રાજ્યપાલે સરકાર રચવા આમંત્રણ આપ્યા બાદ શિવસેનાએ ભાજપ સો કાયમી છેડો ફાડીને એનસીપી-કોંગ્રેસ પાસે ટેકો મેળવવા રાજકીય ચક્રોગતિમાન કર્યા
દેશમાં થતી રાજકીય, સામાજિક અને ધાર્મિક ચળવળનું કેન્દ્રબિંદુ ગણાતા મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાનો મુદ્દો મડાગાંઠ સમાન બન્યો છે. વિધાનસભાની સાથે ચૂંટણી લડેલા ભાજપ-શિવસેનાને સ્પષ્ટ બહુમતિ મળી હોવા છતાં શિવસેનાના અક્કડ વલણના કારણે પરિણામના ૧૫ દિવસ બાદ પણ સરકારની રચના થઈ શકી નથી. આ ઘટનાક્રમમાં વર્તમાન વિધાનસભાની મુદત શનિવારે પૂર્ણ થઈ છે. જેની રાજ્યપાલ ભગતસિંહ કોશીયારીએ વિધાનસભામાં સૌથી મોટી પાર્ટી ભાજપને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું. પરંતુ ભાજપને બહુમત માટે મેજીક ફીગર અશક્ય લાગતા તેને સરકાર રચવાનો ઈન્કાર કર્યો હતો. જે બાદ રાજ્યપાલે બીજી મોટી પાર્ટી શિવસેનાને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું છે. શિવસેનાને આજે સાંજ સુધી પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવાની રાજ્યપાલે સુચના આપી છે. ત્યારે હજુ શિવસેનાને ટેકો આપવાના મુદ્દે એનસીપી, કોંગ્રેસ પોતાના પત્તા ખોલ્યા ની. જેથી ભાજપના નનૈયા, શિવસેનાના છૂટાછેડા, કોંગ્રેસ-એનસીપી સોનું લીવ-ઈન-રિલેશનશીપ મહારાષ્ટ્રમાં સ્રિ સરકાર આપી શકશે કે કેમ ? તે મોટો પ્રર્શ્ર્ના ઉભો થવા પામ્યો છે.
શિવસેનાને સરકાર રચવાનું રાજ્યપાલે આમંત્રણ આપ્યા બાદ ગઈકાલે શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ માતોશ્રી ખાતે ચાર કલાક લાંબી મેરેોન બેઠક યોજી હતી. જેમાં એનસીપીએ ટેકો આપવા મુકેલી શરત મુજબ શિવસેનાએ કેન્દ્રની એનડીએ સરકાર સો છેડો ફાડવાનો નિર્ણય કર્યો હતો. જે મુજબ મોદી સરકારમાં રહેલા શિવસેનાના એકમાત્ર મંત્રી અરવિંદ સાવંતને રાજીનામુ આપવાની સુચના અપાઈ હતી. જો કે, એનસીપીની શિવસેનાને ટેકો આપવા માટે આ પ્રામિક શરત હતી. ભાજપ સો છેડો ફાડયા બાદ એનસીપીએ પોતાની શરતો મુજબ ટેકો આપવાનો નિર્ણય કર્યો છે. શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ સો ચર્ચા કરવા માટે પાર્ટીના વરિષ્ટ આગેવાન સંજય રાઉતને નવીદિલ્હી મોકલવાનો નિર્ણય કર્યો છે. આજ સાંજ સુધી રાજ્યપાલે આપેલી મુદતમાં શિવસેના વધારે સમય માંગી શકે તેવી સંભાવના રાજકીય નિરીક્ષકો જોઈ રહ્યાં છે.
કેન્દ્રની એનડીએ સરકારમાં શિવસેનાના એકમાત્ર પ્રધાન અરવિંદ સાવંતના રાજીનામાની ઘોષણા સાથે મહારાષ્ટ્રના રાજકારણમાં એક નવો વળાંક આવ્યો છે. બદલાયેલા રાજકીય સ્થિતિ પછી શિવસેના સરકારની રચના માટે એનસીપી અને કોંગ્રેસની મદદ લઈ શકે છે. આ નાટકીય વળાંક રવિવારે શરૂ થયો હતો જ્યારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શિવસેનાને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. રાજ્યપાલે આમંત્રણનો જવાબ આપવા સાંજના સાડા સાત વાગ્યા સુધીનો સમય આપ્યો છે. એનસીપીએ શિવસેના સમક્ષ ભાજપના નેતૃત્વવાળા એનડીએ સાથેના બધા સંબંધોને તોડી નાખવાની શરત મૂકી હતી. આ અગાઉ ભાજપે સરકાર બનાવવા માટેના પગલા પાછા ખેંચ્યા હતા. કાર્યકારી સીએમ દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલને માહિતી આપી હતી કે તેમની પાર્ટીમાં સરકાર બનાવવા માટે જરૂરી બહુમતમાં નથી. તે જ સમયે, મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે શિવસેનાને એનસીપી-કોંગ્રેસના સંભવિત સમર્થનથી સરકાર બનાવવાની શુભકામના આપી હતી. રાજ્યપાલે સૌથી મોટા પક્ષ ભાજપને સરકાર બનાવવાની તેમની ઇચ્છા વિશે પૂછ્યા પછી રાજ્યમાં રાજનીતિ ઝડપથી બદલાઈ રહી છે.
એક અહેવાલ મુજબ શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ એનસીપી ચીફ શરદ પવાર સાથે ફોન પર વાત કરી હતી. આવી સ્થિતિમાં ૩૦ વર્ષ જૂનું શિવસેના-ભાજપ જોડાણનું ભંગાણ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. સંજય રાઉતે ટ્વીટમાં લખ્યું છે કે, જો હું માર્ગની કાળજી રાખું તો ફ્લોર ખરાબ લાગશે. સંજય રાઉતે અગાઉ કહ્યું હતું કે, શિવસેના અને કોંગ્રેસ દુશ્મન નથી. પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે કહ્યું હતું કે કોંગ્રેસ પણ ઈચ્છે છે કે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં ન આવે. બિહારમાં પાર્ટી નીતિશ કુમારની તર્જ પર આગળ વધી શકે છે. ત્યાં જેડીયુએ સૌ પ્રથમ ૨૦૧૫ માં લાલુ પ્રસાદ યાદવની આગેવાની હેઠળ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) સાથે જોડાણ કર્યું. પરંતુ બાદમાં ૨૦૧૭ માં, જેડીયુએ ફરીથી બંને વચ્ચે બ્રેકઅપ સાથે ભાજપ સાથે હાથ મિલાવ્યો. ૨૦૧૩ માં, લોકસભાની ચૂંટણી પૂર્વે, જેડીયુએ ભાજપ સાથે ભાગ પાડ્યો હતો.એવી પણ સંભાવના છે કે શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસની મદદથી મુખ્યમંત્રી પદ માટેની તેમની માંગ પૂરી કરવી જોઈએ અને બાદમાં એનસીપી-કોંગ્રેસ સાથેના સંબંધો બગડવાની સ્થિતિમાં ફરી એક વખત ભાજપને મળવું જોઈએ.
વર્ષ ૨૦૧૪ની શરૂઆતમાં પણ શિવસેના-ભાજપ વચ્ચે વિભાજન થયું હતું. બંનેએ વિધાનસભાની ચૂંટણી અલગ લડી હતી. જો કે, ચૂંટણીના પરિણામોના ટૂંક સમયમાં જ બંનેએ સાથે મળીને સરકાર રચી હતી. તે સમયે પણ સેનાના મુખપત્ર સામનાએ સતત ભાજપના નેતૃત્વવાળા એનડીએ સરકાર કેન્દ્ર અને મહારાષ્ટ્ર બંને પર નિશાન સાધ્યું હતું. જો કે આનાથી મહાગઠબંધનને અસર થઈ ન હતી. જો કે, આ વખતે ચિત્ર થોડું અલગ છે. ખુદ ફડણવીસે કહ્યું છે કે મેં ઉદ્ધવ ઠાકરેને ઘણી વાર ફોન કર્યો છે, પરંતુ તેમણે ઉપાડ્યો નહીં. આવી સ્થિતિમાં બન્ને વચ્ચેની કડવાશ વધુ ઉગ્ર બની ગઈ હતી. જેથી ભાજપ શિવસેના સો મળીને સરકાર રચે તેવી સંભાવનાઓ પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું હતું. સત્તા અંધ બનેલા શિવસેનાએ આજે એનસીપી અને કોંગ્રેસનો ટેકો મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે પરંતુ ખંધા રાજકરણી ગણાતા શરદ પવાર ઉદ્ધવ ઠાકરેના ધૃતરાષ્ટ્ર જેવા નિર્ણય સામે શિવસેનાનું આગામી વર્ષોમાં રાજકીય અસ્તિત્વ ભુંસી નાખશે તેવું રાજકીય વિશ્ર્લેષકોનું માનવું છે.