રાજયના નવનિયુકત પોલીસ વડા શિવાનંદ ઝા દારૂ, જુગારની બદી ડામવાની જાહેરાત કરી ત્યાં વડોદરાનું કોલ સેન્ટરમાં  ચાલતા કૌભાંડ સામે આવતા ચકચાર: કોલ સેન્ટરના ૪૨ મહારાષ્ટ્રીયન કર્મચારીઓને ફુડ પોઈઝનીંગથી દોડધામ

રાજયમાં કોલ સેન્ટરના નામે ચાલતા કૌભાંડે થોડા સમય પૂર્વે ચકચાર મચી હતી અને પોલીસ અધિકારીઓના મોટી રકમના હપ્તા સહિતની ચોકાવનારી ચર્ચાથી ખળભળાટ મચી ગયા હતો. કોલ સેન્ટરના કાળા કારોબારનો રેલો ઉચ્ચ પોલીસ અધિકારી સુધી પહોચે તેમ હતો અને કોલ સેન્ટરનું એપી સેન્ટર તે સમયે અમદાવાદ હોવાનુ ખુલતા સમગ્ર પ્રકરણ પર પડદો પાડવામાં આવ્યો હતો. રાજયના નવનિયુક પોલીસ વડા શિવાનંદ ઝાએ ચાર્જ સંભાળીને રાજયમાં દા‚ અને જુગારની બદી સામે કડક કાર્યવાહી કરવાનું જાહેર કર્યુ ત્યાં જ વડોદરામાં કોલ સેન્ટર ચાલતું હોવાનું પ્રકાશમાં આવતા ગુજરાતમાં ફરી કોલ સેન્ટરનું ભૂત બેઠુ થાય તેવી ચર્ચાએ ચકચાર જગાડી છે.

કોલ સેન્ટરમાં અન્ય રાજયના કર્મચારીઓને તગડા પગાર સાથે નોકરી પર રાકી ડમી નામે વિદેશના મની ટ્રાન્ઝેકશન અને હવાલા કૌભાંડ તેમજ સાઇબર ક્રાઇમના કારણે મોટુ આર્થિક કૌભાંડ થતું હતું. એમસીએકસના ડબ્બા ટ્રેડીંગના અનઅધિકૃત ધંધા કરતા કોલ સેન્ટરમાં ઘણો નફો થતો હોવાથી ડબ્બા ટ્રેડીંગના સંચાલકો પમ કોલ સેન્ટરના ધંધામાં વળ્યા હતા અને પોલીસ અધિકારીઓની અપેક્ષા કરતા દસ ગણી રકમનો હપ્તો ચુકવી ઠેર ઠેર કોલ સેન્ટર શ‚ થયા હતા. સાઇબર ક્રાઇમના ગુના નોંધાતા તમામ ગુનાની તપાસ અમદાવાદ જઇ અટકી જતી હતી. તે સમયે અમદાવાદમાં જ ૪૨ સ્થળે કોલ સેન્ટર શ‚ થયા હોવાથી કોલ સેન્ટરનું અમદાવાદ એપી સેન્ટર બની ગયું હતું.

કોલ સેન્ટરના નામે ચાલતા કૌભાંડનો ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી રેલો આવે તેમ હતો ત્યાં જ કોલ સેન્ટરનો કારોબાર બંધ કરાવ્યો હતો.

શિવાનંદ ઝાએ ડીજીનો ચાર્જ સંભાળી દા‚-જુગારના ધંધાર્થી સામે કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરી તે દરમિયાન જ વડોદરામાં કોલ સેન્ટર ચાલતું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. વડોદરાના કોલ સેન્ટર માટે મહારાષ્ટ્રમાંથી ૧૪૦ને નોકરી પર રાખવામાં આવ્યા હતા. દરેક કર્મચારીઓને ૪૦ હજારથી વધુ પગાર ચુકવવાનું નક્કી થયું હતુ. ત્યાં જ કોલ સેન્ટરમાં કામ કરતા ૪૨ કર્મચારીઓને ખોરાકી ઝેરી અસર થતા એસ.એસ.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

વડોદરામાં થયેલી ફુડ પોવિઝનીંગની ઘટનાથી વડોદરામાં કોલ સેન્ટર શરૂ થયાનું બહાર આવ્યું છે. કોલ સેન્ટરમાં કામ કરતા કર્મચારીઓને રહેવા, જમવા સહિતની સગવડ કોલ સેન્ટરના સંચાલકો દ્વારા પુરી પાડવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે.

દા‚-જુગાર કરતા કોલ સેન્ટરના માધ્યમથી પોલીસને હપ્તો વધુ મળતો હોવાથી ટૂંક સમયમાં કોલ સેન્ટરનું નેટવર્ક રાજયભરમાં પસરી જાશે તેવી દહેશત જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.