આશારામના સહ આરોપી તરીકે સજા ભોગવતા શિવા અને પ્રકાશને ટ્રાયલ કોર્ટે મુકત કર્યા
શ્રઘ્ધા અને આસ્થાના નામે યૌન શોષણ જેવો ગંભીર ગુનોને લઇ છેલ્લા ર૦ વર્ષથી જેલની સજા ભોગવી રહેલા આસારામને શું જામીન મળી શકે આ યક્ષ પ્રશ્ર્ન હાલ દરેકને સતાવી રહ્યો છે. રાજસ્થાનની હાઇકોર્ટે યૌન શોષણ મામલે આસારામ સાથે સંડોવાયેલા અન્ય લોકોની જામીન અરજીને મંજુર કરી છે. જો કે હજુ સુધી આસારામની જામીન અંગે કોઇ નિર્ણય લેવાયો નથી.
મહત્વનું છે કે આસારામ સામે સગીર યુવતિ યૌન શોષણ મામલે કોર્ટમાં અંતિમ દલીલ થઇ ગઇ છે. જેમાં શિલ્પી અને શરત ચંદ્રાની સજા માફ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ૨૫ માર્ચે છિન્નીવાડા ગુરુકુલમાં સગીરા સાથે યૌન શોષિતના મામલે ધરપકડ કરવામાં આવી હતી અને હવે તેઓની સજા માફ કરવામાં આવી છે.
મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી આસારામ આશ્રમ અને તેના મુખ્ય અનુયાયીઓની તપાસ ચાલી રહી છે. અને યૌન શોષણના ગુના સાથે સંડોવાયેલા લોકોની સઘન પુછપરછ થઇ રહીછે.
ઉલ્લેખનીય છે કે આસારામના વકીલે જણાવ્યું કે દુષ્કર્મના પ્રયાસની ધારામાં જામીન મળવા જોઇએ અને છેલ્લા કેટલાય વર્ષોથી જેલની હવા ખાઇ રહેલા આસારામના સાગરીતોને મુકત કરાતા હવે આસારામને જામીન મળશે કે કેમ તે પણ એક પ્રશ્ર્ન છે.