૧૦ ટકાથી ૮૦ ટકા જેટલા ડિસ્કાઉન્ટ અપાતા રાષ્ટ્રીય વેપાર સમિતિ પર છવાયા ચિંતાનાં વાદળો
દેશભરમાં ઈ-કોમર્સનાં માધ્યમથી લોકો અનેકવિધ ચીજ-વસ્તુઓ ખરીદતા હોય છે ત્યારે ઈ-કોમર્સ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા લોકો સસ્તું મળી રહે તે હેતુસર એમેઝોન, ફલીપકાર્ટ જેવી કંપનીઓ પણ વધુ નિર્ભર રહે છે. આ તકે તહેવારોની સીઝન શરૂ થતા રાષ્ટ્રીય વેપાર સમિતિ ઉપર ચિંતાનાં વાદળો છવાયા છે. તેઓએ સરકારને ભલામણ કરી છે કે ઈ-કોમર્સ કંપની એમેઝોન અને ફલીપકાર્ટને તહેવારોની સીઝનમાં જે ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે તેનાં ઉપર બેન મુકવામાં આવે.
રાષ્ટ્રીય વેપાર સમિતિ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, આ સમય દરમિયાન ઈ-કોમર્સ કંપની તેનાં પ્રોડકટ ઉપર ૨૦ થી લઈ ૮૦ ટકા જેટલા ડિસ્કાઉન્ટો આપતી હોય છે જેનાં કારણે જે સ્થાનિક વ્યાપારીઓ ચીજવસ્તુઓનું વેચાણ કરતા હોય તેને ખુબ જ માઠી અસર પહોંચે છે. ઘણા ખરા વખતે ઈ-કોમર્સ કંપનીનાં પ્લેટફોર્મ મારફતે જે ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હોય છે તે ગુણવતાયુકત અનેક સમય ન હોવાથી લોકો નાસીપાસ થઈ જતા હોય છે પરંતુ એમેઝોન, ફલીપકાર્ટ જેવી કંપનીઓ ૨૦ થી લઈ ૮૦ ટકા સુધી ડિસ્કાઉન્ટ આપતા લોકોની લાલચમાં અનેકગણો વધારો થતો હોય છે અને તેઓ ઈ-કોમર્સ કંપની પર વધુને વધુ દારોમદાર રાખતા હોય છે. એમેઝોન અને ફલીપકાર્ટ પર જે વેપારીઓ રહેતા હોય છે તેમાં પણ તેઓને અનેકવિધ પ્રકારે તકલીફોનો સામનો કરવો પડે છે. ફલીપકાર્ટનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર હાલ ફલીપકાર્ટ માધ્યમ પર ૧૦ હજારથી વધુ સેલરો નોંધાયેલા છે કે જેઓ બીગ બીલીયન ડે સેલને આવકારવા માટે તત્પરતા દાખવે છે.
એમેઝોનનું કહેવું છે કે, દેશમાં જે નાના વ્યાપારીઓ કે જેઓ સ્ટાર્ટઅપ થકી લોકો સુધી પહોંચવા માંગે છે તે આ દિવસોની સૌથી વધુ રાહ જોતા હોય છે જેથી તેઓ તેમની ચીજ-વસ્તુઓ ભારતનાં છેવાડાનાં માનવી સુધી પહોંચાડી શકે જે ઈ-કોમર્સ પ્લેટફોર્મનો લાભ લઈ રહ્યા છે પરંતુ રાષ્ટ્રીય વેપાર સમિતિ એમેઝોન અને ફલીપકાર્ટ જેવી કંપનીઓનો વિરોધ દર્શાવી રહ્યા છે અને સરકારને ભલામણ કરી છે કે, તહેવારોનાં દિવસોમાં આ કંપનીઓ ઉપર બેન્ડ મુકવામાં આવે.