ચા-પાણી, શરબત અને મોઢા મીઠા કરવાની આપણી પરંપરાથી ખાંડ હંમેશા સૌની પ્રિય રહી છે પણ મહામારી દરમિયાન પ્રસંગો મહેમાન નવાજી અને હરખમાં આવેલી ઓટથી ખાંડના વપરાશમાં ડાયાબિટીસ આવી ગઇ હોય તેમ મિઠાશની કડવાશ વધી ગઇ હોય તેમ ખાંડના વપરાશમાં 5 ટકાનો ઘટાડો થયો છે. અને વપરાશ હજુ ઘટશે.
ભારતમાં 2020-22ના આગામી સમયમાં ખાંડની ખપતમાં ઘટાડો આવશે. મહામારીને ખાંડ ઉદ્યોગમાં 2.6 મિલિયન ટનના કારોબારમાં મોટી કપાત આવશે. કોમોડિટીમાં મહત્વની ગણાતી ખાંડના કારોબારમાં દેશવ્યાપી કાપ આવશે. શ્રી રેણુકા સુગરના પ્રમુખ રવી ગુપ્તાએ એક વેબીનારના સંબોધનમાં જણાવ્યું હતું કે 2019-20ના ખાંડના વપરાશમાં 26.11 મિલિયન ટનના બદલે 25.03 ટન સુધી 3 ટકાની ઘટ આવી છે.
2020-21માં પરિસ્થિતી અને સંજોગોને લઇ ધંધા-રોજગારમાં લોકડાઉન, પ્રસંગોમાં કાપ, જાહેર કાર્યક્રમો, સામાજીક-ધાર્મિક પ્રસંગો બંધ થવાથી લઇ મિઠાઇ, પકવાન, આઇસ્ક્રીમ, ઠંડા-પીણાંના વેપારમાં 60 ટકા જેટલો ઘટાડો થયો છે. મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધુ ખાંડ વેચનાર બીજા નંબરનું રાજ્ય છે જેના ઉત્પાદનમાં અને વેંચાણમાં 36 ટકાનો ઘટાડો થયો છે.
2020-21 સરખામણીએ 2021-22માં ખાંડનું વપરાશ ઘટશે. મહારાષ્ટ્ર કોર્પોરેટ સુગર મિલના સંજય ઠક્કરે જણાવ્યું હતું કે ખાંડનું ઉત્પાદન વધે છે પરંતુ તેનો વપરાશ ઘટવાનો અસર દેશમાં દેખાશે.
વાર્ષિક ખાંડની ઘટ 208 લાખ ટનથી વધીને 256 લાખ ટન સુધી જશે. આગામી વર્ષે સરેરાશ વપરાશ વૈશ્ર્વિક ધોરણે વ્યક્તિગત રીતે 23.5 કિલોથી ઘટીને ભારતમાં 19 કિલો સુધી જશે અને આ કારણે ખાંડના વપરાશમાં 5 ટકાનો ઘટાડો થશે.