આજે જયારે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો અને અયોધ્યામાં રામમંદિરમાં નિર્માણનો નારો હવામાં ગુંજતો સંભળાય છે. ત્યારે રાષ્ટ્રવાદની સાથોસાથ આપણી સંસ્કૃતિ સંસ્કૃતિ પણ સભાન થવાનું જરૂરી બની રહે છે.
આઝાદીની લડત દરમિયાન રાષ્ટ્રવાદની ભવ્ય ભાવનાનો જુવાળ દેશ આખામાં આબાલવૃધ્ધ સૌને ઘેરી વળ્યો હતો.
આઝાદીની પ્રાપ્તી પછી આ ભાવનાનું પૂર રોજેરોજ ઓસરતું જતું જણાતું છે.
ધર્મ-સંપ્રદાય, કોમ જાતી કે પ્રદેશવાસની પકડમાંથી છૂટીને મહાત્મા ગાંધી જેવા મહા પ્રભાવી યુગપુરૂષની દોરવણી હેઠળ ભારત આખું એક થઈને ઉભું હતુ અદનામાં અદના આદમની છાતીમાંયે રાષ્ટ્રવાદનું જોમ ઉભરાતું હતુ આજે પરિસ્થિતિ સાવ પલટાઈ ગઈ છે. શીશામાં કેદ થયેલો જીન બૂચ ખૂલતા બહાર આવે એમ કોમવાદનો વિકરાળ રાક્ષસ મોટા મોટા ડોળા ફાડી આપણી સામે ઉભો છે. લોકશાહીની અસલી બુનિયાદ સમી ચૂંટણીમાં જ્ઞાતિવાદની ભૂમિકા પર લડાય છે. કાવેરી જેવી નદીઓના પાણી માટે સામસામા મોરચા મંડાય છે. કોમવાદ, જ્ઞાતિવાદ અને પ્રદેશવાદે ભેગા થઈ જઈને રાષ્ટ્રવાદના ફૂરચા ઉડાડવા માંડયા છે.
અને જેની આણ સૌ કોઈ સ્વીકારે એવો વિરાટ કદનો કોઈ નેતા પણ આજે નજરે ચઢતો નથી પક્ષાપક્ષી, મિથ્યાભિમાન, સંકુચિત સ્વાર્થ અને ટુંકી ટુકી ગણતરીઓને કારણે મોટાભાગના આગેવાનોનું કદ વામણું બની ગયું છે.
ખરેખર સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ ત્યારેજ સાકાર થાય જયારે રાષ્ટ્રવાદની પ્રત્યેક પ્રવૃત્તિને આપણી સંસ્કૃતિની પ્રેરણા અને સાંસ્કૃતિક પરંપરાઓનું પીઠબળ હોય.
આપણી સંસ્કૃતિના ઘડવૈયા છે રામ, કૃષ્ણ, મહાવીર, બુધ્ધ અને તુલસી, કબીર, જ્ઞાનદેવ, તુકારામ, નાનક, ચૈતન્ય, વલ્લુવર જેવા અનેકાનેક સંતો.
રામે આપણને ‘પ્રાણ જાય પણ વચન ન જાય’ એ જીવનમંત્ર આપ્યો છે. આતતાયને હણવામાં મુદલે પાપ નથી એવી સ્પષ્ટ જીવનનીતિ શ્રી કૃષ્ણે આપણને સમજાવી છે. મહાવીર અહિંસાનો અને બુધધે કરૂણાનો રાહ ચીંધ્યા સમાજજીવનમાંથી અન્યાયના નિવારણની ખરી ચાવી આપણને બતાવી છે.ક્ષુલ્લક સ્વાર્થોને પરહરી, ભેદભાવોને ભૂલી માનવીય ગૌરવને સર્વોપરી ગણવાની સમજ આપણને આપણા તમામ સંતોએ બક્ષી છે. આણા સાચા રાષ્ટ્રીય નેતાઓએ અને ઉંચા ગજાના સાહિત્યસર્જકો તથા કલાકારોએ આજ સમૃધ્ધ ભાથામાંથી ભરપૂર પોષણ મેળવ્યું છે.
આમ જોઈએ તો તે ભાજપ-આરએસએસની થિન્કટેંક દ્વારા જન્મ્યો હતો. અને રામમંદિર નિર્માણના મુદા સાથે સંલગ્ન રહ્યો છે. હિન્દુ મુસ્લીમ કટ્ટરપંથીઓ વચ્ચે તે આમતેમ અથડાયા કરે છે.
અયોધ્યા અંગેના સ્ફોટક વિવાદ સાથે તે સુપ્રીમ કોર્ટમાં પહોચ્યો હતો. એની સુનાવણી લાંબો વખત ચાલી હતી.
ભાજપના ચૂંટણી ઢંઢેરામાં ઘોષિત થઈ ચૂકયો છે.
રાજકીય પક્ષો ચૂંટણી ઢંઢેરામાં જે કાંઈ દર્શાવે છેતેનું નિશ્ર્ચિત પણે પાલન કરતા નથી હોતા.
આપણા દેશનાં રાજકારણમાં જૂઠાણા સામાન્ય બની ગયા છે. ખોટુ બોલવું, છેતરવું, દંભ આચરવો, એમાં કશું નવું રહ્યું નથી. અયોધ્યા મુદે આવેલા ચૂકાદાને અને તેના અમલને સમજવો પડશે અને તેને લગતા રાજકારણને પણ સમજવું પડશે.
આ ચૂકાદો દેશના રાજકારણને ડહોળે તેમ છે. અને નેતાઓની લુચ્ચાઈ તેમજ સંકુચિતતા ખૂલ્લી કરે તે શકય છે. દેશના અર્થતંત્રને પણ તે ઝપટમાં લે તેવો સંભવ છે.
દેશની ધર્મસત્તાને તે રાજકીય ઢબે બોલતી કરે તો નવાઈ નહીં…
હાલ તૂર્ત ‘તેલ અને તેલની ધાર’ જોઈને જ આનાં વિષે પ્રત્યાઘાતો અપાશે એમ કહી શકાય !
આપણા નેતાઓ અને ધર્માત્માઓ આનાં વિષે કાંઈ પણ ટીકા ટિપ્પણી કરવામાં સંયમ રાખે, તે જરૂરી છે, અને ડહાપણ ભર્યું લેખાશે!