અંધાપા માટે તબીબોની ટીમ ભવિષ્યનો ઉકેલ લાવવા માટે સતત પ્રયત્નશીલ, હાલ સસલા અને ઉંદર ઉપર સફળ ટ્રાયલ કરવામાં આવ્યું
લિક્વિડ કોર્નિયા નું નિર્માણ જેલ અને પોલીમર ના ઉપયોગ થી કરવામાં આવ્યું છે, જે ટીસયુને ફરી જીવંત કરશે.
કુદરતના આ સંસારને સારી રીતે માણી શકાય તે માટે ઈશ્વર એ લોકોને આંખની રોશની આશીર્વાદ રૂપે પ્રદાન કરી છે પરંતુ ક્યાંકને ક્યાંક લોકોની ઘેર જવાબદારી તે આશીર્વાદને સમજવામાં નિષ્ફળ નીવડયા છે પરિણામે લોકોને અંધાપા નો કામનો કરવો પડ્યો છે. પરંતુ બેંગલોર સ્થિત પેનડોરમ સંસ્થા દ્વારા વિશ્વ ઉપરથી અંધાપો દૂર થાય તે માટેનું સંપૂર્ણ વિકલ્પ શોધી લેવામાં આવ્યો છે.
જેના માટે તબીબોની એક વિશેષ ટીમ આ કાર્ય પાછળ પોતાનો મહત્વપુર્ણ સમય આપી રહી છે અને ઘણા ખરા અંશે આ પગલામાં તબીબોને સફળતા પણ મળી છે. આંકડાકીય માહિતી મુજબ લાખો ભારતીયો ભલે તે પછી અમીર હોય કે ગરીબ તેઓ પોતાના પારદર્શક પટલ એટલે કે કોર્નિયા ને બદલાવા માટે રાહ જોઈ રહ્યા છે અમુક લોકો તો લાંબા ભરત સુધી આ ટ્રાન્સપ્લાન્ટ માટે જ્ઞાન કેન્દ્રિત કરી રહ્યા છે. વિશેષ માહિતી જે સામે આવી છે તેમાંથી તેવા સ્પષ્ટ થાય છે કે પ્રતિવર્ષ બેથી ત્રણ લાખ દર્દીઓ આંખના પટેલના ટ્રાન્સપ્લાન્ટ માટે તબીબો નો સંપર્ક સાધે છે.
પરંતુ મુશ્કેલી તો એ જ છે કે હાલ જે રીતે ટ્રાન્સપ્લાન્ટની વાત સામે આવી રહી છે તે એકમાત્ર વ્યક્તિ કે જે પોતાની આંખ કોઈ વ્યક્તિને આપવા માંગતા હોય તે સમયે જ શક્ય બને છે જે પરિણામે એ વાત સ્પષ્ટ છે કે કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ ખૂબ જટિલ અને સમય માંગી લઈએ એટલું છે.
આઈ બેંક એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા એ વાત સામે આવી છે કે ભારતમાં ૧૧ લાખ લોકો કોરનીયલી અંધાપો ભોગવી રહ્યા છે આ આંકડાને ઝડપભેર પૂર્ણ કરવો હોય તો પ્રતિ વર્ષ એક લાખથી પણ વધુ કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કરવું અનિવાર્ય છે ત્યારે કોરોના ની વિકટ પરિસ્થિતિમાં આ આંકડો ઝડપભેર નીચે આવ્યો હતો અને એક વર્ષ માં માત્ર 13000 જ ઓપરેશન શક્ય થઈ શક્યા હતા.
આ મુદ્દે ડોક્ટર વિરેન્દર સાંગવાને જણાવતા કહ્યું હતું કે કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ માટે જે ટેકનોલોજીનો ઉપયોગ થવો જોઈએ તે ખૂબ ઓછી માત્રામાં થઈ રહ્યો છે જેના પરિણામે પ્રતિવર્ષ ૨૦થી ૨૫ ટકા લોકોને સંપૂર્ણ અંધ આપો મળે છે. બીજી તરફ જે ઓર્ગન ડોનેશન કરવા માટે જે લોકો સામે આવતા હોય છે તેમાં પણ ઘણા ખરા અંશે ઘટાડો જોવા મળ્યો છે અને તે હવે એપેડેમિક તરીકે પણ સામે આવી રહ્યું છે.
કોર્નિયા પ્રોજેક્ટને અમલી બનાવવા માટે ઉચ્ચ સ્તરીય મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ની આવશ્યકતા રહેતી હોય છે અને જો આ કાર્ય કરવામાં જે તે હોસ્પિટલ સફળતા પ્રાપ્ત કરે તો આજે ગંભીર મુદ્દો અંધાપાને લઈ સામે આવ્યો છે તે સંપૂર્ણ રીતે દૂર થઈ શકે છે અમેરિકામાં સ્ટેમસેલ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે.
પરંતુ ભારતના તબીબો આ તકનીકને રિસર્ચ પેપર તરીકે જ જાણી રહ્યા છે અને તેની મહત્ત્વતા શું છે તેનાથી તે સંપૂર્ણ રીતે અજાણ છે. ડોક્ટર સાગવાન એ જણાવ્યું હતું કે આવનારા સમયમાં કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ ની આધુનિક પદ્ધતિ જ વિશ્વ આખામાંથી અંધાપાને દૂર કરી શકશે અને લોકોને નવી રોશની આપશે.
કોર્નિયા ટેકનોલોજીનો મુખ્ય હેતુ એ છે કે તે જે અસરગ્રસ્ત અંગો કયા છે તેમાં નવા કર્ણનો જન્મ થાય હાલની આ પદ્ધતિ લીવર માં મહત્તમ રીતે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. આ પદ્ધતી ને વધુ સફળ બનાવવા માટે અને અંધાપો દૂર કરવા માટે હાલ આ પદ્ધતિનો ઉપયોગ ઉંદર અને સસલા ઉપર સફળતાપૂર્વક કરવામાં આવી રહ્યો છે અને આગામી દિવસોમાં તેનો ઉપયોગ લોકો ઉપર પણ કરવામાં આવશે.
પેન્ડોરમ નામક સંસ્થા દિલ્હીની ડોક્ટર શ્રોફ ચેરિટી આઈ હોસ્પિટલ સાથે સંલગ્ન થઇ છે અને લિક્વિડ કોર્નિયા નું નિર્માણ કર્યું છે જે જેલ અને પોલીમર ના ઉપયોગ થી બનાવવામાં આવ્યું છે પરિણામે તે દરમિયાન આ ટીશ્યુ નો વિકાસ પણ કરશે અને તેને ઉદ્ભવસે. હાલ લિક્વિડ કોર્નિયા નો ઉપયોગ પ્રાણીઓ ઉપર કરવામાં આવી રહ્યો છે જે ઉપયોગ હાલ ડાબર રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે.
ત્યારે ડોક્ટર સાંગવનના જણાવ્યા મુજબ લિક્વિડ કોર્નિયા નો ઉપયોગ માત્ર આંખમાં નબળા પડેલા અથવા તો અસરગ્રસ્ત અંગો ને રિપ્લેસ કરવામાં આવવો જોઇએ નહીં કે સંપૂર્ણ ટ્રાન્સપ્લાન્ટ માટે જેથી લોકો નો ખર્ચ પણ મહદંશે બચી જશે. લિક્વિડ કોર્નિયા નું હ્યુમન ટ્રાયલ આગામી 2022 ની સાલ થી શરૂ કરવામાં આવે તો નવાઈ નહીં. આ કાર્ય માટે હાઇલી ટ્રેઇનડ સ્પેશિયાલિસ્ટ તબીબોની આવશ્યકતા રહે છે જે સંપૂર્ણ સમય આ પદ્ધતિને વિકસાવવા માટે એક જ સ્થળ પર કામ કરી શકતા હોય.
ડોક્ટર સંગવાન દ્વારા જે વિચાર લોકોના અંધાપાને દૂર કરવા માટે આવ્યો છે તે જો શક્ય બને તેનાથી લોકોનો અંધાપો પૂર્ણ રૂપથી દૂર થશે અને ટ્રાન્સપ્લાન્ટ જેવી જટિલ પદ્ધતિ માંથી પણ લોકોને પૂર્ણ રૂપથી મુક્તિ મળશે.