ભાગેડુ ‘સાંડેસરા બંધુ’ઓની નાઇજીરીયા સહિત અનેક દેશોમાં આવેલી ૯૭૭૮ કરોડ રૂા.ની સંપતિઓને ટાંચમાં લેતુ ઇડી
દેશની ૧૭ રાષ્ટ્રીયકૃત બેંકોમાં લોન આપવા માટે અમુક ભ્રષ્ટ સ્ટાફ દ્વારા આચરવામાં અ વતી ગેરરીતિઓનાં કારણે આલીયા, માલીયા, જમાલ્યા જેવા અનેક ઉદ્યોગપતિઓ પોતાની લિમીટેડ કંપનીના નામે અબજો રૂા.ની લોનો લઈને રફુચકકર થઈને વિદેશોમાં જલ્સા કરી રહ્યા છે. કંપનીનાક નામે લોન લીધા બાદ તેનો ખાનગી ઉપયોગ કરીને વિદેશોમાં પોતાનું અલગ સામ્રાજય ઉભા કરનારા આવા વિલફુલ ડિફોલ્ટરો સામે આકરા પગલા લેવામાં મોદી સરકાર તેના પ્રથમ કાર્યકાળમાં નિષ્ફળ ગઈ હતી જેથી ગત પાંચ વર્ષમાં દેશના આવા બિલકુલ ડિફોલ્ટરોની સંખ્યામાં ૬૦ ટકાનો વધારો થવા પામ્યો હતો.
આવા વિલફુલ ડિફોલ્ટરો દેશની જાહેરક્ષેત્રની રાષ્ટ્રીયકૃત બેંકોને ધુંબા મારીને સ્વીસ જેવી વિદેશી બેંકોમાં ૩૪ લાખ કરોડ રૂા.નું બે નંબરી કાળુનાણુ જમા કરાવ્યાનું તાજેતરમાં ખૂલવા પામ્યું હતુ. વિદેશી બેંકોમાં રહેલા આ કાળાનાણાં ને ભારતમાં લાવવામાં આવે તો દેશના આગામી ૧૦ વર્ષના બજેટ સરખા થઈ શકે તેમ છે. આવા જ એક વિલફૂલ ડિફોલ્ટર સ્ટર્લીંગ બાયોટેકના સાંડેસા બંધુઓ દેશની વિવિધ બેંકો પાસેથી ૯૧૦૦ કરોડ રૂા.ની લોનો લઈને બાદમાં દેશ છોડીને નાસી ગયા છે. આ સાંડેસરા બંધુઓએ ભારતીય બેંકોને ધુંબો મારી ને આફ્રિકાના નાઈજીરીયામાં વિશાળ ઉદ્યોગ સામ્રાજય ઉભુ કર્યું હોવાનું ખૂલવા પામ્યું છે.
સીબીઆઈએ ૨૦૧૭માં સાંડેસરા બંધુઓનાં ગ્રુપ સામે ગુન્હો નોંધ્યા બાદ બંને ભાઈઓ વિદેશમાં નાસી છૂટયા હતા આ બંને ભાઈઓ ચેતન સાંડેસરા અને નિતિન સાંડેસરા હાલ નાઈઝીરીયામાં છુપાયા હોવાની ભારત સરકારને શંકા છે. ગત માર્ચ માસમાં ઈડીએ આ ગ્રુપની ભારતમાં રહલે ૪૭૦૦ કરોડ રૂા.ની મિલકતો પર ટાંચ મૂકી હતી જેમાં ૪,૦૦૦ એકરમાં આવેલી પ્લાન્ટ મશીનરી, રૂા.૬,૬૭ કરોડના શેર, વૈભવી મોટર કારો અને ૨૦૦ બેંક એકાઉન્ટનો સમાવેશ થાય છે. આ બંધુઓએ નાઈજીરીયામાં વિશાળ ઉદ્યોગ સામ્રાજય ઉભુ કરવા ઉપરાંત અનેક દેશોમાં તેમની પાસે અબજો રૂા.ની સંપત્તિ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતુ. જેથી ઈડીએ આ બંધુઓની નાઈજીરીયામાં આવેલી ચાર ઓઈલરીંગ અને એક ઓઈલ ફીલ્ડ, પનામામાં રજીસ્ટર્ડ થયેલા ચાર ઓઈલ શિપ્સ તુલજા ભવાની, વ્રિન્દા, ભવ્ય, બ્રહ્માણી, અમેરીકામાં રજીસ્ટર્ડ થયેલી ૨૦૦ ગલ્ફસ્ટ્રિમ પ્લેન, ઉપરાંત લંડનમાં આવેલા વૈભવી બંગલો વગેરે સહિતની ૯૭૦૦ કરોડ રૂા.ની સંપત્તિને ટાંચમાંલીધી છે. જે બાદ ઈડીએ દાવો કર્યો હતો કે સાંડેસરા બંધુઓએ ભારતીય બેંકોમાં કંપનીના નામે લોનો લઈને નાઈજીરીયાનાં ઓઈલ બિઝનેસમાં પોતાના વ્યકિત નામે ઉદ્યોગ કર્યો હતો જેની આ તમામ મિલ્કતોને ટાંમાં લેવામાં આવી છે.
સાંડેસરા બંધુઓએ સેલ કંપની સામે સહયોગ કરીને ભારતમાં ૨૪૭ સાહસો ઉભા કર્યા છે. ઉપરાંત યુએઈ, અમેરિકા, ઈગ્લેન્ડ, બ્રિટીશ વર્ઝન આઈલેન્ડ, મોરેશિયસ, બાર્બાડોઝ, પામાં અને નાઈઝીરીયામાં પોતાનું રોકાણ કર્યું છે.