કોંગ્રેસે પક્ષ છોડી શકે તેવા ધારાસભ્યો અને આગેવાનોને મનાવવા પ્રયાસો આદર્યા
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં સત્તા માટે તીવ્ર બનેલી ખેંચતાણ વચ્ચે કોંગ્રેસના ટોચના નેતાઓ દ્વારા ડેમેજ કંટ્રોલની કવાયત હા ધરવામાં આવી છે. વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સો કોંગ્રેસ છોડી શકે તેવા અનેક ધારાસભ્યોી માંડીને આગેવાનો-નેતાઓને મનાવવા માટેના પ્રયાસો ખાનગી ધોરણે આદરવામાં આવ્યા છે. વિરોધપક્ષના નેતા વાઘેલાને પણ યેનકેન પ્રકારે મનાવવા માટે આગામી ૨૪-૨૫ મેના રોજ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહેલાં પ્રભારી અશોક ગેહલોતને જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યમાં ભાજપને હરાવવા માટે કોંગ્રેસની તૈયારીી નારાજ વાઘેલા-પ્રભારી વચ્ચે યોજાનારી આ બેઠક અંગે કોંગી કાર્યકરોની મીટ મંડાઈ છે.
કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી મહિનાઓમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અને જૂન-જુલાઈમાં યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ફટકો પડવાની દહેશતી ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. કોંગ્રેસના જાણકાર સૂત્રો કહે છે કે, શંકરસિંહ વાઘેલાએ હાઈકમાન્ડ સમક્ષ વિધાનસભાની ચૂંટણીમાં જો તેમને મુખ્યપ્રધાનપદના દાવેદાર જાહેર કરવામાં આવે તો એક વર્ષ પછી સ્વેચ્છાએ મુખ્યપ્રધાનપદ છોડવાની પણ તૈયારી દર્શાવી હતી, પરંતુ કહેવાય છે કે, ગુજરાત કોંગ્રેસના જ કેટલાક નેતાઓએ હાઈકમાન્ડ સમક્ષ વાઘેલાનું નામ જાહેર કરવામાં આવે તો કોંગ્રેસ સો વર્ષોી સંકળાયેલાં અને સતત કોંગ્રેસની વિચારધારાને વરેલાં સમાજોની નારાજગી વહોરવી પડશે તેવું જણાવીને વાઘેલાની રાજકીય ઈચ્છા પર પાણી ફેરવી દીધું હતું. વાઘેલાએ અલગ ચોકો રચવાના ચક્રો ગતિમાન કરતાં જ કોંગ્રેસ માટે એકતરફ ખાઈ અને બીજી તરફ કૂવો જેવી સ્િિત સર્જાઈ હોવાનું જણાવતા સૂત્રો ઉમેરે છે કે, રાજસનના પૂર્વ મુખ્યપ્રધાનઅને ગુજરાતના પ્રભારી અશોક ગેહલોતે ગત દિવસોમાં યોજાયેલી પ્રદેશ કારોબારીમાં મુખ્યપ્રધાનપદના ઉમેદવાર અંગેનો નિર્ણય ચૂંટણી પછી હાઈકમાન્ડ કરશે તેવું સ્પષ્ટ જાહેરાત કરીને પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની આ જાહેરાત બાદ પરિસ્િિત વધુ પ્રવાહી બની ગઈ છે.
વાઘેલાનું મક્કમ વલણ જોતાં કોંગ્રેસના ટોચના નેતાઓએ હવે વાઘેલાના સર્મક ધારાસભ્યો અને અન્ય ટેકેદારોને મનાવવા માટેના પ્રયાસો આદર્યા હોવાનું જણાવતા સૂત્રો કહે છે કે, વાઘેલાના સતત સંપર્કમાં રહેતા અને તેમની સો કોંગ્રેસ છોડી શકે તેવા ધારાસભ્યોનો ખાસ સંપર્ક કરીને તેમની દૂર કરવાના આદેશો દિલ્હીી છૂટ્યા છે. જેના ભાગરૂપે બે દિવસમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક ધારાસભ્યોને સંબંધિતનેતાઓએ ફોન પર લંબાણપૂર્વક ચર્ચા કરીને તેમની દૂર કરવાની ખાતરીઅપાઈ રહી છે.
જો કે, આ ડેમેજ કંટ્રોલ કવાયત કેટલી કારગર નીવડે છે તે તો આવનારો સમય કહેશે પરંતુ વાઘેલા જૂ દ્વારા આ કવાયતને નિર્રક ગણાવાઈ રહી છે. સૂત્રોએ જણાવ્યું કે, નેતાઓ દ્વારા નારાજગી દૂર કરવાની ખાતરી માટે ફોન કરવામાં આવ્યા ત્યારે કેટલાયે આગેવાનોએ રોકડું પરખાવ્યું હતું કે, વર્ષોી પાર્ટીમાં છીએ પરંતુ ક્યારેય તેમને મહત્વ આપવામાં આવતું ન હતું અચાનક અમારી નારાજગી કે અસંતોષ દૂર કરવાનું પક્ષને કેમ સુઝ્યું?શું પાર્ટીમાં ચૂપચાપ કામ કરવાને બદલે નાક દબાવવામાં આવે ત્યારે જ તેમની વાત કાને ધરવાની?જો કે, મનાવવા માટે ફોન કરનારા નેતાઓ પાસે આ અણિયાળા સવાલોનો કોઈ જવાબ ન હતો.
કોંગ્રેસમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે સંગઠન અને ચૂંટણીની પૂર્વ તૈયારીઓમાં લાગી જવા માટે ચાર સહ-પ્રભારીઓને કામે લગાડવામાં આવ્યા છે. જેના ભાગરૂપે ઉત્તર ગુજરાતના સહ-પ્રભારી વર્ષા ગાયકવાડે શુક્રવારે ગાંધીનગર અને અમદાવાદની વિધાનસભાની બેઠકોના વોર્ડ પ્રમુખી માંડીને શહેર પ્રમુખ, વિધાનસભા બેઠકના પ્રભારીઓ, નીરિક્ષકો, શહેર-જિલ્લાના અગ્રણીઓ સો બેઠક યોજી હતી. અમદાવાદની વિધાનસભાની ૧૬ બેઠકના તમામ આગેવાનો સો શહેર સમિતિ ખાતેની બેઠકમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં બૂ સમિતિઓી માંડીને રાજ્યની ભાજપ સરકારની નિષ્ફળતા લોકો સમક્ષ ઉજાગર કરતા કાર્યક્રમો અને સંગઠનને મજબૂત કરવા અંગે ચર્ચા કરી હતી. વર્ષા ગાયકવાડે જણાવ્યું કે, રાજ્યમાં ૨૨ વર્ષી સત્તા પર રહેલી ભાજપ સરકારી સમાજના તમામ વર્ગો નારાજ છે ત્યારે કોંગ્રેસ લોકો વચ્ચે જઈને કોંગ્રેસની સરકાર રચાય તો તેમની મુશ્કેલી દૂર કરવાની ખાતરી આપશે. પ્રદેશના નેતાઓ વચ્ચે ચાલી રહેલી સત્તાની ખેંચતાણને તેમણે ભાજપ ઉપર આરોપ મૂકતા કહ્યું કે, ભાજપ પાસે કોંગ્રેસ માટે કોઈ મુદ્દા ન હોવાી પ્રદેશના નેતાઓ વચ્ચે મતભેદ હોવાની વાતો ફેલાવાઈ રહી છે.