હાઇકોર્ટે રાજ્ય સરકાર અને જૂનાગઢ મનપાને નોટીસ ફટકારી : શબરીમાલા અને વૈષ્ણોદેવી મંદિરની સ્વચ્છતા જોઈ બોધપાઠ લેવા સલાહ
સૌરાષ્ટ્રની ધરોહર સમાન અને લાખો લોકોની આસ્થાનું પ્રતીક ગરવા ગિરનાર અને તેની અંબિકા તેમજ દત્તાત્રેય ટૂંક પર સ્વચ્છતા જળવાતી ન હોય તેવી પીઆઈએલ ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. જે મામલે હાઇકોર્ટએ રાજ્ય સરકાર અને જૂનાગઢ મનપા પાસે જવાબ માંગ્યો છે.
જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ગંદકી મુદ્દે હાઇકોર્ટમાં પિટિશન દાખલ થઈ છે, જેના પર સુનાવણી દરમિયાન કોર્ટે આદેશ આપ્યો કે ગિરનાર પર્વત પર તત્કાલ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે. જેમાં પ્લાસ્ટિક સહિતની ગંદકીની તાત્કાલ સફાઈ કરવા હાઈકોર્ટે આદેશ કરવામાં આવ્યો છે.
સરકારે હાઈકોર્ટને ઠપકો આપતા કહ્યું કે તમારે શબરીમાલા અને વૈષ્ણોદેવી મંદિરની સ્વચ્છતા જોઈને બોધપાઠ લેવો જોઈએ. આ સાથે હાઇકોર્ટે એ પણ જણાવ્યું કે સ્વચ્છતા મુદ્દે બાંધછોડ ચલાવી લેવાય નહીં.
હાઇકોર્ટે ચીફ સેક્રેટરી, જૂનાગઢ મનપા અને જૂનાગઢ કલેક્ટરને નોટિસ ફટકારી છે. આ કેસમાં હાઈકોર્ટમાં પિટીશન દાખલ થઈ હતી.જેમાં પ્રાકૃતિક સ્થળો પર પ્લાસ્ટિકથી ફેલાતી ગંદકીને કારણે નુકસાન થતુ હોવાની રજૂઆત કરાઈ હતી. જેમાં ગિરનાર પરના અંબાજી મંદિર તેમજ દત્તાત્રેય મંદિરની આસપાસ વધુ ગંદકી હોવાની રજૂઆત કરાઈ હતી. તેને તાત્કાલીક ધોરણે ગંદકી દૂર કરવા અંગે સૂચના આપવામાં આવી છે.
પ્રાકૃતિક સ્થળો પર કોઈપણ પ્રકારની સ્વચ્છતા મુદ્દે બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં: હાઇકોર્ટ
જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા દત્તાત્રેય અને અંબાજી મંદિરની આસપાસ ગંદકી મુદ્દે જે હાઇકોર્ટમાં પિટિશન ફાઈલ થઈ છે તેમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં સુનાવણી દરમિયાન હાઇકોર્ટે આદેશ આપ્યો છે કે, તાત્કાલિક ધોરણે ગિરનાર પર્વત પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે. તેમજ પ્રાકૃતિક સ્થળો પર કોઈપણ પ્રકારની સ્વચ્છતા મુદ્દે બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં.વિશ્વપ્રસિદ્ધ ગિરનાર પર્વત ઉપર ગંદકી મુદ્દે જે જાહેરહિતની અરજી હાઇકોર્ટમાં ફાઇલ કરવામાં આવી છે. તેમાં અરજદાર દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી. તે રજૂઆતને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે તાત્કાલિક ધોરણે સફાઈ અભિયાન હાથ ધરવા માટે આદેશ આપ્યો છે. જેમાં પ્લાસ્ટિક સહિતની ગંદકીની તત્કાલ સફાઈ કરવાનું કહેવામાં આવ્યું છે.
ગંદકીના ગંજથી દર્શનાર્થીઓને ભારે હાલાકી
આ ગંદકીના કારણે અંબાજી મંદિર અને દત્તાત્રેય મંદિરના મુલાકાતીઓને લીધે જે તકલીફ પડી રહી છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. શબરીમાલા અને વૈષ્ણોદેવી પ્રકારની સાફસફાઈની યોગ્ય વ્યવસ્થા ગુજરાતના ધાર્મિક સ્થળોમાં પણ કરવામાં એવી હાઇકોર્ટે ટકોર કરી હતી.
શ્રદ્ધાળુઓના આરોગ્ય પર જોખમ ઉભું થવું જોઈએ નહીં
મહત્વનું છે કે ગિરનાર પર્વત પર આવેલા દત્તાત્રેય અને અંબાજી મંદિર આસપાસ જામેલા કચરાના ઢગલા અને બિનઆરોગ્યપ્રદ વાતાવરણના મુદ્દે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદારે રજૂઆત કરી હતી કે અનેકવાર જૂનાગઢ કલેક્ટર ચીફ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં અનેક રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલા લેવામાં આવ્યા નથી. પવિત્ર ધાર્મિક સ્થાનો આસપાસની આ સ્થિતિના લીધે દર્શનાર્થીઓ અને શ્રદ્ધાળુઓના આરોગ્ય સામે પણ ગંભીર જોખમ ઊભું થઈ રહ્યું છે.