સોનાની આયાત નિકાસ પર નિયમો બનાવવા અનિવાર્ય

બેંકો અને નોમીનેટડ એજન્સીઓએ સોનાની આયાતમાં ઘટાડો કર્યો છે. સોમવારે આ પીળી ધાતુ પરનું ડિસ્કાઉન્ટ દરેક ટ્રોય ઔંસ દીઠ વધીને ૨૦ ડોલર થઈ ગયું હતુ જે શુક્રવારે ૧૩ ડોલર હતુ. દક્ષિણ કોરિયામાંથી સોનાની સસ્તી આયાત બજારમાં ઉપલબ્ધ થતા ડિસ્કાઉન્ટ વધ્યું છે.

કોટક મહિન્દ્રાનાં ગ્લોબલ ટ્રાન્ઝેકશનના બિઝનેસ હેડ શેખર ભંડારીએ જણાવ્યું હતુ કે ડિસ્કાઉન્ટસ ઉપર જાય છે. ત્યારે બેંકો તથા નોમીનેટેડ એજન્સીઓએ આયાતમાં ઘટાડો કરવો પડે છે. નહીતર તેમના સ્તરે સોનાના સ્ટોકમાં વધારો થઈ જાય છે. અને સોનાના કોઈ ખરીદદાર હોતા નથી.વ્યાપારી સુત્રો કહે છે કે જૂલાઈ મહિનામાં દેશમાંથી આશરે ૫૪ ટન સોનાની આયાત કરવામાં આવી હતી.

જેની સરખામણીએ આગલા વર્ષના જુલાઈ મહિનામાં ૨૨ ટન સોનાની આયાત કરવામાં આવી હતી આ ૫૪ ટન સોનામાંથી મોયો જથ્થો દક્ષિણ કોરિયામાંથી આવ્યો છે. વ્યાપારી અંદાજ અનુસાર જુલાઈ અને ઓગષ્ટના ગાળા દરમિયાન લગભગ ૧૮ ટન સોનું દક્ષિણ કોરિયામાંથી આવવાની અપેક્ષા છે.

મુબંઈ સ્થિત એક બુલિયન ડીલરે જણાવ્યું હતુ કે ૯ ઓગષ્ટ સુધીમાં લગભગ ૧૨ ટન સોનું આ સાઉથ ઈસ્ટ એશિયન દેશમાંથી આવી પણ ચૂકયું છે.જેમ્સ એન્ડ જવેલરી એકસ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલના પ્રાદેશિક ડિરેકટર પ્રકાશ પિન્યાએ જણાવ્યું હતુ કે, મોટાભાગની બેંકોએ આયાત બંધ કરી દીધી છે. અથવા ઓછી માત્રામાં આયાત કરે છે. જેનું કારણ હાલમાં જે ડિસ્કાઉન્ટ પ્રવર્તી રહ્યું છે.

તે છે તેમણે જણાવ્યું હતુ કે સરકારે જેમની સાથે મૂકત વ્યાપાર કરાર હોય તેવા દેશોમાંથી સોનાની આયાત અંગે કોઈ સમાજ નીતિ રાખવી જોઈએ જયારે દક્ષિણ કોરિયાનો મુદો સપાટી પર આવ્યો છે. ત્યારે સરકાર કદાચ દક્ષિણ કોરિયામાંથી આયાત થતા સોના પર સેફગાર્ડ ચાર્જ લગાવે તેવી તમામ સંભાવના છે. પરંતુ આ મુદો ફરી એકવાર ત્યારે ઉભો થઈ શકે કે જયારે એફટીએ હેઠળ ઈન્ડોનેશિયામાંથી સસ્તા સોનાની આયાતમાં વધારો થાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.