- સોનામાં અવિરત ભાવ વધારો કયાં જઇને અટકશે?
- ગ્રાહકો પર સીધી અસર ખરીદીમાં 50 ટકાનો ઘટાડો:જુનુ સોનુ આપી નવા સોનાની ખરીદી
- ઇન્ટરનેશનલ માર્કેટમાં ડોલરના ગોલ્ડમાં રેટ વધવાથી સોનાના ભાવમાં વધારો: ઉત્પાદન સામે માંગ નથી:રિટેલ,હોલસેલ અને એક્સપોર્ટ દરેક માર્કેટમાં મંદીનો માહોલ
ભારતમાં સોનાનું અનેરૂ મહત્વ છે.સોનાને સ્ત્રીધન તરીકે પણ ગણવામાં આવે છે.હાલ વિશ્વ કક્ષાએ સોનાના ભાવમાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે.ઇન્ટરનેશનલ માર્કેટમાં ડોલરના ગોલ્ડ રેટ વધવાના કારણે સોનાના ભાવમાં ખૂબ મોટો ઉછાળો આવ્યો છે.જેની સિદ્ધિ અસર વૈશ્વિક સ્તરે જોવા મળી રહી છે.રાજકોટના સોનાના ડીલરના પ્રમુખ અને વેપારીઓ સાથે અબતક કરેલી ખાસ વાતચીતમાં વેપારીઓએ જણાવ્યું કે, છેલ્લા ઘણા દિવસથી માર્કેટની પરિસ્થિતિમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.રિટેલ,હોલસેલ અને એક્સપોર્ટ ત્રણે માર્કેટમાં મંદીનું મોજુ ફરીવળ્યું છે.ભાવ વધતો હોય ત્યારે માંગમાં બ્રેક આવે છે ભાવના વધારા સામે મંદી જોવા મળે છે.મહિના દિવસની અંદર ગોલ્ડના ભાવમાં 5 હજાર જેટલો વધારો આવ્યો છે.
સોનાના 22 કેરેટના ભાવ 61,4000 છે.અને 24 કેરેટના ભાવ 67,400 છે.ભાવ વધતો હોય ત્યારે માંગમાં બ્રેક આવે છે.ભાવના વધારા સામે મંદી જોવા મળે છે.ઇન્ટરનેશનલ ભાવમાં વધારો હોવાના કારણે હાલ તો ભાવમાં ઘટાડો આવી શકે એવા કોઈ એંધાણ જોવા મળી રહ્યા નથી. આવનારી સિઝનમાં પણ આની નબળી અસર જોવા મળી શકે છે. વેપારીઓએ વધુમાં જણાવ્યું કે,હોળાઅષ્ટક પછી લગ્નગાળા સિઝનની હજુ આવવાની છે.જેના કારણે માર્કેટમાં વેપારી સ્ટોક કરીને બેઠા છે.એક વખત જ્યારે ગોલ્ડના ભાવમાં વધારો થાય છે ત્યારે તાત્કાલિક ગોલ્ડના ભાવમાં ઘટાડો થતો નથી.
ત્યારે એવી આશા ન રાખી શકાય કે જે ગોલ્ડના ભાવ પહેલા હતા.એજ ભવ ફરી થઈ જશે.સોનાના ભાવમાં જ્યારે વધારો આવે છે. ત્યારે સામાન્ય રીતે ગ્રાહકોની ખરીદી ઓછી થઈ જાય છે.પરંતુ જ્યારે સોનું વધે છે એટલે તો એની ખરીદી થતી હોય છે.આવનારા સમયમાં સોનાના ભાવમાં ઘટાડો આવશે નહીં તો લોકો ફરીથી રૂટિન સોનાની ખરીદી કરતા હતા એમ ખરીદી શરૂ કરી દેશે.
સોનાનો જુનો ભાવ ફરી આવતો નથી:ભાયાભાઈ સાહોલિયા
રાજકોટ ગોલ્ડ ડીલરના પ્રેસિડેન્ટ ભાયાભાઈ સાહોલિયાએ જણાવ્યું કે,સોનુ ઓલ ટાઈમ હાઈ હોય છે.મારા 45 વર્ષના અનુભવથી કહું છું કે ગયો ભાવ ફરી આવતો નથીહાલના જે ભાવ છે એથી પણ આગળ ભાવ વધી શકે છે એવી શક્યતાઓ છે.લોકોનું સેફ ફાઇનાન્સ છે સોનુ છે.જે રોકાણ કરતા હોય તેમને મૂડીનું પૂરેપૂરું વળતર મળે છે અને વર્ષ દરમિયાન 10 ટકાથી વધુ નફો ગ્રાહકને મળે છે.માર્કેટનો ચિતાર કોઈપણ કાઢી શકે તેમ નથી.સતત ભાવના વધારાના કારણે સોનુ ઓલ ટાઈમ હાઈ રહેવાનું છે.ખરીદીમાં બ્રેક મારવી એ જરૂરી નથી.સોનુ તમે ખરીદશો તો તમને નુકસાન જશે નહીં. ગ્રાહકને સોનામાં રોકેલી રકમનું વળતર તો તેને મળી જ રહેશે.
ભાવ વધારાથી બજારમાં કોઇ લેવાલ નથી:મયુરભાઈ સોની
વજુભાઈ જ્વેલર્સના મયુરભાઈ સોનીએ જણાવ્યું કે, ઇન્ટરનેશનલ માર્કેટમાં ડોલરનો ભાવ ₹ 2100 પ્રતિઆઉસ છે. એ જોતા કહી શકાય 100 ડોલર જેવો વધારો થયો છે.
એ કારણે સોનાનો ભાવ વધ્યો છે.માર્કેટમાં એક વખત વધારો જોવા મળે છેત્યારે સામાન્ય કરેક્શન આવી શકે. પરંતુ ઘટાડાનો કોઈ આસાર જોવા મળતો નથી.સોના ભાવ ઘટવાનું કોઈ સચોટ કારણ આપી શકાય નહીં.તાત્કાલિક ભાવ વધારાના કારણે માર્કેટમાં લેવાવી ખૂબ ઓછી જોવા મળી રહી છે.લોકો જૂનું સોનુ આપી અને નવું સોનુ લઈ જઈ રહ્યા છે.નવા સોનાની ખરીદીમાં બ્રેક લાગી છે.ઉત્પાદન સામે માંગમાં 50 ટકાનો ઘટાડો થયો છે.
મંદી હજુ બહુ લાંબી ચાલે તેવી વકી :મુકેશભાઈ
રાધિકા જ્વેલર્સના મુકેશભાઈએ જણાવ્યું કે,ઇન્ટરનેશનલ માર્કેટમાં ડોલરમાં ગોલ્ડનો રેટ વધ્યો છે તેના કારણે ભાવ વધારાની સીધી અસર જોવા મળી રહી છે.સોનાના ભાવમાં ઘટાડો આવી શકે એવા કોઈ એંધાણ જોવા મળી રહ્યા નથી. આવનારી સિઝનમાં પણ આની નબળી અસર જોવા મળી શકે છે.વિશ્વભરમાં ભાવ વધારાની અસર જોવા મળી રહી છે. રિટેલ,હોલસેલ અને એક્સપોર્ટ દરેક માર્કેટમાં મંદીનો માહોલ છે.માર્કેટની પરિસ્થિતિ ખરાબ છે.તીવ્ર ભાવ વધારાથી સામાન્ય ગ્રાહક સોનાની ખરીદી કેવી રીતે કરી શકે.