કાપડ ઉદ્યોગ લગભગ એક વર્ષથી ઓછી માંગ સાથે સંઘર્ષ કરી રહ્યો છે પરંતુ હવે આશા જાગી છે કે આ ઉદ્યોગ ફરી બેઠો થશે. જેની પાછળનું મુખ્ય કારણ છે કે, માંગમાં જે વધારો નોંધાયો છે તેનાથી કાપડ બજારમાં પ્રાણ પૂરાયા છે. અને ચાઇનાએ પણ ભારત પાસેથી ખુબજ મોટા પ્રમાણમાં કપાસનો ઓર્ડર આપ્યો છે.
ચાઈનાએ ગયા મહિને આશરે 300 ક્ધટેનર યાર્ન ખરીદ્યું: સ્થાનિક બજારમાં માંગમાં વધારો
ગયા મહિને ચીને 6,000 ટન સુતરાઉ યાર્નની ખરીદી અને ઘણા મોટા ખેલાડીઓ દ્વારા નવા ઓર્ડરને કારણે છે. ગુજરાતમાં સ્પિનિંગ મિલો લગભગ 80% ક્ષમતા પર ચાલી રહી છે અને આગામી થોડા મહિનામાં માંગ સ્થિર રહેવાની ધારણા છે. છેલ્લા મહિને સ્થાનિક બજારમાં પણ માંગમાં સુધારો જોવા મળ્યો છે કારણ કે કપાસના ભાવ સ્થિર થયા છે. ગુજરાતમાં 125 થી વધુ સ્પિનિંગ મિલો છે અને તેમની સ્થાપિત ક્ષમતા 45 લાખથી વધુ સ્પિન્ડલ છે.
કપાસના ભાવ રૂ. 55,000 -55,500 પ્રતિ કેન્ડી આસપાસ સ્થિર છે અને બજારમાં આવક સારી રહી છે. યાર્નના ભાવ રૂ. 235-237 પ્રતિ કિલો છે અને હજુ પણ થોડા ઊંચા ભાવ હોવા છતાં, નિકાસ ઓર્ડર વધુ આવતા થયા છે. ચીને ગયા મહિને લગભગ 300 ક્ધટેનર (લગભગ 6,000 ટન) યાર્ન ખરીદ્યા હતા. તેનો મોટાભાગનો પુરવઠો ગુજરાતમાંથી આવે છે. ઘણી વૈશ્વિક બ્રાન્ડ્સે પણ ઓર્ડર આપવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા મહિનાથી સ્થાનિક બજારમાં પણ માંગમાં સુધારો જોવા મળી રહ્યો છે.
અમદાવાદના વેપારીઓ માંગની સ્થિતિમાં સુધારો થવાને કારણે આત્મવિશ્વાસ સાથે ગ્રે ફેબ્રિકની ખરીદી કરી રહ્યા છે. કપાસના ભાવમાં પણ થોડી સ્થિરતા જોવા મળી છે અને તેના કારણે માંગ વધી છે. સમગ્ર ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનમાં મુખ્યત્વે ઇન્વેન્ટરીના ઢગલાનાં કારણે ઓછી માંગ જોવા મળી છે. ઇન્વેન્ટરીના સ્તરમાં ઘટાડો થતાં, માંગ ફરી વધી છે.