ઉદ્ભવીત થયેલી આર્થિક સંકટને લઈ દુબઈનાં અર્થતંત્રમાં ૧૧ ટકાનો ઘટાડો નોંધાય તેવી શકયતા

હાલનાં સાંપ્રત સમયમાં વિશ્ર્વ આખુ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે. ત્યારે સૌથી વધુ આર્થિક અસર કોઈ દેશને પડી હોઈ તો તે દુબઈ છે. વિશ્ર્વ આખાનું ટ્રાંઝીટ પોઈન્ટ એટલે દુબઈ અનેક વિધ રોકાણોના કારણે દુબઈની આર્થિક સ્થિતિ મજબૂત જોવા મળતી હતી, પરંતુ એસએન્ડપીનો દાવો છે કે ચાલુ વર્ષ એટલે વર્ષ ૨૦૨૦માં દુબઈનાં અર્થતંત્રમા ૧૧ ટકાનો ઘટાડો જોવાની શકયતા છે. કોઈ પર દેશની આર્થિક સ્થિતિમાં ૨ થી ૩ ટકાનો ઘટાડો નોંધાય તો પણ દેશને ઉથલ પાથલની સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. ત્યારે હાલની પ્રર્વતીત સ્થિતિ ને ધ્યાને લઈ દુબઈનું નાવડુ ડુબી જશે તેવી સ્થિતિ જોવા મળશે તો નવાય નહિ.

દુબઈ કે જે આર્થિક રીતે કટોકટીનો સામનો કરી રહ્યું છે. તેનું એક કારણ કોરોના પણ છે, દુબઈ આખુ ઓઈલ ઈકોનોમી ઉપર આધારીત છે. તો બીજી તરફ બેરલનો ભાવ નીચે જતાની સાથે જ દુબઈ આર્થિક રીતે પડી ભાંગ્યું હોઈ તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. દુબઈનો વિકાસ ત્યારે જ શકય બની શકે છે. જયારે વિદેશી લોકો દુબઈમાં આવી રોકાણ કરે તો આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. પરંતુ વૈશ્વિક રીતે હાલ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે. તે જોતા હાલ આ શકય બને તેવું લાગતુ નથી.

દુબઈએ વૈશ્ર્વિક સ્તરે રોકાણકારોને આકર્ષવા માટે દુબઈ ૨૦૨૦નો એકક્ષપો કરવાનો નિર્ણય કર્યો હતો. જેના ભાગરૂપે દુબઈએ અબજો રૂપીયાનો ખર્ચ પણ કર્યો છે. પરંતુ હાલ કોરોનાની વિકટ પરિસ્થિતિના કારણે દુબઈ ૨૦૨૦ એકસ્પોનું સ્થાન રોળાઈ ગયું હોઈતેવું લાગે છે. ત્યારે દુબઈ દ્વારા કરવામાં આવેલા ખર્ચનું વળતર કેવી રીતે એકત્રીત કરવું તે પણ એટલું જ જરૂરી છે. અબજો રૂપીયાનાં ખર્ચની સામે ક્રુડ ઓઈલનાં ભાવમાં કડાકો થતા આર્થિક ક્ષેત્રે દુબઈ પછડાણુ હોઈ તેવું લાગી રહ્યું છે. હાલની સ્થિતિને જોતા દુબઈથી લોકો બહાર નીકળી રહ્યા છે. બીજી તરફ દુબઈ ટુરીઝમ ઉપર પણ મદાર રાખે છે. ત્યારે કોરોનાની સ્થિતિ જોતા હાલ દુબઈ ટુરીઝમને પણ મોટો ફટકો પહોચ્યો છે. વૈશ્ર્વિક સ્તર પર અમેરિકા અને ચીનનાં ટ્રેડવોરથી પણ દુબઈ અસરગ્રસ્ત થયું છે. દુબઈ ઓઈલ ઈકોનોમી હોવાથી તેનો મદાર મુખ્યત્વે ઈરાન ઉપર રહેલો હતો, પરંતુ જગત જમાદાર અમેરિકા અને ચીન વચ્ચેનાં વ્યાપારીક યુધ્ધનાં પગલે ઈરાનને ઘણી અસર પહોચી હતી, જેના પરિણામે દુબઈમાં પણ આર્થિક સ્થિતિનું નકારાત્મક અવલોકન કરવામાં આવ્યું છે.

દુબઈ ટ્રાન્ઝીટ પોઈન્ટની સાતે ફ્રી પોર્ટ હોવાથી વિશ્વ આખાનું રોકાણ દુબઈમાં જોવા મળે છે. પરંતુ હાલ તે પણ શકય નથી.

દુબઈમાં એઆર કંપનીનાં કારણે ઘણી ખરી રીતે આર્થિક સહકાર દુબઈને મળે છે. પરંતુ આ વૈશ્ર્વિક મહામારીનાં કારણે એમાર કંપની આવકમાં ૩૦ થી ૪૦ ટકાનો ઘટાડો નોંધાય તેવી શકયતા સેવાઈ છે. બીજી તરફ અન્ય આવકનાં શ્રોતમાં પણ ૧૫ થી ૨૦ ટકાનો ઘટાડો જોવા મળશે તેવી શકયતા સેવાઈ છે. એસએન્ડપી કંપનીનું માનવું છે કે, દુબઈનાં અર્થતંત્રને ૧૧ ટકાનો ફટકો પડશે. ચાલુ વર્ષે ૨૦૨૦માં જે દુબઈ માટે માઠા સમાચા રૂપ સાબીત થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.