સોની બજાર ભયંકર મંદીના ભરડામાં, વેપારીઓ હિંમત રાખે
લગ્નસરા સિઝન નહી છતાં સોનાની પુરપાટ દોડ: ૫૦,૦૦૦ ને પાર
અનલોક ૦૨ ની શરૂઆત થઈ રહી છે ત્યારે કોરોના મહામારીને કારણે બજારમાં ભયંકર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટ સોની બજાર પણ આ મંદીના ભરડામાંથી બાકાત નથી. અનેકવિધ ચીજવસ્તુઓના ભાવ ઘટી રહ્યા છે ત્યારે બુલિયન માર્કેટની પરિસ્થિતિ જુદી જ જોવા મળી રહી છે.લોકડાઉનના છેલ્લા ૩ મહિનામાં સોનાના ભાવમાં એક તોલે રૂપિયા ૬૦૦૦ જેટલો ઉછાળો જોવા મળતા લોકો પણ સોનાની ખરીદી કરતા અચકાય રહયા છે.માત્ર જરીયાત પુરતુજ સોનાની ખરીદી કરતા સોનાની ખરીદી માત્ર ૫ % થી ૧૦ % જ જોવા મળી રહી છે.
૭૫ હજાર બંગાળી કારીગરોમાંથી રાજકોટમાં માત્ર ૫૦૦૦ હાજર એ પણ વતનની વાટમાં
રાજકોટ સોનીબજાર એ સમગ્ર ભારતભરમાં સોનાનું હબ છે. રાજકોટ માંથી અનેક રાજ્યમાં સોનુ મોકલવામાં આવી રહ્યું છે. પરંતું કોરોના મહામારીમાં બંગાળી કારીગરો પોતાના વતન ચાલ્યા ગયેલ હોઈ સોનાનો વેપાર સંપૂર્ણ બંધ છે. રાજકોટ સોની બજારમાં ૭૫ હજાર જેટલા બંગાળી કારીગરો કામ કરી રહયા હતા પરંતુ હાલ માત્ર ૫ હજાર જેટલા કારીગરો છે અને એ પણ વતનની વાટમાં બેઠા છે.લોકડાઉનને કારણે મંદીના માહોલમાં વેપાર થતો નથી માટે વેપારીઓની માનસિક સ્થિતિ પણ કથળી રહી છે.
હાલની સ્થિતિ જોતા દિવાળી સુધી સોની બજારમાં રોનક જોવા નહીં મળે : ગોલ્ડ ડિલર એસો.પ્રમુખ
રાજકોટ ગોલ્ડ ડીલર એસોસિએશન ના પ્રમુખ ભાયાભાઈ સાવલિયા એ અબતક મીડિયા સાથેની વાતચીત માં જણાવ્યું કે હાલ કોરોના ને લીધે બજાર ની સ્થિથી ખૂબ જ ગંભીર છે .રાજકોટ માં ગોલ્ડ ની ૪૦૦ જેટલી દુકાનો આવેલ છે.અત્યારે ૧૦% પણ વેપાર નથી ક્યાંક તો બોણી પણ નથી થતી.દિવસે દિવસે સોના નો ભાવ વધતો જાય છે અને માણસો ખરીદી નથી કરી શકતા .બંગાળી કારીગરો ની સંખ્યા પણ ઓછી થઈ ગયી છે .રાજકોટ માં ૭૫૦૦૦ જેટલા બંગાળી કારીગરો હતા અને હાલ માં ૫૦૦૦ જેટલા જ છે અને એ પણ પોતાના વતન જવાની તૈયારીમાં છે. રાજકોટથી જ અન્ય રાજ્યો માં સોના નું વેચાણ હતું જે અત્યારે સાવ ઠપ્પ થઈ ગયો છે.ભૂતકાળ માં ઘણી મુસીબત થી આપણે નીકળી ચુક્યા છીએ તો દિવાળી સુધી આ પરિસ્થિતિ માં સુધારો આવે તેવી આશા છે.સોની વેપારીઓ હિંમત રાખી આ પરિસ્થિતિનો સામનો કરે.
ગ્રાહકો માત્ર ૫% એમાં પણ જૂનું સોનુ આપીને નવી ખરીદી કરી રહ્યા છે: મહેશ રાજપરા (સોની વેપારી)
સોની વેપારી મહેશભાઈ રાજપરાએ અબતક મીડિયા સાથેની વાતચીત માં જણાવ્યું કે કોરોનો મહામારી એ સમગ્ર વિશ્વનું અર્થતંત્ર ખેદાન – મેદાન કરી નાખ્યું છે છેલ્લા ૩ મહિના થી ચાલી રહેલ લોકડોઉન માં લગન ની સીઝન પણ જતી રહી છે જેની અસર સોનિબજાર માં આવેલ નાની મોટી ૪૦૦ દુકાનો તથા ૨૦૦૦ કારખાના આવેલા છે જેમાં ૧ લાખ જેટલા કારીગરો કામ કરતા હતા તેમના માટે પણ જીવન મરણ નો પ્રશ્ન ઉદ્દભવ થયો છે.ખાસ તો અત્યારે ઇન્ટરનેશનલ ક્રાઇસીસ ના લીધે સોનાના ભાવ વધી રહ્યા છે ત્યારે લોકો પણ પોતાની જરૂરિયાત પૂરતું જ સોનુ ખરીદી કરે છે. ઘણા લોકો પાસે તો પોતાની જીવજરૂરિયાત ની વસ્તુ ખરીદવા માટે પણ પૈસા હોતા નથી જેથી સોનુ વેચવા પણ નીકળી પડે છે. દિવસ દરમિયાન મુલાકાત લેતા ૮૦% લોકો જૂનું સોનુ આપી નવું સોનુ ખરીદી રહ્યા છે.
૭૫ હજાર બંગાળી કારીગરોમાંથી રાજકોટમાં માત્ર ૫૦૦૦ હાજર, એ પણ વતનની વાટમાં
રાજકોટ સોનીબજાર એ સમગ્ર ભારતભરમાં સોનાનું હબ છે. રાજકોટમાંથી અનેક રાજ્યમાં સોનુ મોકલવામાં આવી રહ્યું છે. પરંતું કોરોના મહામારીમાં બંગાળી કારીગરો પોતાના વતન ચાલ્યા ગયેલ હોઈ સોનાનો વેપાર સંપૂર્ણ બંધ છે. રાજકોટ સોની બજારમાં ૭૫ હજાર જેટલા બંગાળી કારીગરો કામ કરી રહયા હતા પરંતુ હાલ માત્ર ૫ હજાર જેટલા કારીગરો છે અને એ પણ વતનની વાટમાં બેઠા છે. લોકડાઉનને કારણે મંદીના માહોલમાં વેપાર થતો નથી માટે વેપારીઓની માનસિક સ્થિતિ પણ કથળી રહી છે.