જીઇબી એન્જીનીયર્સ એસો.ના નવા વરાયેલા સેક્રેટરી જનરલ બી.એમ.શાહ અને જનરલ સેક્રેટરી એમ. એમ. કડછાએ ખાનગીકરણના વિરોધમાં તથા મહેકમ વધારવા મુદ્દે સંગઠન શક્તિ બતાવવાની તૈયારી દર્શાવી
નવા હોદ્દેદારો અને અન્ય સંગઠનના સભ્યોએ અબતકની શુભેચ્છા મુલાકાત લઈ સંગઠનની કાર્યશૈલી અંગે મુક્તમને કરી ચર્ચા
જીઇબી એન્જીનીયર્સ એસો.ના હોદેદારોની નવી બોડીએ બમણા જોશથી વીજકર્મીઓના પ્રશ્નો માટે લડવાની નેમ વ્યક્ત કરી છે. આ ઉપરાંત તેઓએ ખાનગીકરણના વિરોધમાં તથા મહેકમ વધારવા મુદ્દે સંગઠન શક્તિ બતાવવાની તૈયારી પણ દર્શાવી છે. આ અંગેની વિસ્તૃત ચર્ચા હોદ્દેદારોએ અબતકની શુભેચ્છા મુલાકાત દરમિયાન કરી હતી. જે વેળાએ જે.યુ. ભટ્ટ, જે.એલ.અમૃતિયા, જી.એચ.ભટ્ટ, પી.પી.ભારદ્વાજ, જે.વી. હાંસલીયા, એન.એમ.ભવાની અને એમ.જી. સોજીત્રાની પણ ઉપસ્થિતિ રહી હતી.
25 – ડીસેમ્બર -2022 નાં રોજ જીઇબી એન્જીનીયર્સ એસોસીએશનના હોદેદારોની નિમણૂકનો કાર્યકાળ પુરો થતા , વડોદરા ખાતે સંપૂર્ણ લોકશાહી પધ્ધતિથી ચૂંટણીનું આયોજન કરવામાં આવેલ જેમાં ઝોનલ સેક્રેટરી અને તેનાથી ઉપરના લેવલની 60 પોસ્ટ પર સિલેકશન મતદાન થતાં આવનારા ત્રણ વર્ષની ટર્મ 2023 થી 2025 માટે હોદેદારોની નિમણુંક થયેલ હતી.
પીજીવીસીએલ નું ગૌરવ સમા કાર્યપાલક ઈજનેર બી.એમ.શાહ ફરી એક વાર એટલે કે સતત ચોથી વખત બિનહરીફ સેક્રેટરી જનરલ પદે સર્વાનુમતે વરણી પામેલ છે. જનરલ સેક્રેટરી તરીકે નાયબ ઈજનેર એમ.એમ. કડછા ની નિમણુંક થયેલ. એડી.જનરલ સેક્રેટરી તરીકે એન.જે. તન્ના, કે.એસ કાતરીયા અને એ.એમ સૌઢીયા નિમાયેલ, ઝોનલ સેક્રેટરી પદે વી.આર. યાદવ, આર.આર.મોડ , કે.એ.ઓઝા, જે.આર.મારડીયા , એ.કે.મોરડીયા , અને એમ.એન.મંડોરા ની નિમણુંક થયેલ છે.
નવા નિમાયેલ જીબીઆ હોદેદારોએ આગામી દિવસોની કામગીરી પણ જાહેર કરી હતી જેમાં ઈલેક્ટ્રીસીટી એકટ સુધારા અન્વયે પ્રાઈવેટરાઈઝેશન સામે સરકારી વિજ કંપનીનું અસ્તિત્વ ટકાવવા ગુજરાતની વિજ કંપનીઓની દરેક ક્ષેત્રે ઉચ્ચ કાર્યદક્ષતા જાળવી વીજ ગ્રાહકોને ઉત્કૃષ્ટ સેવા પુરી પાડવા પ્રયત્નશીલ રહેવા ં મેનેજમેન્ટ અને કર્મચારીઓ વચ્ચે એક સુત્રતા જાળવી ઈજનેરોના પ્રશ્નોનું નિરાકરણ લાવવું તથા કર્મચારીઓમાં ઉત્સાહનુ વાતાવ2ણ ઉભું કરવા કામનાં ભારણને પહોંચી વળવા ખાલી જગ્યા ભરવાની પ્રક્રિયા સમયસ2 થાય તે જાળવવું તથા નવીન જગ્યા માટે મેનેજમેન્ટ તથા સ2કા2માં રજુઆત કરવી.
પેટા વિભાગ તથા વિભાગીય કચે2ીનાં વિભાજન સમયસ2 થાય તે માટે સતત પ્રયત્નશીલ રહેવું. કર્મચારીઓ અને મેનેજમેન્ટ વચ્ચે સેતુ બાંધી કર્મચારીઓની અસલામતીની ભાવના દુર કરવા ફરજની સાથે સાથે સામાજીક સેવાનાં કાર્યો હાથ ધરવાની કામગીરી કરવાનું જણાવ્યું હતુ.
કંપનીને સર્વોપરી બનાવવા અને સભ્યોના હિત માટે સંગઠન સતત સક્રિય રહેશે: એમ.એમ.કડછા
જીબીઆના જનરલ સેક્રેટરી એમ.એમ.કડછાએ જણાવ્યું હતું કે જીબીઆનું સંગઠન મજબૂત છે. તેમાં હોદ્દો મળવો એટલે સ્વાભાવિક મોટી જવાબદારી મળી છે. સંગઠન શક્તિનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. પીજીવીસીએલ અધિકારીઓ અને કર્મચારીઓ પાસે ઘણી અપેક્ષા રાખે છે. પીજીવીસીએલ છે તો જ આ સંગઠન છે. માટે પીજીવીસીએલના હિતમાં સભ્યો બનતી તમામ કામગીરી કરી વીજ કંપનીને અગ્રેસર બનાવે તેવા પ્રયાસો કરાશે. સંગઠનનું બંધારણ દરેક યુવાઓને પણ હોદ્દેદાર બનવાની તક આપે છે.
બીજી તરફ વીજ કંપનીના એમડીનો એપ્રોચ પોઝિટિવ છે. ફરજ ઉપરાંત કંઈક નવું કરવા ઇચ્છતા કર્મીઓને તેઓ પાસેથી પ્રેરણા મળે છે. તેઓએ ઉમેર્યું કે બી.એમ.શાહ જેવા સિનિયરો પાસેથી ઘણું શીખવા મળ્યું છે. તેઓની જેમ જ યુવા હોદેદારો પણ પરિવારની ભાવનાની જેમ જ કામગીરી કરશે. અંતમાં જનરલ સેક્રેટરીએ તાઉતે વખતેની કામગીરીના સંસ્મરણો વાગોળી કહ્યું હતું કે તે વખતે તો વીજકર્મીઓએ આફતને અવસરમાં પલટાવીને અભૂતપૂર્વ કામગીરી કરી હતી. દિવસ રાત એક કરી વીજ પુરવઠો પુન: કાર્યરત કરાવ્યો હતો. આ સાથે લોકડાઉનમાં પણ વીજકર્મીઓએ જીવના જોખમે પોતાની ફરજ બજાવી હતી.