પછી કંટાળાની લાગણી જ પકડે છે. પણ શિક્ષણનો વ્યવસાય આ વાતમાં અપવાદ છે કારણ કે 365 દિવસ સતત સક્રિય રીતે ભણાવે છે.
આદર્શ શિક્ષક બનવા ‘સજજતા’ પ્રાપ્ત કરવી જરુરી છે. જેમાં હકારાત્મક વિચારો, બાળ મનોવિજ્ઞાનનો અભ્યાસ, પ્રયોગત્મક શિક્ષણ અને પ્રોત્સાહન રૂપી માર્ગદર્શન જેવા તમામ પાસા સાથે નિપુર્ણ હોવું જરુરી છે. એક વાત શિક્ષકે સમજવી જોઇએ કે વિઘાર્થીઓની એકાગ્રતાનો ગાળો ઓવો હોય છે માટે તેને છાત્રોને ટૂંકા વિરામો સાથે મૂલ્યાંકન કરવું જોઇએ, શિક્ષણની વિવિધ ટેકનીકનો શિક્ષક જ્ઞાતા હોવો જોઇએ, પ્રવૃતિ સાથેનું શિક્ષણ સૌથી શ્રેષ્ઠ સાબિત થયું છે. શિક્ષક દરેક ક્ષેત્રે ‘ઓલ રાઉન્ડર’ ની ભુમિકા માટે સજજ રહેતો હોવો જોઇએ.સાચો શિક્ષક જ બાળકોને જીવન મુલ્ય શિક્ષણ આપે છે. આજે આપણે શાળા સંકુલોમાં દરેક શિક્ષક એક-બીજાથી તેમના જ્ઞાન, શિક્ષણ ટેકનીક જેવી વિવિધ પાસાથી અલગ પડે છે. દરેક વિષય વાઇઝ અલગ શિક્ષકો શાળામાં હોય છે. સંગીત, ચિત્ર, રમતગમત વિગેરે જેવી સહઅભ્યાત્મિક પ્રવૃતિ માટે પણ તેના નિષ્ણાંતો કાર્યરત હોય છે, છતાં બાળકોનો સર્વાંગી વિકાસ થતો નથી, એ એટલું જ નગ્ન સત્ય છે.
શિક્ષક સમાજ ઘડતરનો શિલ્પકાર
શિક્ષણની પ્રક્રિયામાં શિક્ષકની ભૂમિકા ખૂબ જ અગત્યની હોય છે. કારણકે વિદ્યાર્થી કે બાળક ના મસ્તિકમાં ગુરુનું સ્થાન એટલે કે શિક્ષકનું સ્થાન સર્વોત્તમ હોય છે. એટલે આપણે કહેવું હોય તો કહી શકીએ કે ભવિષ્યના સમાજના કે રાષ્ટ્રના ઘડવૈયા માટે શિક્ષક હોય છે. શિક્ષકનો ધર્મ વિદ્યાર્થીને ઉત્થાન કરવાનો હોય છે. સમાજ માટે અને પોતાના આર્થિક ઉપાર્જન પ્રવૃત્તિને મુખ્ય ન બનાવી અને સમાજના સારા માર્ગે લઈ જવા માટે શિક્ષક સંસ્કારનું સિંચન કરતો હોવો જોઈએ. બાળ માનસ ઉપર શિક્ષકની ઉમદા અસર સાથે વિદ્યાર્થી માટે શિક્ષક એક આદર્શ હોય છે. એને આદર્શ સમાજ ઘડતર નો એક શિલ્પી પણ ગણી શકાય, ઉપરાંત ભવિષ્યનો સમાજ કે રાષ્ટ્ર કઈ તરફ લઈ જવો તે શિક્ષકના હાથમાં છે. શિક્ષકનો ધર્મ ઉચ્ચ ગુણવત્તા વાળો હોવો જોઈએ, કારણકે શિક્ષક થી બાળકના સર્વાંગી વિકાસની સાથે સાથે ઘર કુટુંબ ગામ અને રાષ્ટ્રનો વિકાસ પણ જોડાયેલો હોય છે. સમાજનો એક શિલ્પી છે, એટલે જ શિક્ષક નિષ્ઠાવાન, પ્રાણવાન, અને ગુણવાન હોવો જોઈએ.