વિશ્વની સૌથી મોટી લોકશાહીનો માન ધરાવતા ભારતને આર્થિક મહાસત્તા બનાવવા માટેના આયોજનમાં કૃષિ અને કૃષિ આધારિત અર્થતંત્રને વેગવાન બનાવવાના મુદ્રા લેખ પર સરકાર અને તંત્ર દ્વારા મક્કમ પગલાં લેવાય રહ્યા છે. અને કૃષિ અને કૃષિ કારની આવક ના આધારે અર્થતંત્રને બનાવવા માટેના પ્રયાસોના પરિણામ પણ મળી રહ્યા છે, વૈશ્વિક આર્થિક કટોકટી અને કોરોના -લોકડાઉનની સ્થિતિ માં વેપાર ઉદ્યોગ અટકી જવા છતાં ભારતના અર્થતંત્રને બીજા દેશ જેવી મંદિની અસર થઈ નથી, ભારતીય અર્થ તંત્ર માટે કૃષિ ની આવક કરોડરજ્જુ સમાન છે .
વિદેશી આયાત નું ભારણ ઘટાડવા માટે સ્થાનિક ઉદ્યોગો અને ખાસ કરીને ઉત્પાદન વધારવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. તે માટે કૃષિ ઉત્પાદન ને વધારવાના પર્યાસોમાં પણ મહદંશે સફળતા મળી રહી છે. આયાત ની અવેજીમાં ઘરેલુ ચીજ વસ્તુઓના વપરાશ થી ઉમિયામણો યામણોમાં બચાવ થઈ રહ્યો છે. અર્થતંત્ર માટે કૃષિ જ્યારે મહત્વનું આયામ બની રહી છે ત્યારે બદલાઈ રહેલા વાતાવરણ અને ગ્લોબલ વોર્મિંગના કારણે ઋતુચક્રમાં પણ ખાસ કરીને વરસાદની અનિયમિતતાથી ચિંતા નું વાતાવરણ ઊભું થયું છે.
ભર ઉનાળે ચોમાસાને પણ આપી દે તેઓ વરસાદ શિયાળામાં ગરમી અને ઉનાળામાં તાપમાનમાં અસમાન વધઘટના કારણે ચોમાસાની સાયકલ ની ચેન ઉતરી ગઈ હોય તેવા સંજોગોમાં ખેડૂતોને હવે પરંપરાગત ખેતી અને રવિ અને ખરીફ પાકની જૂની પેટન્ટ અને પાકની પસંદગીમાં નવેસરથી વિચાર કરવાનો સમય આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે.
અત્યારે ઉનાળામાં ચૈત્રી મહિનાની કાળજાળ ગરમી ની અપેક્ષા ને ચૈત્રી દનૈયા તપવાના દિવસો નજીકમાં છે ત્યારે અષાઢીયો વરસાદી માહોલ ઉભો થાય અને અચાનક જોરદાર વરસાદથી નદીઓમાં અને ખેતરોમાં પાણી ભરાઈ જાય તેવી વિકટ પરિસ્થિતિ હવે એક એક દાયકા માં ચાર પાંચ વખત આવતી થય છે. ત્યારે આસમાની આફત અને વરસાદ જ વેરી બનવાની સ્થિતિ ઊભી કરે તો હવે ખેડૂતોને મૂળભૂત ખેતી અને પાક પસંદગીની પદ્ધતિમાં ફેરફાર કરવા માટે મજબૂર થવું પડે તો નવાઈ નહીં.
સમયની સાથે તાલ મિલાવવામાં જો ખેડૂત સમય ચૂકી જશે તો કદાચ ખેતી અને ખેતીકારને મોટું નુકસાન વારંવાર વેઠવું પડશે સમયનો તકાજો સમજીને હવે કૃષિ અને કૃષિ કારને પણ પાક પસંદગી અને ચોમાસાની અસ્તવ્યસ્ત સાયકલ અનુકૂળ ખેતી કરતા શીખવું પડશે