આજે દીપુનો ૩રમો બર્થ ડે: કોપન હેગનમાં થયો હતો જન્મ

આજે દીપિકા પડુકોનનો ૩રમો બર્થ ડે છે. તેનો જન્મ તારીખ પ જાન્યુઆરી ૧૯૮૬ ના રોજ કોપન હેગનમાં થયો હતો.

જન્મ દિવસે દિપીકા કો-સ્ટાર રણવીર સિંઘ સાથે સગાઇ કરશે તેવી અફવા છે જો કે તેને સગાઇ કરવી પરવડે નહીં. ફિલ્મ પદ્માવત રીલીઝ આરે છે.

રણવીર  તો શ્રીલંકામા છે. કદાચ દીપિકા પણ ત્યાં પહોંચી ગઇ છે. એટલે બંને સગાઇ કરવાના હોવાની ચર્ચા ચગીછે.

ઓમ શાંતિ ઓમ થી શરુઆત કરનારી દીપિકાનો ફિલ્મોગ્રાફ ઉંચે ચઢી રહ્યો છે. તેણે હોલીવુડમાં પણ એક ફિલ્મ કરી છે. ઘણી બધી બ્રાંડને એન્ડોર્સ કરે છે. આ સ્થિતિમાં તે સગાઇ કરવાનું જોખમ ખેડે નહીં.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ઘડિયા લગ્ન બાદ દીપિકા રણવીરની સગાઇની અફવા ચગી છે. તેમાં પણ બંને દેશની બહાર હોવાથી અફવા વધુ ચગી હતી.

જે પણ હોય, અગર બંને આજે સગાઇ કરી લે તો કંઇ ખોટું નથી કેમ કે દીપુ માટે તો પ જાન્યુઆરી યાદગાર દિવસ છે.

દીપિકા-રણવીર ઉપરાંત સોનમ કપુર આનંદ આહુજા અને રીચા ચઢ્ઢા, અલી ફઝલ પણ આ વર્ષે લગ્નના બંધનમાં બંધાઇ જશે તેવી અટકળો ચાલી રહી છે.

આમ પણ વિદેશમાં જઇને સગાઇ કે લગ્ન કરી લેવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે હેપ્પી બર્થ ડે દીપિકા

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.