ભારતની જીત માત્ર છ વિકેટથી જ દૂર, મેચ જીતી
ભારત સિરીઝ ઉપર પોતાનું પ્રભુત્વ ઊભું કરવાની તક
અબતક, સેંચુરિયન
હાલ ભારત-આફ્રિકા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ પેકિંગ પ્રથમ ટેસ્ટ મેચ રમાઇ રહ્યો છે જેમાં ભારત જીતથી માત્ર છ જ દૂર છે પરંતુ વાસ્તવિકતા એ છે કે ભારત જો આ પ્રથમ ટેસ્ટ મેચ જીતવા હોય તો ભારતના બોલરોએ એલગરને ઝડપી આઉટ કરવો ખૂબ જરૂરી છે અને વરસાદનું વિઘ્ન પણ ન નડવું જોઈએ. અત્યાર સુધીના જે દિવસે મેચ રમાયા છે તેમાં ભારતનું પ્રભુત્વ અનેરૂ રહ્યું છે અને ભારતના બોલરોએ ઘાતક બોલિંગ કરી આફ્રિકાને બેકફૂટ પર ધકેલી દીધું છે.ત્યારે ચોથા દિવસના અંતે પણ ભારતે આફ્રીકાની ચાર મહત્વપૂર્ણ વિકેટો પાડી મેચ ઉપર પ્રભુત્વ સ્થાપિત કર્યું છે જેમાં જસપ્રીત બુમરાએ 2 મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી. અરે નિર્ણાયક દિવસ ખૂબ જ મહત્વનો બની રહેશે જો આફ્રિકાએ મેચ જીતવો હોય તો તેને તેલ કરને આઉટ થાય તે પોસાય એમ નથી અને જો આફ્રિકા ભારતને જીતવા ન દેવા માંગતો હોય તો વરસાદ પડવો એ પણ આફ્રિકા માટે લાભદાયી સાબિત થશે પરંતુ વાસ્તવિકતા એ છે કે ભારતને માત્ર છ વિકેટની જ જરૂરિયાત છે. બીજી તરફ પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે વરસાદ પણ વિઘ્નો રૂપી સાબિત થયો હતો જેના પગલે બીજા દિવસથી રમત પણ ધોવાઇ ગઇ હતી ત્યારે બાકી રહેલા દિવસોમાં બંને ટીમ તરફના બોલરો દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે નિર્ણાયક દિવસ ખૂબ મહત્ત્વનો બને તે માટે બની રહેશે જેમાં આફ્રિકા ડ્રો કરાવવા માટે મહેનત કરશે તો સામે ભારત પ્રથમ ટેસ્ટમાં જીત હાંસલ કરી ઉપર પ્રભુત્વ મેળવવા માટેના પ્રયત્નો કરશે.