ગે સેકસ મામલે

આઈઆઈટીના વિર્દ્યાીઓના સંગઠન એલજીબીટીએ સુપ્રીમ કોર્ટમાં રીટ પીટીશન દાખલ કરતા કેન્દ્રનો જવાબ મંગાયો

ભારતીય બંધારણની કલમ ૩૭૭ મુજબ અકુદરતી શારીરિક સંબંધોને ગુનાહિત કૃત્ય ગણી ૧૦ વર્ષી લઈ આજીવન કેદ સુધીની સજા તેમજ દંડનીય જોગવાઈ અમલમાં છે ત્યારે આઈઆઈટીના વિર્દ્યાીઓના એક સંગઠને સુપ્રિમ કોર્ટ સમક્ષ પીઆઈએલ દાખલ કરી કલમ ૩૭૭ રદ્દ કરવા માંગણી તાં આ મામલે સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારનો જવાબ માગ્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ સુપ્રિમ કોર્ટે ગઈકાલે કેન્દ્ર સરકારને નોટિસ આપી આઈપીસી કલમ ૩૭૭ રદ્દ કરવા આઈઆઈટીના વિર્દ્યાીઓએ કરેલી પીટીશન પર જવાબ માગ્યો છે. આઈઆઈટીના ૨૦ ભૂતપૂર્વ અને વર્તમાન વિર્દ્યાીઓના એક જૂે અકુદરતિ લૈંગીક સંબંધો અંગે દાદ માંગી હતી અને આ તમામ લોકો લેસ્બીયન, ગે કે ટ્રાન્સઝેન્ડર હોવાનું જણાવી કલમ ૩૭૭ના કારણે શરમજનક સ્થિતિમાં હોવાનું કહ્યું હતું અને પોતાના આત્મ સન્માન માટે આ કલમ નડતરરૂપ હોવાનું જણાવ્યું હતું.

આઈઆઈટીના એલજીબીટી એલ્યુમની એસો. વતી અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં ૩૫ થી વધુ સભ્યો હોવાનો દાવો કરાયો છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ વર્ષ ૨૦૧૩માં સુપ્રિમ કોર્ટે નાઝ ફાઉન્ડેશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી બાદ પુખ્તવયના લોકો વચ્ચે ગે સેકસને ગુનાહિત ગણાવ્યું હતું અને કલમ ૩૭૭ હેઠળ આવા કૃત્યો બદલ ૧૦ વર્ષી લઈ આજીવન કેદની સજા અને દંડનીય જોગવાઈઓ પણ કરી છે.  આ અરજીમાં કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે, કલમ ૩૭૭ને લઈ સરકાર કે સંસદ આ બાબતને ચકાસવા માટે તૈયાર ની ત્યારે ઘણા અરજદારોને ડિપ્રેશન તથા ન્ય માનસીક સ્વાસ્થ્યને લઈ પ્રશ્ર્નો હોય કલમ ૩૭૭ અંગે પુન: વિચાર કરવા માંગણી કરી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.