વાઘેલા જૂથના ધારાસભ્યો કોંગ્રેસ સાથે છેડો ફાડશે તો અહેમદ પટેલ માટે રાજ્યસભાના સાંસદનું પદ ટકાવી રાખવું મુશ્કેલ
ગુજરાત કોંગ્રેસમાં શરૂ યેલી આંતરિક ખેંચતાણ વચ્ચે સમગ્ર પ્રકરણમાં પડદા પાછળ રાજ્યસભાનો ખેલ ખેલાઈ રહ્યો છે. આગામી ઓગસ્ટ મહિનામાં ગુજરાતના જે ત્રણ રાજ્યસભાના સાંસદોનો કાર્યકાળ પૂરો ઈ રહ્યો છે તેમાં કોંગ્રેસ અધ્યક્ષાના રાજકીય સલાહકાર અને વરિષ્ઠ નેતા એહમદભાઈ પટેલ જ્યારે ભાજપના કેન્દ્રીય ટેક્સ્ટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાની અને દિલીપ પંડ્યાનો સમાવેશ ાય છે. લોકસભામાં બહુમત મેળવવામાં સફળ રહેલાં ભાજપ પાસે રાજ્યસભામાં બહુમતી ની ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ પાસે રહેલી રાજ્યસભાની બેઠક આંચકી લેવા માટે દાવપેચ શરૂ યા છે. ગુજરાતમાં કોંગ્રેસ પાસે ૫૭ ધારાસભ્યો હોવાી હાલના તબક્કે રાજ્યસભાના સાંસદ એહમદભાઈ પટેલના સભ્યપદ સામે કોઈ પડકાર ની, પરંતુ વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલા પોતાના ટેકેદારો સો કોંગ્રેસને રામરામ કરે તો એહમદભાઈ પટેલ માટે રાજ્યસભાની બેઠક જીતવી મુશ્કેલ છે.
ગુજરાત કોંગ્રેસમાં વર્ચસ્વની ખેંચતાણ દિનપ્રતિદિન ઘેરી બનતી જાય છે. વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ યુક્તિપૂર્વક વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસની સરકાર બનાવવા માટે સંપૂર્ણ અને સ્વતંત્ર-સત્તાની માગ કરીને પ્રદેશી માંડીને રાષ્ટ્રીય નેતાઓની ઊંઘ હરામ કરી દીધી છે. બાપુએ વિધાનસભાની ચૂંટણી પહેલાં આવી રહેલી રાજ્યસભાની ચૂંટણીને પણ હયિાર બનાવીને ધાર્યું કરાવવાની રણનીતિ અપનાવી હોવાનું જણાવતા રાજકીય સૂત્રો કહે છે કે, જો કોંગ્રેસ વાઘેલાને મનાવવામાં નિષ્ફળ જાય અને બાપુ પોતાના ટેકેદારો સો કોંગ્રેસ સો છેડો ફાડે તો કોંગ્રેસ અધ્યક્ષાના રાજકીય સલાહકાર અને વરિષ્ઠ નેતા એહમદભાઈ પટેલનું સંસદસભ્યનું પદ જોખમાશે. રાજકીય વર્તુળોમાં તી ચર્ચા મુજબ વાઘેલા ૨૦ી વધુ ધારાસભ્યો સો ભાજપમાં જઈ રહ્યા છે. જો આ સાચું હોય તો બાપુ માટે બંને હામાં લાડુ જેવો ઘાટ સર્જાયો છે.
કોંગ્રેસની આંતરિક જૂબંધી ભાજપનો પ્રોપેગેન્ડા છે તેવા કોંગ્રેસના આક્ષેપને પાયાહીન ગણાવતા ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં રહેલો ઉકળાટ અને કકળાટ ગુજરાતની જનતા જોઇ રહી છે. કોંગ્રેસમાં જે સ્િિત સર્જાઇ છે તેના પરી લાગે છે કે, ચૂંટણી પહેલા જ કોંગ્રેસ આવે છે તેવા નહીં પરંતુ કોંગ્રેસ જાય છે તેવા હોર્ડિંગ્સ કોંગ્રેસે લગાવવા પડશે. ભાજપ સામેી કોઇ ધારાસભ્યના સંપર્કમાં ની પરંતુ કોઇ ભાજપમાં જોડાવવા માગતા હશે અને ભાજપની વિચારધારા સ્વીકારશે તો તેનો નિર્ણય કેન્દ્ર પ્રદેશ કે કેન્દ્રનું નેતૃત્વ કરશે. કોંગ્રેસમાં કોઇ પ્રદેશપ્રમુખ તો કોઇ વિપક્ષના નેતા કોણ હશે તેનો ઝઘડો કરી રહ્યા છે જે બધુ દર્શાવે છે કે કોંગ્રેસની હાર નિશ્વિત છે.
ગુજરાતમાં રાજ્યસભાની ૧૧ બેઠકમાંી ભાજપના ૯ સાંસદો અને કોંગ્રેસના બે સાંસદો છે. કોંગ્રેસના બે સાંસદોમાં એહમદભાઈ પટેલ અને સિનિયર નેતા મધુસૂદન મિીનો સમાવેશ ાય છે. રાજ્યસભામાં સાંસદ તરીકે ચૂંટાવા માટે ૪૫ ધારાસભ્યોના મત જરૂરી હોય છે. કોંગ્રેસ પાસે હાલમાં ૫૭ ધારાસભ્યો હોવાી આગામી એક બેઠકની ચૂંટણી માટે પુરતું સંખ્યાબળ છે પરંતુ વાઘેલા કોંગ્રેસ છોડે તો કોંગ્રેસના સભ્યને ચૂંટાવા માટે મત મેળવવા અશક્ય બની જાય તેવી સ્િિત સર્જાશે.