પાંચ વર્ષના શાસનમાં ભાજપે રોડ રસ્તા, પાણી, ગટર સહિત અનેક વિકાસના કામો કર્યા
જસદણ નગરપાલિકામાં છેલ્લા પાંચ વર્ષથી ચાલતા ભાજપના સાશનનો આગામી વિકમાં અંત આવી જશે કારણ કે થોડા દિવસોમા શાસન મુદતનો સમય પાંચ વર્ષ પુરા જશે જસદણ નગરપાલિકામાં ગત ચુંટણીમાં કુલ મળી ર8 નગરસેવકો ચુંટાયા હતા જેમાં ભાજપમાંથી ર3 અને કોંગ્રેસમાંથી પાંચ સભ્યો ચુંટાયા હતા ચુંટણી બાદ પ્રથમ પ્રમુખ તરીકે જીજ્ઞેશભાઇ જીવનભાઇ હીરપરાએ અઢી વર્ષ સુધી બીજા તબકકામાં અનિતાબેન અલ્પેશભાઇ રૂપારેલીયા અઢી વર્ષ માટે પ્રમુખપદે રહી તેમણે અનેક રેકોર્ડ સ્થાપિત કર્યા હતા.
અનિતાબેનના શાસન દરમિયાન તેમણે રોડ, રસ્તા, પાણી ગટર જેવા અનેક કામો જે લાંબા સમયથી અણઉકેલ હતા. તે કરોડો રૂપિયાના ખર્ચે બનાવી લોકોમાં રાહત પ્રસરાવી ખાસ કરીને અનિતાબેનના શાસનકાળ દરમિયાન 1ર જેટલી ખાસ અને સામાન્ય સભા યોજાય જેમાં દરેક સભામાં ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ જે વિકાસના કાર્યોમાં જે સહકાર આપ્યો હતો તે પણ પાલિકાના ઇતિહાસમાં એક રેકોર્ડ છે. ત્યારે આગામી સમયમાં જસદણમાં વહીવટદારનું રાજ આવશે તે નકકી છે.