નારાજ બાપુ ચૂંટણી લડવા અંગે મૌન ટ્વિટર પર કોંગ્રેસને જ અનફોલોકરી: ટિવટર પરી કોંગ્રેસ, રાહુલ ગાંધી સહિત અનેક કોંગ્રેસી નેતાઓ,મહાનુભાવોને અનફોલો કરી દીધા: કોંગ્રેસની સાયબર મીટમાં ગેરહાજર રહ્યા, સોશિયલ મીડિયા મારફતે નિવૃત્તિનો સંકેત આપ્યો
ગુજરાત કોંગ્રેસમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે વધુ એક વખત કમઠાણ સર્જાયું છે. પ્રદેશ નેતાઓ વચ્ચે પ્રવર્તતી જૂબંધી અને હુંસાતુંસીને ઘટાડવા માટે ચાલી રહેલા પ્રયાસોને આજે વધુ એક ફટકો પડ્યો છે. ચૂંટણી પહેલા કોંગ્રેસના મુખ્યપ્રધાન પદના ચહેરાની જાહેરાત કરવી જોઇએ તેવી માગણીને હાઇકમાન્ડે નકાર્યા પછી કેમ્પેઇન કમિટી અંગે પણ હજુ સુધી કોઇ ફોડ પાડવામાં નહીં આવતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાએ આજે વ્યૂહાત્મક રીતે પોતાના ઉકાળટની સીમા હવે આવી ગઇ છે તેનો સંકેત આપ્યો છે. બાયડના એક કાર્યક્રમમાં બાપુએ હવે ચૂંટણી લડવાને બદલે પ્રજાની સેવા કરશે તેમ જણાવી પક્ષમાં પોતાના વિરોધી લોબીને એક ઝાટકો આપ્યો છે તો બીજી તરફ વિપક્ષી નેતા તરીકેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરી કોંગ્રેસ પક્ષ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના નેતાઓ, મહાનુભાવો, આગેવાનોને સંપૂર્ણ રીતે અનફોલો કરી દઇ હાઇકમાન્ડને પોતાની ધીરજ ખૂટી રહ્યાનો અણસાર આપ્યો છે.
જોગાનુજોગ પ્રદેશ કોંગ્રેસની રવિવારે સાયબર સેલની મહત્વની બેઠક યોજાઇ હતી તેમાં બાપુ હાજર રહ્યા ન હતા. આ અંગે સત્તાવાર એવું કહેવું કે તેઓ પૂર્વ નિર્ધારિત બાયડ અને કપડવંજના કાર્યક્રમોમાં હોવાી અનુપસ્તિ રહ્યા હતા. પરંતુ જે રીતે બાપુએ સોશિયલ મીડિયામાં ટ્વિટર પર સાફસૂફી કરી નિવૃત્તિના સંકેતો આપ્યા છે તે સંજોગોમાં બેતૃત્યાંશ બહુમતીના સંકલ્પ સો ચૂંટણી જંગમાં જંપલાવવા માટે સજ્જ બની રહેલા કોંગ્રેસમાં આગામી દિવસોમાં આંતરિક જ રીતે જ મહાયુદ્ધ ફાટી નીકળે તેવી શક્યતા વધી છે. એટલે જ તાબડતોબ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર એહમદ પટેલે શંકરસિંહ વાઘેલાનો સંપર્ક કરી તેમની સો સંવાદ સપવા દોડાદોડી શરૂ કરી હતી. જોકે, વાઘેલા સાબરકાંઠા જિલ્લામાં પૂર્વનિર્ધારિત કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાી તત્કાળ ઉપલબ્ધ ઇ શક્યા નહતા.
મુખ્યપ્રધાનના ચહેરા તરીકે શંકરસિંહ વાઘેલાના નામની જાહેરાત વી જોઇએ તેવી લાગણી અને માગણી સો ગયા મહિને વસંત વગડો ખાતે કોંગ્રેસના ૩૫ી વધારે ધારાસભ્યોએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ લાગણીને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રભારી ગુરુદાસ કામત સમક્ષ વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, કામતે આ મુદ્દે બાપુને ન્યાય અપાવી શકે એ પહેલા જ પોતાના તમામ હોદ્દા, પક્ષના પ્રામિક પદેી રાજીનામું આપી દીધું હતું. એ પછી બાપુએ પોતાની વાતને રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી સુધી પહોંચાડી હતી. બીજી તરફ ચૂંટણીને અનુલક્ષી રાષ્ટ્રીય કોંગ્રેસે કામતના રાજીનામા પછી તુરત જ રાજસનના પૂર્વ મુખ્યપ્રધાન, રાષ્ટ્રીય મહામંત્રી અશોક ગેહલોતને પ્રભારી બનાવવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસમાં પ્રમુખ ભરતસિંહ સોલંકી ઉપરાંત પૂર્વ પ્રમુખો અર્જુન મોઢવાડિયા, સિર્દ્ધા પટેલ તેમજ પૂર્વ વિપક્ષી નેતા શક્તિસિંહ ગોહિલ પણ બાપુ જેવી જ લાગણીના દાવેદાર હોવાી હાઇકમાન્ડ માટે આ મુદ્દે નેતાઓની લડાઇ સમાપ્ત ાય તેવા હેતુી ગયા પખવાડિયે દિલ્હીમાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાંી અધવચ્ચે જ શંકરસિંહ વાઘેલાએ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમનો મુદ્દો આગળ ધરી વિદાય લીધી હતી. જોકે, વાઘેલાની નજીકના સૂત્રો કહે છે કે હાઇકમાન્ડે બાપુની સીએમ ઉમેદવાર જાહેર કરવાની માગણીનો અસ્વીકાર કર્યો હતો જ્યારે કેમ્પેઇન કમિટીના ચેરમેન તરીકે જાહેરાત કરવાનો મુદ્દો પ્રદેશ આગેવાનો સો ચર્ચા કર્યા પછી ઇ શકે તેવો સંકેત આપ્યો હતો. આી બાપુની નારાજગી વધી હતી. દિલ્હીની બેઠક બાદ ગેહલોત અને એહમદ પટેલની ઉપસ્િિતમાં બૃહદ કારોબારીમાં હમ સા સા હે ના નારા ગવાયા હતા. પરંતુ એહમદ પટેલને ઊભા ઇને ફરીી સ્પષ્ટતા કરવી પડી હતી તે મુદ્દો જ બાપુની નારાજગીનો સંકેત આપતા હતા.
આજે ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસના સાયબર સેલના રાજ્યભરના કાર્યકરોની એક મહત્વની બેઠક પ્રમુખ ભરતસિંહ સોલંકી અને એહમદભાઇની ઉપસ્િિતમાં મળી હતી. આ બેઠક પૂર્વે જ બાપુએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરી સમગ્ર કોંગ્રેસ, તેના નેતાઓ, મહાનુભવોને અનફોલો કરી દીધા હતા. ટ્વિટર એકાઉન્ટ પર વિપક્ષી નેતા તરીકે તેમણે ભાજપ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની રીતિ-નીતિની કરેલી આકરી ટીકાઓ, ટિપ્પણીઓને પણ દૂર કરી માત્ર શુભેચ્છા સંદેશા, પોતાના કેટલાક વ્યક્તિગત મુદ્દાઓને જ યાવત રાખ્યા છે. એટલું જ નહીં બાયડના એક કાર્યક્રમ બાદ પત્રકારો સોની વાતચીતમાં બાપુએ કહ્યું કે, વિધાનસભા-લોકસભાની ચૂંટણીઓ બહુ લડ્યા, હવે ગુજરાતની જનતાની સેવા કરી છે. આ સેવા ક્યાંી કરવી તે નક્કી કરવાનું છે. આમ કહી બાપુએ ચૂંટણી નહીં લડવાનો ગર્ભિત ઇશારો કરી કોંગ્રેસ હાઇકમાન્ડને છેલ્લો સંકેત આપ્યો છે. શંકરસિંહ વાઘેલાનો તેમની પ્રતિક્રિયા માટે વારંવાર સંપર્ક કરવાનો નવગુજરાત સમયનો પ્રયાસ સફળ રહ્યો ન હતો.