આધુનિક ટેકનોલોજીના આ યુગમાં સતત અવનવી ટેકનીકો શોધાઈ રહી છે. હાલમાં આ ટેકનીકો માનવ જીવનનું એક અભિન્ન અંગ બની ગઈ હોય તેના ઉપયોગ અત્ર, તત્ર, સર્વત્ર થઈ રહ્યો છે. દેશનું અર્થતંત્ર હાલ મંદીના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. ત્યારે કેન્દ્રની મોદી સરકારે ટેકનોલોજીનો મહતમ ઉપયોગ કરીને ’ડીજીટલ રોડ મેપ’ બનાવીને દેશના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન ડોલરે પહોચાડવા કમર કસી છે. જેમાં ચાર ટેકનોલોજીનો મહતમ ઉપયોગ થનારો છે.
મોબાઈલ પર ઈન્ટરનેટ ઉપલબ્ધ થવાથી દેશમાં ડીજીટલ ક્રાંતી આવી છે. મોબાઈલ ઈન્ટરનેટથી બેંકીંગથી લઈને શિક્ષણ અને મનોરંજન સુધીની તમામ વસ્તુઓ સ્માર્ટ મોબાઈલમાં ઉપલબ્ધ થઈ છે.
મોબાઈલ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ આ સુવિધા ઈન્ટરનેટની સુપર ફાસ્ટ ગતિને આધારિત બની છે. જેના કારણે રોજીંદા કાર્યોને સરળ બનાવવાનો લક્ષ્યાંક રાખેલી ટેકનીકોમાં વધારો કર્યો છે. આવી અતિમહત્વપૂર્ણ ચાર ટકેનીકો છે કે જેનાથી દેશના અર્થતંત્રને ઝડપી વિકાસ શકય બની શકે તેમ છે.
જેમાં પ્રથમ ટેકનીક છે ઓટીટી પ્લેટ ફોર્મ નેટફલીકસ, એમેઝોન પ્રાઈમ, હોટસ્ટાર વગેરે જેવા મનોરંજન પ્લેટફોર્મ વર્ષ ૨૦૨૩ સુધીમાં વિકસીને ૨૧.૮૨ ટકા સુધીને ૧.૭ બીલીયન ડોલરના વેપારને આંબી જવાની સંભાવના છે. આ ઓટીટી પ્લેટફોર્મ માટે ફાસ્ટ મોબાઈલ ઈન્ટરનેટ કનેકશન પાયાની જરૂરીયાત સમાન છે. જયારે બીજી ટેકનીક છે યુપીઆઈ ઓનલાઈન મોબાઈલ બેંકીંગ, યુપીઆઈ કે જેને યુનીફીલ્ડ પેમેન્ટ ઈન્ટરફેસ છે જેના ગ્રાહકો ગમે ત્યાંથી બેંકીંગ વ્યવહારો કરી શકે છે. જૂન ૨૦૧૯માં ૭૫૪.૫૪ મીલીયન લોકોએ ૧,૪૬,૫૬૬.૩૫ કરોડ રૂા.નું પેમેન્ટ યુપીઆઈથી કર્યું હતુ જેના માટે પણ સ્માર્ટ મોબાઈલ ફોન અને સારૂ ઈન્ટરનેટ કનેકશન જરૂરી છે. ત્રીજુ ટેકનીક છે. ઈ પાઠશાળા એનસીઈઆરટીનું ઈ. પાઠશાળા વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓને માટે અતિ સહાયરૂપ પૂરવાર થઈ રહી છે. આ ટેકનીકના કારણે વિદ્યાર્થીઓ જે શિક્ષકોને એક સાથે ઘણા બધા પુસ્તકો સાથે લઈ જવાની જરૂરીયાત રહેતી નથી ઈ-પાઠશાળામાં દરેક વર્ગોના પુસ્તકો, સિલેબસના ઓડીયો, વિડીયો, પ્રશ્ર્નાવલી બેંક ઉપલબ્ધ છે. જેનો વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ ગમે ત્યાં ઉપયોગ કરીને અભ્યાસ કરી શકે છે. જયારે ચોથી ટકેનીક છે સુપર ફાસ્ટ મોબાઈલ ઈન્ટરનેટ ફોર જી દેશમાં મોબાઈલમાં ફોરજી ટેકનોલોજી ૨૦૧૮માં આવ્યા બાદ તેના ડેટા ટ્રાફીકમાં ૧૦૯ ટકાનો ઉછાળો આવ્યો છે.
એરટેઈલ એલટીઈ ૯૦૦ અતિ લોકપ્રિય ફોરજી ઈન્ટરનેટ સેવા બની છે કે જે ઘરની અંદર પણ સુપર ફાસ્ટ ઈન્ટરનેટ સેવા પૂરી છે. વિશ્ર્વભરમાં ઈન્ટરનેટના યુઝરની સંખ્યા ૩.૮ બીલીયને પહોચી છે. તેમાં ૧૨ ટકા ભારતીયોનો સમાવેશ થાય છે. આવી બીજી ઘણી ટેકનોલોજીઓ દેશના ડીજીટલ રોડમેપને તૈયાર કરી રહી છે. આ ડીજીટલ રોડમેપ દ્વારા મોદી સરકારરે વર્ષ ૨૦૨૪ સુધીમાં પાંચ ટ્રીલીયન ડોલરની ઈકોનોમીને પહોચવાનું લક્ષ્યાંક રાખ્યું છે. જો આ ટેકનીકોનો સફળતા પૂર્વક ઉપયોગ થાય તો આ લક્ષ્યાંક અધરૂ નથી.