ન્યુઝીલેન્ડ સામેના વોર્મઅપ મેચમાં પૃથ્વી શોએ ફટકાર્યા ૧૫૦ રન: શિખર ધવન ઈજાગ્રસ્ત થતા ટેસ્ટ ટીમમાં ઓપનીંગ માટેની જગ્યા પર પૃથ્વીનો થઈ શકે છે સમાવશે
હાલ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સીરીઝ ૨-૧થી જીતી લીધેલી છે ત્યારે આગામી ૨૪ જાન્યુઆરીથી શરૂ થતી ન્યુઝીલેન્ડ સામેની પાંચ ટી-૨૦, ૩ વન-ડે અને ૨ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ જવા રવાના થશે. ટી-૨૦ની ટીમ જાહેર થઈ ગઈ છે ત્યારે ટેસ્ટ અને વન-ડે માટેની ટીમ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી ત્યારે બીજી તરફ ન્યુઝીલેન્ડ ખાતે રમાનાર વોમઅપ મેચમાં પૃથ્વી શોએ ૧૫૦ રન ફટકારી ન્યુઝીલેન્ડ સામે ૨૭૨ રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો ત્યારે ટેસ્ટ ટીમ માટે પૃથ્વી શોની પસંદગી કરવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ ભારતીય ટેસ્ટ ટીમમાં ઓપનીંગ જોડી વિશે અનેક ચર્ચા-વિચારણાઓ થઈ રહી છે.
શિખર ધવન ઈજાગ્રસ્ત થતાની સાથે જ પૃથ્વી શો માટે ઓપનીંગની તક ઉજળી બની છે જયારે બીજી તરફ પૃથ્વી શો ઓપનીંગ ખેલાડી તરીકે જ પ્રસ્થાપિત થયો છે. હાલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ૬ કલાકનો ફેર જોવા મળે છે જેથી જેટ લાઈટમાં ભારતીય ટીમે રમવું પડશે જે અત્યંત કઠિન સાબિત થઈ શકે છે. ભારતીય સમય પ્રમાણે ન્યુઝીલેન્ડ સામેનો મેચ બપોરનાં ૧૨:૩૦ કલાક એટલે કે ભારતીય ટીમ પ્રમાણે રમાશે. ૬ કલાકનો ફેર જોતાની સાથે જ ભારતીય ટીમે સમય આધારીત સજજ થવું પડશે અને તે અંતર્ગત ભારતીય ટીમે દિનચર્યા અમલી બનાવવી પડશે.
પૃથ્વી શોએ ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ઇન્ડિયા-અ માટે રવિવારે ૧૦૦ બોલમાં ૧૫૦ રન કર્યા હતા. શોએ પોતાની ઇનિંગ્સ દરમિયાન ન્યૂઝીલેન્ડ ઇલેવન સામે ૨૨ ફોર અને ૨ સિક્સ મારી હતી. ઇન્ડિયા-અ ૧૨ રને મેચ જીત્યું. તેવામાં શોને સીનિયર ટીમમાં સ્થાન મળી શકે છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટેસ્ટ અને વનડે ટીમની જાહેરાત આજે થશે. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે ૫ ઝ-૨૦, ૩ વનડે અને ૨ ટેસ્ટની સીરિઝ રમશે. પહેલી ટેસ્ટ ૨૧ ફેબ્રુઆરીએ વેલિંગ્ટનમાં અને બીજી ટેસ્ટ ૨૯ ફેબ્રુઆરીએ ક્રાઇસ્ટચર્ચમાં રમાશે. ઝ-૨૦ ટીમની અગાઉ જાહેરાત થઇ ગઈ છે. પૃથ્વી પોતાની અંતિમ ટેસ્ટ ઓક્ટોબર ૨૦૧૮માં વેસ્ટ ઇન્ડિઝ સામે રમ્યો હતો. તેણે પહેલી ઇનિંગ્સમાં ૭૦ અને બીજી ઇનિંગ્સમાં અણનમ ૩૩ રન કર્યા હતા. તેણે કુલ બે ટેસ્ટમાં ૧૩૪ રન કર્યા છે. હાલ વન-ડે અને ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી નથી ત્યારે સિલેકટરો હાર્દિક પંડયાનાં મુદ્દે સિલેકશન આગળ ઠલાવ્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે પૃથ્વી શોને ટેસ્ટ ટીમમાં સ્થાન મળે અને બેટીંગ લાઈનઅપને વધુ મજબુત બનાવી શકાય તે હેતુથી શોની પસંદગી કરવામાં આવે તેવું લાગી રહ્યું છે.