ઠંડી વધતા લંડનમાં જડબેસલાક લોકડાઉન લદાયું
કોરોના હાલ જે રીતે વિશ્વ આખા ઉપર તબાઈ મચાવી રહ્યું છે ત્યારે શિયાળાની ઋતુ પણ શરૂ થવામાં ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે સૌથી મોટી તકલીફ તો એ ઉદભવિત થઈ છે કે કોરોના વાયરસ શિયાળામાં કેવો ભાગ ભજવશે. વાયરસ જયારે ભારત દેશમાં અથવા તો વિશ્વ આખામાં પ્રસર્યો હતો ત્યારે એ વાતની સ્પષ્ટતા થતી હતી કે વાયરસ ગરમીના કારણે વધુ નહીં ફેલાય પરંતુ ચિત્ર સ્પષ્ટરૂપથી ઉલ્ટુ સામે આવ્યું હતું ત્યારે વિશ્વ આખું ચિંતાતુર બન્યું છે કારણકે શિયાળાની ઋતુ શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે તેને ધ્યાને લઈ આગામી સમયમાં કોરોના કેવો ભાગ ભજવશે તે સૌથી મોટો ચિંતાનો વિષય બન્યો છે. આ તમામ સ્થિતિને ધ્યાને લઈ લંડનમાં જડબેસલાક લોકડાઉન લાદવામાં આવ્યું છે.
લંડનના પ્રાઈમ મિનિસ્ટર બોરીસ જોનસનના જણાવ્યા મુજબ કોરોના વાયરસની બીજી વેવ આવવાના પગલે લોકડાઉન લાદવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે. ગત વર્ષ ચાઈનાથી ઉદભવિત થયેલા કોરોના વાયરસે વિશ્વભરમાં લાખો લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે જેને લઈ યુરોપમાં કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ૪૩,૧૫૫એ પહોંચી છે જે યુરોપમાં સૌથી વધુ મૃત્યુ હોવાનું પણ સામે આવ્યું છે. બીજી તરફ લોકડાઉન આવવાની સાથે જ આર્થિક, સામાજીક પ્રશ્નો પણ એટલા જ અંશે ઉદભવિત થયા છે. બીજી તરફ ભારત દેશની વાત કરવામાં આવે તો થોડા દિવસોથી મુંબઈ શહેરમાં કોરોનાના કેસો પણ વ્યાપક પ્રમાણમાં વઘ્યા છે. શિયાળાની ઋતુ હોવાથી જે વાયરસ અને જમ્સનું પ્રમાણ વધુ પ્રમાણમાં જોવા મળતું હોય છે કે જે હવાના અભાવે સહેજ પણ તે પ્રવાસ કરી શકતુ નથી જેથી એ વાતની પણ શકયતા રહે છે કે શિયાળા માસમાં કોરોનાના કેસો વધી શકે છે. હાલ તંત્ર વિશે જો માહિતી એકત્રિત કરવામાં આવે તો તમામ પ્રકારની સુવિધાઓ હાલ ઉભી કરવામાં આવી છે જેથી જો કોરોનાના કેસોમાં વ્યાપક વધારો થાય તો તેને પહોંચી વળવા તંત્ર સમર્થ રહે.
યુરોપના દેશોમાં ઠંડી સૌથી વધુ પ્રમાણમાં હોવાના કારણે સૌથી વધુ ડર એ સતાવતો હોય છે કે શિયાળાના સમયગાળામાં કોરોનાના કેસો વધુ પ્રમાણમાં જોવા મળી શકે છે અને લોકો પણ સૌથી વધુ સંક્રમિત થઈ શકે છે. ડબલ્યુએચઓ દ્વારા જે ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે કે જો કોઈપણ કામ ન હોય તો ઘરની બહાર ન નિકળવું. આ મુદાને લોકો ગંભીરતાપૂર્વક પોતાના જીવનશૈલીમાં અપનાવશે તો કેસો પૂર્ણત: ઘટી શકે તેવું ચિત્ર પણ સામે આવશે. વિશ્ર્વ આખુ કોરોનાની રસી શોધવા માટે મથી રહ્યું છે ત્યારે આવનારા ૪ માસ કોરોનાથી બચવા માટે લોકો એટલા જ જરૂરી છે ત્યારે સાવચેતી અને સલામતી રાખવી લોકોમાં અત્યંત જરૂરીયાત ઉભી થતા તેને અનુસરવું અનિવાર્ય બન્યું છે.
સરકાર આવનારા જુલાઈ માસમાં કોરોનાની રસી ૨૦ થી ૨૫ કરોડ લોકો સુધી પહોંચાડવા માટેનો લક્ષ્યાંક રાખ્યો છે ત્યારે તેને વધુને વધુ છેવાડા સુધી પહોંચાડી શકાય તે માટેની તૈયારીઓ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. હાલની સ્થિતિ પર જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો ઓકિસજન ઉપર જે કોરોનાના દર્દીઓ રહેતા હોય તેનો આંકડો દિન-પ્રતિદિન ઘટી રહ્યો છે જે ખરાઅર્થમાં એક સારા સમાચાર પણ માનવામાં આવે છે પરંતુ આવનારા ૪ મહિના વાયરસ શું ભાગ ભજવશે તે જાણવું અત્યંત જરૂરી છે પરંતુ હજુ સુધી તબીબો તેના લક્ષણ કેવા રહેશે તેને ઓળખવામાં અથવા તો તેને પારખવામાં નિષ્ફળ નિવડયા છે ત્યારે જોવાનું એ રહ્યું કે શિયાળાના ચાર માસ લોકો માટે તેની સાવચેતીને બરકરાર રાખવા માટે અત્યંત જરૂરી અને મહત્વપૂર્ણ છે.