ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે ઇંગ્લેન્ડે ભારત સામે ૩૯૬ રનનો લક્ષ્યાંક મુક્યો હતો. જેના જવાબમાં ટીમ ઇન્ડિયાએ ૫ વિકેટની નુક્સાનીએ ૧૮૭ રન કર્યા હતા. શૈફાલી વર્માએ ડેબ્યુ મેચમાં શાનદાર ઇનિંગ રમીને ૯૬ રન કર્યા હતા. હાલ દીપ્તિ શર્મા અને હરમનપ્રિત કૌર ક્રિઝ પર છે.
ઇંગ્લેન્ડના ૩૯૬ રનના લક્ષ્યાંક સામે ટીમ ઇન્ડિયાએ ફક્ત ૧૮૩ રનમાં ૬ વિકેટ ગુમાવી દીધી
શૈફાલી વર્માના આઉટ થતાની સાથે જ ટીમ ઈન્ડિયાની એક પછી એક ચાર અન્ય વિકેટ પડી ગઈ હતી. મંધાના ૧૫૫ બોલ પર ૧૪ ચોગ્ગાની મદદથી ૭૮ રન બનાવીને આઉટ થઈ હતી. જે બાદ બેટિંગ માટે આવેલી શિખા પાંડે ખાતું ખોલ્યાં વિના જ પેવેલિયન તરફ પરત ફરી હતી. જે બાદ કેપ્ટન મિતાલીરાજ બેટિંગ માટે મેદાને આવી હતી પરંતુ તે પણ કંઈ ખાસ પ્રદર્શન કરી શકી ન હતી. મિતાલીરાજ ફક્ત બે રન બનાવીને જ પેવેલિયન તરફ પરત ફરી ગઈ હતી. જેના કારણે ટીમ ઇન્ડિયાએ ફક્ત ૧૮૩ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી.
ડેબ્યુ કરી રહેલી શૈફાલી વર્માએ ખૂબ શાનદાર પ્રદર્શન કર્યું હતું પરંતુ સેન્ચ્યુરીથી ચુકી ગઈ હતી.અગાઉ શૈફાલી ફક્ત ટી-૨૦ ફોર્મેટ રમી રહી હતી. પણ પ્રથમ મેચમાં જ જોરદાર બેટિંગ કરીને શૈફાલીએ ટેસ્ટ ફોર્મેટમાં પણ પોતાનું સ્થાન સુનિશ્ચિત કરી લીધું છે.
ટીમ ઇન્ડિયાને શૈફાલીના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. તેણે ૧૫૨ બોલમાં ૧૩ ચોગ્ગા અને ૨ છગ્ગા લગાવી ૯૬ રન બનાવ્યા હતા. શૈફાલીની વિકેટ કેટ ક્રોસે લીધી હતી. શૈફાલીએ મંધાનાની સસ્થે પ્રથમ વિકેટ માટે ૧૬૭ રનની ભાગીદાર કરી હતી. શૈફાલીના આઉટ થાય બાદ પૂનમ રાઉત મેદાનમાં ઉતરી હતી.
જો કે, અન્ય ૪ ખેલાડીઓ કંઈ ખાસ પ્રદર્શન નહીં કરી શકતા ટીમ ઇન્ડિયાની પરિસ્થિતિ હાલના સમયમાં ઇંગ્લેન્ડની સાપેક્ષે નબળી દેખાઈ રહી છે. હજુ ૨૦૦થી વધુ રનથી ટીમ ઇંગ્લેન્ડ આગળ ચાલી રહ્યું છે. જ્યારે ભારતીય ટીમ પાસે ફક્ત ૪ વિકેટ હાથમાં છે. જો પ્રથમ ઇનિંગમાં ટીમ ભારત મોટા સ્કોર સુધી પહોંચી ન શકી તો બીજી ઇનિંગમાં વાપસી કરવી એ કસોટી સમાન સાબિત થશે.
બ્રિસ્ટલની પિચ પ્રથમ દિવસના અંતમાં જ ટર્ન થવા લાગી હતી જેનો લાભ ટીમ ઇંગ્લેન્ડના બોલર્સને મળ્યો છે. ભારતીય બેટ્સમેનો પિચને સમજવામાં જાણે થાપ ખાઈ ગયા હોય તેવી રીતે ભારતની એક પછી એક વિકેટ પડી હતી.