મેથ્યૂ વેડે શાહીનના છક્કા છોડાવ્યા!!!
વિસ્ફોટક રમત રમી રહેલા પાકિસ્તાનના મનસૂબા ઉપર મેથ્યૂ વેડે પાણી ફેરવ્યું
આઈસીસી ટી-20 વિશ્વકપ નો બીજો સેમિફાઇનલ મેચ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયો હતો જેમાં અંડરડોગ ગણાતી ઓસ્ટ્રેલિયાની ટીમે પાકિસ્તાનને ધૂળ ચાટતું કર્યું હતું એટલું જ નહીં પાકિસ્તાન ની જે બોલી ક્ષેત્ર જે મજબૂત ગણવામાં આવતો હતો તે ક્ષેત્રે જ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો એ ઘાતક પ્રહારો કર્યા હતા અને ફાસ્ટ બોલર શાહિદ આફ્રિદી વિરુદ્ધ ત્રણ મહત્વપૂર્ણ હતા મારી રેડી ઓસ્ટ્રેલિયાને ફાઇનલમાં પ્રવેશ કરાવવા માટે મહત્વનો ભાગ ભજવ્યો હતો. મેચની શરૂઆત થી જ પાકિસ્તાન ચેમ્પિયન ટીમ તરીકે પુત્રી હતી અને વિસ્ફોટક રમત દાખવી હતી સામે ઓસ્ટ્રેલિયા ની ટીમ દ્વારા પણ અનેક ભૂલો કરવામાં આવી હતી પરિણામે પાકિસ્તાન ૧૭૬ રન સુધી પહોંચી શક્યું હતું.
177 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ ની શરૂઆત પણ ખરાબ રહી હતી જેમાં સુકાની ફિન્ચ શૂન્ય રને આઉટ થતાં ટીમને સૌથી મોટો ઝટકો લાગ્યો હતો. પરંતુ વોર્નર બાદ વેડ અને સ્ટોઈનીસે આક્રમક રમત રમી ઓસ્ટ્રેલિયાને વિજય અપાવ્યો હતો. આફ્રિદીની અવરમાં હસન અલી દ્વારા જે વેદનો કેચ મૂકવામાં આવ્યો તેનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાને મેચ પરનું પ્રભુત્વ ગુમાવી દીધું હતું. ત્યારે રવિવારના રોજ જે ફાઇનલ મેચ ન્યૂઝીલેન્ડ સામે રમવા જઈ રહ્યો છે.
તેમાં ઓસ્ટ્રેલિયા આત્મઘાતી સાબિત થાય તો નવાઇ નહિ જેનું મુખ્ય કારણ એ છે કે ન્યૂઝીલેન્ડ સ્ટ્રેટેજી ને અનુસરી રમત રમે છે જ્યારે ઓસ્ટ્રેલિયા કોઇ પરેજી વગર પોતાની આક્રમકતા દાખવી વિપક્ષી ટીમને ધૂળચાટતું કરવામાં માને છે ત્યારે બીજો સેમિફાઇનલ મેચ આક્રમકતાથી જીતી ટીમનું મનોબળ પણ ઊંચું આવ્યું છે જે ફાયર માં કદાચ ઓસ્ટ્રેલિયા ટીમ માટે આશીર્વાદરૂપ સાબિત થઇ શકે છે.