સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ ખુબ ચર્ચામાં રહ્યો છે. જેમાં રાષ્ટ્રીય ભાજપ અઘ્યક્ષ અમીત શાહ ઉ૫ર પણ આંગળી તાકવામાં આવી રહી છે. વાત કરીએ તો સોહરાબુદ્દીન એન્કાઉન્ટર અને તુલસી રામ પ્રજાપતિ મર્ડર કેસમાં રાષ્ટ્રીય અઘ્યક્ષ અમીત શાહ, ડી.જી. વણઝારા, રાજકુમાર પાન્ડીયન અને એમ.એન. દિનેશ મુખ્ય આરોપી તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ૨૦૧૪ માં કોર્ટે અમીત શાહને નિર્દોષ જાહેર કર્યા હતાં.

વાત કરવામાં આવે તો સોહરાબુદ્દી એન્કાઉન્ટર કેસની તજવીજ આઇપીએઇ ઓફીસર સંદીપ નામગડે કરી રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે ૨૦૧૨ માં ટ્રાઇલ કોર્ટે અમીત શાહ અને ગુલાબચંદ કટારીયા કે જેઓ રાજસ્થાનના હાલના ગૃહમંત્રી છે તેઓને કોર્ટે દોષિત ઠરાવ્યા હતા.

તપાસ કરવા બાદ જાણ થઇ હતી કે મુખ્ય આરોપી તરીકે અમીત શાહ, ડી.જી. વણઝારા, કે જેઓ પૂર્વ ગુજરાત રાયજા ડી.આઇ.જી. હતા. રાજુકમાર પાન્ડીયન (આઇબી) અને એમ.એન. દિને કે (રાજસ્થાન પોલીસના આઇ.પી.એસ. અધિકારી) સહીતનાં અન્ય રહ્યા છે. જેમાં અમીત શાહ સહીત ૧૩ પોલીસ અધિકારીઓને કોર્ટએ છોડયા હતા. એમ કહીને તે આધાર પુરાવા તેમના દોષોને અકબંધ કરવા અસક્ષમ છે.

પોલીસ અધિકારો ગામગડેને એ જણાવ્યું  હતું કે તુલસીરામ પ્રજાપતિ કેસમાં રાજકીય દાવ રમાયો હતો. તેઓએ જણાવ્યું હતું કે પુરાવા વગર તેઓ કોઇના નામ નથી આપી શકતા, પરંતુ જે ચાર્જ-શીટ ફાઇલ કરવામાં આવી છે. તેમાં જે પુરાવા રજુ કરાયા છે.

તે પૂર્ણ નથી આ તકને રાહુલ ગાંધીએ ઉપાડી લીધી હતી. અને ભાજપને ટાર્ગેટ બનાવ્યોહતો. તે સમયે સ્મૃતિ ઇરાનીએ ટવીટ કરતાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધીને તમામ મુદ્દાઓનો ખ્યાલ છે અને એ પણ ખબર છે કે કોર્ટે અમીત શાહને બરી કર્યા હતા. કેસ પ્રમાણે સોહાબુદ્દીન શેખ તેની પત્ની કૌશરબીને આંતકવાદી છે તેમ ગાંધીનગર પાસે તેમનું એન્કાઉન્ટર કર્યુ હતું. જેમાં તુલસીરામ પ્રજાપતિ તેમની સાથે હતો જે એન્કાઉન્ટરના સાક્ષી હતાં. તે પણ મારી નાખવામાં આવ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.