ભારતીય શેરબજારમાં છેલ્લા ઘણા સમયથી વણથંભી તેજી ચાલી રહી છે. આજે સેન્સેક્સે 60 હજારની સપાટી ઓળંગતા રોકાણકારોમાં દિવાલી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે જ્યારે શેરબજારમાં તેજી ચાલતી હોય ત્યારે બુલીયન બજારમાં મંદીનો માહોલ રહેતો હોય છે.
બજાર રોજ નવા શિખરો સર કરી રહ્યું હોય બુલીયન બજારમાં મંદીની મોકાણ સર્જાય છે. આગામી દિવાળીના તહેવાર પૂર્વ સોનુ 44 હજાર સુધી નીચે સરકે તેવી સંભાવના જાણકારો વ્યકત કરી રહ્યાં છે. વિકરતીય શેરબજારમાં સૌથી વધુ વળતર પ્રાપ્ત થઈ રહ્યું હોવાના કારણે વિશ્ર્વભરના રોકાણકારો આકર્ષાયા છે.
શેરબજારમાં સ્થિરતા જોવા મળી રહી છે. આવામાં રોકાણકારો બજાર તરફ વળ્યા છે. જેના કારણે સોના-ચાંદીમાં તેજીના કોઈ અણસાર દેખાતા નથી. દિવાલી સુધીમાં સોનુ 44 હજાર સુધી નીચે જાય તેવી સંભાવના રહેલી છે.