અબતક, નવીદિલ્હી
ક્રિપ્ટકરન્સી ને લઇ અનેક નવી વાતો સામે આવી રહી છે ત્યારે સૌથી વધુ રોકાણકારો દ્વારા જે રીતે રોકાણ કરવામાં આવ્યું છે તો માં તેને ધ્યાને લઇ એ વાત પણ સામે આવતી હતી કે આગામી શિયાળુ સત્રમાં આ અંગેનો ડ્રાફટ બિલ રજૂ કરવામાં આવશે અને કદાચ ક્રિપ્ટો કરન્સી ને ભારત દેશમાં માન્યતા પણ મળશે પરંતુ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ના ગવર્નર શક્તિકાન્ત દાસ એ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો ક્રિપ્ટકરન્સી ને માન્યતા મળશે તો તે નાણાકીય અસ્થિરતા ફેલાવસે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરે ફરી એક વખત જણાવ્યું છે કે દેશની આર્થિક અને નાણા બજારની સ્થિરતાના કારણે એક સેન્ટ્રલ બેંક તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને તેની સામે ગંભીર ચિંતાઓ છે.બ્લોકચેઈન ટેકનોલોજી દસ વર્ષથી છે અને તે ટેકનોલોજી ક્રીપ્ટોકરન્સી સિવાય પણવિકાસ પામી શકે એમ છે.
બ્લોકચેન ટેકનોલોજી 10 વર્ષ જૂની પદ્ધતિ છે , જે ક્રિપટો વગર પર વિકસિત થઈ શકે છે : શક્તિકાંત દાસ
છેલ્લા કેટલાક વર્ષોથી રિઝર્વ બેન્કે ક્રીપ્ટોકરન્સી અંગે કડક વલણ અપનાવેલું છે. વર્ષ 2018માં એક સર્ક્યુલર હેઠળ નાણા સંસ્થા અને બેંકોને ક્રીપ્ટોકરન્સી સાથે જોડાયેલા વ્યવહારો ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, આ સર્ક્યુલર સુપ્રીમ કોર્ટે રદ્દકરવાનો આદેશ આપ્યો હતો.
બીજી તરફ આરબીઆઈના ગવર્નર એ સ્પષ્ટ માહિતી આપતા જણાવ્યું હતું કે બ્લોકચેન ટેકનોલોજી છેલ્લા દસ વર્ષથી કાર્યરત છે આ ટેકનોલોજી ગઈકાલે આવેલી હોય તેવું નથી જેથી આ ટેકનોલોજી વધુને વધુ સારી રીતે વિકસિત થઇ શકે છે કોઈપણ ક્રિપટો વગર. સ્ટેન્ડીંગ કમિટી ફાઇનાન્સ ના તજજ્ઞો દ્વારા એ વાતની માહિતી આપવામાં આવી હતી કે વર્ચ્યુઅલ કરન્સી ક્રિપટો એ તેના વિનિમય માંથી સહેજ પણ મૂકી શકાય તેમ નથી ત્યારે તેને માન્યતા આપવા માટે યોગ્ય નીતિ નિયમો બનાવવા અનિવાર્ય છે. ત્યારે આ તમામ ચર્ચા ના ભાગરૂપે એ વાત સામે આવી છે કે શું ક્રિપટો કકળાટ લઈ આવશે.