દેશના નિકાસ ક્ષેત્રને સુદ્રઢ બનાવવા વેપાર મંત્રાલય દ્વારા ખાસ નિકાસ રાહત વળતર યોજનાનો પ્રસ્તાવ રજૂ કરાયો
કેન્દ્રના વેપાર અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા ભારતમાં વૈશ્વિક વેપારને ડબલ્યુટીઓના ધારા-ધોરણ સાથે સુસંગત બનાવી દેશના નિકાસ ક્ષેત્રને વધુ ઉત્તેજન આપવા માટે ખાસ નિકાસ રાહત વળતર યોજનાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.
અત્યારે નિકાસ માટેની ડિબેટ ઓફ સ્ટેટ એન્ડ સેન્ટ્રલ ટેકસીસ એન્ડ લેવીસ યોજના અંતર્ગત કપડાઓ અને દેશી બનાવટોની નિકાસ માટે વળતર યોજના લાગુ છે. હવે નિકાસના દરેક ક્ષેત્રમાં આ યોજના લાગુ કરવાનું સરકાર નક્કી કરી રહી છે.
દેશના નિકાસ ક્ષેત્રને વધુ પ્રોત્સાહન આપતી આ નવી યોજનાઓથી નિકાસ ક્ષેત્રને વધુ સરળ બનાવી શકાશે. અત્યારે એમઈઆઈએસ પ્રકારની નિકાસ વ્યવસ અને ધારા-ધોરણોને ગયા વર્ષે અમેરિકાએ ડબલ્યુટીઓમાં કેટલાક નિયમોને પડકાર્યા હતા. કેન્દ્ર સરકારે હવે દેશના નિકાસ ક્ષેત્ર અને કર માળખાને વૈશ્ચિક સ્તરના નિયમો સો કેટલીક પ્રોત્સાહક બાબતોનો ઉમેરો કરીને વધુ સરળ બનાવવાની કવાયત હાથ ધરી છે. નિકાસ ક્ષેત્રે ખાસ વળતર અને મુક્ત પરિવહન જોગવાઈ સો જ નિકાસ કર ઉપર ખાસ વળતર આપવાની યોજનાની જોગવાઈ કરવામાં આવી છે.
સરકારના પ્રવકતાએ જણાવ્યું કે, આરઓએસસીટીના મુસદ્દા હેઠળની યોજનામાં નિકાસ ક્ષેત્રને વધુ પ્રોત્સાહન મળશે. માર્ચ મહિનામાં કેન્દ્રીય કેબીનેટે આ મુસદાને બહાલી આપીને નિકાસકારોને ખાસ વળતર અને કેન્દ્ર તા રાજ્યના કર માળખાનું એકીકરણ કરીને નિકાસકારો માટે વધુ સરળતા ઉભી કરવામાં આવશે. આરઓએસસીટીએલની નવી કર વ્યવસ અંતર્ગત નિકાસકારો માટે પરિવહન માટે વાપરવામાં આવતુ ઈંધણ કે જેના પર એકસાઈઝ ડયુટી લાગે છે તેમાં રાહત, ન નોંધાયેલા ડિલરો પાસેથી કરવામાં આવતી ખરીદી અને વધારાની સેશ એવા ઉત્પાદનો કે જે વિદ્યુતના બદલે કોલસાી કરવામાં આવતા હોય. નવી નિકાસ રાહતોમાં સરકારે વિભાગીય મહેસુલ અને વેપાર ઉદ્યોગને ત્રિવિધ સંકલની અમેરિકાએ ભારતની નિકાસ વ્યવસને જે પડકાર આપ્યો હતો. તેને ત્વરીતપણે વધુ સુસંગત બનાવવા મહત્વનું આયોજન કર્યું છે.
અમેરિકાએ ભારતની ૭ બીલીયનની નિકાસ વ્યવસ પર સવાલો ઉઠાવ્યા હતા. સરકાર દેશની નિકાસ વ્યવસને વધુ સુદ્રઢ અને વૈશ્ર્વિક ધારા-ધોરણ મુજબ બનાવવા ગંભીર બની છે. ભારતે ૧૯૯૦ના દાયકામાં વિકસીત દેશો સો નિકાસ વ્યવહાર વધારવામાં ખુબજ સારી સફળતા મેળવી હતી. નિકાસ સબસીડી અને ૮ વર્ષના સમયગાળા માટે વિકસીત અને અલ્પવિકસીત દેશોને નિકાસને પ્રોત્સાહન આપ્યું હતું. ડબલ્યુટીઓના નિયમોના અનુસંધાને હજાર ડોલરની મર્યાદામાં ત્રણ વર્ષ સુધીની જ સબસીડી આપવાના નિયમનો અમલ છે ત્યારે ભારતની નિકાસ ક્ષેત્રને વધુ સરળ બનાવવા ખાસ રાહતની જોગવાઈ કરી છે.