ઉપલેટા-જામજોધપુર અને માં ઉમિયાના ધામ સીદસર ખાતે નિકળેલા હાર્દિક પટેલે સૌરાષ્ટ્રના પવિત્ર યાત્રાધામ તોરણીયા નકલંકધામ ખાતે પુ.રામદેવપીરજીના મંદિર ખાતે માથું ટેકવ્યું હતું.
હાર્દિક પટેલના નકલંકધામ તોરણીયા ખાતેના આગમનથી તોરણીયાધામનાં મહંત પૂ.રાજેન્દ્રદાસ બાપુએ હાર્દિક પટેલ, પાસના સૌરાષ્ટ્રનાં ક્ધવીનર લલીતભાઈ વસોયાનું ઉષ્માભેર સ્વાગત કરી તેમના ગળામાં દ્વારીકાધીશનો મંગલ ખેસ પહેરાવી જે સંકલ્પ સાથે નિકળ્યા છે તે સંકલ્પ-મનોકામના સિધ્ધ થાય તેવા આશીષ પાઠવ્યા હતા.
ધોરાજી ખાતે પાસના ક્ધવીનર લલીતભાઈ વસોયાના ઘરે હાર્દિક સમય વિતાવ્યો હતો. જયાં પત્રકારો સાથે વાતચીતમાં જણાવેલ કે ગુજરાતમાં ભા.જ.પા. સરકારનાં દમન સામે લડીશું. વર્તમાન સરકાર સામે લડવા ગુજરાતનાં ગામડે-ગામડે જઈ જાગૃતિ લાવીશું. ગુજરાતની જનતા સાચુ શું ખોટું શું તે ઓળકી ગઈ છે.
આગામી ચૂંટણી વિશે શું કરવું તેના મેસેજ આપવાની જરૂર નથી જે તાલુકા અને જિલ્લાની ચૂંટણીમાં થયું હતું એ જ વિધાનસભામાં થશે. ભા.જ.પા. સરકાર સામે અમારી લડાઈ છે. આજે માત્ર પાટીદાર જ નહીં વિવિધ જ્ઞાતીઓ, વિદ્યાર્થીઓ, યુવાનો, બેરોજગારો, ખેડૂતો, વેપારીઓ બધા અન્યાયનો સામનો કરી રહ્યાં છે.
ધોરાજીમાં જિલ્લા પંચાયત સદસ્ય મનોજભાઈ, કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ રાખોલીયા સહિતએ હાર્દિકનું ધોરાજીમાં અભિવાદન કર્યું હતું.