‘કોરોનીલ’ મુદે થયેલી જાહેરહિતની અરજીમાં ઉત્તરાખંડ હાઈકોર્ટે તમામ પક્ષકારોને નોટિસ ફટકારીને જવાબ માગ્યો
વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસની હજુ સુધી કોઈ પણ અસરકારક દવા શોધાય ન થી ત્યારે કોરોના વાયરસની દવાના નામે ચાલતા ધીકતા વ્યવસાયમાં કમાઈ લેવા યોગગુરૂ બાબા રામદેવે તેની કંપની પતંજલી મારફતે ‘કોરોનીલ’ નામની દવા બજારમાં લોન્ચ કરી હતી. બાબાએ તેમની ‘બાબા-ગોળી’ કોરોના પર ૧૦૦ ટકા અસરકારક હોવાનો દાવો પણ કર્યો હતો. જે બાદ વિવિધ સરકારી વિભાગોએ આ દવા મુદે દબાણ વધારતા બાબા પોતના દાવા પર શીર્ષાસન કયું હતુ આ મુદે ઉત્તરાખંડ હાઈકોર્ટમાં જાહેરહીતની અરજી થતા ‘બાબા-ગોળી’ મુદે બાબાની મુશ્કેલીઓ વધી છે.
ઉત્તરાખંડ હાઈકોર્ટમાં એડવોકેટ મણી કુમારે પતંજલીની ‘કોરોનીલ’ની અસરકારકતા મુદે એક જાહેર હિતની અરજી કરી છે. ઉતરાખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ રમેશ રંગનાથન અને જસ્ટીસ રમેશચંદ્ર ખુલબોની બેંચે આ અરજીની સુનાવણી કરતા કેન્દ્ર સરકાર સહિતના વિવિધ પક્ષકારોને નોટીસ ફટકારીને તેમના જવાબો આપવા તાકીદા કરી છે. આ કેસમાં અરજદારે સામાવાળા પક્ષકાર તરીકે ઉતરાખંડ સરકાર આયુષ મંત્રાલય ઈન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીસર્ચ જયપૂરમાં જયાં આ દવાનું કલીનીકલ ટ્રાયલ થયાનો દાવો કરાયો છે. તે રાજસ્થાનના જયપૂરની મીમસા યુનિ. તથા પતંજલી આયુર્વેદ લીમીટેડને જોડવામાં આવ્યું છે. જેથી હાઈકોર્ટે આ તમામ પક્ષકારોને નોટીસ ફટકારી છે. હાઈકોર્ટની બેંચે આ મુદે દરરોજ સુનાવણી યોજવાનો હુકમ કર્યો છે. જેથી ટુંક સમયમાં સરકારી મંજૂરી વગરની ‘બાબા-ગોળી’ કોરોના પર અસરકારક છે કે કેમ? તે દુધનું દુધ અને પાણીનુંપાણી થઈ જશે તેમ મનાય રહ્યું છે. જોકે આ પહેલા આયુષ મંત્રાલય અને ઉતરાખંડ સરકારના આયુર્વેદ વિભાગે પતંજલીને કોરોનીલ દવા કોરોના પર અસરકારક કેવી રીતે? તેની તમામ કલીનીકલ ટ્રાયલ સહિતના તમામ પૂરરાવાઓ મંગાવ્યા છે. જે બાદ કોરોનીલ કોરોનાની અસરકારક દવા હોવાનો દાવો કરનારા બાબાએ શીર્ષાસન કરીને આ દવા કોરોનાની નહી પરંતુ રોગ પ્રતિકારક શકિત વધારવામાં અસરકારક હોવાનું ફેરવી તોળ્યું હતુ.