‘ટીકટોક’ના મહતમ વપરાશકર્તા ભારતીયોની ચીન પ્રત્યેની સુગથી આ એપ્લીકેશનના ઉપયોગમાં ધરખમ ઘટાડો થતા કંપની ચિંતામાં : કંપનીએ જાહેર કરવુ પડયુ કે ચીન સાથે કોઇ લેવા દેવા નથી
આજના સમયમાં લોકો સોશ્યલ મીડીયાનો ઉપયોગ કરવા પાછળ ગાંડા થયા છે. તેમાં પાછુ કોરોના વાયરસથી ભારતમાં લોકડાઉન થયું હતું જેનાથી કામ ધંધાર્થી બંધ હતા. ત્યારે પોતાની સમય પસાર કરવા માટે લોકો સોશ્યલ મીડિયાનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં કરવા વાગ્યા હતા. ફેસબુક, વોટસએપ, ઇન્સ્ટાગ્રામ ઉપયોગ થતો. હવે તેમાં બીજા ટીકટોક-હેલો બાયકસ જેવી એપ્લીકેશનનો સમાવેશ પણ થયો છે. અત્યારના સમયમાં ભારત દેશમાં ચાઇનીઝ એપ ટીકટોકની ખૂબ જ કેઝ જોવા મળી રહી છે. લોકો આ ચેપનો ઉપયોગ કાંઇપણ વિચાર્ય વગર કરે છે. થોડા સમયથી ભારત અને ચાઇના બોર્ડર પર જે તંગદીલી થઇ છે. તેનાથી ભારતના લોકો ચાઇનીઝ પ્રોડકટની બહિષ્કાર કરવા લાગ્યા છે. જેની માડી અસર ટીકટોક પર પણ જોવા મળી હતી.
ટીકટોકએ ચાઇનીઝ સીટી વિડિયો ક્ધટેન્ટ એપ્લીકેશન છે. જેમાં લોકો પોતાનું ક્ધટેન્ટ બનાવીને વીડિયો મુકે શકે છે. જે બનાવવા માટે ભારત તેમજ બીજા દેશોમાં આ એપ્લીકેશનની ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં કરવા લાગ્યા છે. ભારતમાં થોડા સમય પહેલા ટીકટોક યુઝર્સ અને યુપ્યુબ યુસર્ઝ ટીકટોકના ક્ધટેન્ટ વિશે વિડિયો બનાવીને વખોડયું હતું. જેનાથી ટીકટોકને પોતાના મોબાઇલ માંથી રીમુવ કરવા લાગ્યા હતો આ વોર કવોલીટી ક્ધટેન્ટ પર આધારીત હતી.
ચાઇનીઝ ટેકનોલોજી મેગેમીનના એકસદેવાયમાં જણાવ્યું હતુ કે બાઇટડાન્સ કંપનિએ જૂન મહિનામાં પોતાના એન્જીનમાં ટીકટોક તેમજ બીજી પ્રોડકટ વાપરવા દેવાનું બંધ કરી દીધું હતું. ટીકટોકના સીઇઓ કેવીન મેયરએ જણાવ્યું હતુ કે. બાઇટ ડાન્સ હાલ આગળ વધી રહ્યું છે. પુરતુ એ એક મીલીયન સીકયુરીટી માટે મ્યુઝીકલી એપ પાસેથી મેળવ્યા હતા. ગયા વર્ષની સપ્ટેમ્બર મહિનામાં ગારડીયન દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. કે ટીકટોક કેવી રીતે પોતાના ક્ધટેન્ટ પર સેન્સર એટલે કે રોકટોક લગાવેે. જે ટીકટોકના પૂર્વ કર્મચારીએ પણ તે વિશે જણાવ્યું હતું.
આઇ.ટી.મીનીસ્ટરી દ્વારા પણ જણાવવામાં આવી રહ્યું હતુ કે ટીકટોક દ્વારા તેમના વપરાશ કરતાંઓને કાંઇપણ ચુકવણું કરવામાં આવતું નથી. ટીકટોક પર કોઇ પોતાને નાનો વિડીયો મુકે છે ન ટીકટીક પાસે તેનું ક્ધટેન્ટ મળે છે. પરંતુ તે વપરાશ કર્તાને ફીઝીકલ રેવન્યુ આપતું નથી. ટીકટોક સહિત મ્યુઝીકલી એપ પણ આ જટીને પોતાના ઉપભોકતા પાસેથી ક્ધટેન્ટ મેળવે છે. પરંતુ કોઇ ચુકવણુ કરતુ નથી. ટીકટોક પોતાના ઉપભોકતાઓને ક્ધટેન્ટ આપવા બદલ વરચ્યુઅલ કરન્સી આપે છે. જેમ કે “ડાયમંન્ડ, “સ્ટાર્સ જેવી રીતનું ચુકવણુ કરતું આવ્યું છે.
ભારત અને ચાઇના બોર્ડર પર ચાલી રહેલા તણાવભર્યા વાતાવરણને કારણે ભારતમાં હાલ રમત પ્રત્યે ખૂબ રોષ જોવા મળી રહ્યો છે. તેના ભાગપે ભારતવાસીઓ ચાઇનીઝ પ્રોડકટનો ઉપયોગ બંધ કરી રહ્યા છે. ભારતમાં ચાઇનીઝ વસ્તુઓની સાથે સાથે ચાઇનીઝ ડેવવોપર દ્વારા તૈયાર થયેલી એપ્લીકેશનનો પણ બંહિષ્કાર થવા વાગ્યો છે. જેની અસર ચાઇનીઝ એપ્લીકેશન ટીકટોક પર પણ જોવા મળી છે. લોકો ટીકટોકનું ટીકટીક પણ બંધ થઇ જશે તેવું લાગી રહગું છે. ટીકટોકને ફાઇવ સ્ટાર રેટીંગ મળતું હતું. પરંતુ ચાઇનીઝ પ્રોડકટના વિરોધ બાદ ટીકટોકને હવે ફકત ટુ સ્ટાર રેટીંગ જ મળે છે. ટીકટોકના વપરાશ ઘટવાથી ચીનીંત બનેલી કંપનીએ ચાઇના સાથે કોઇ કનેસન નથી. તેવું જાહેર કરવુ પડ્યુ હતું.