ભુતાનની ચૂંટણીમાં ચોંકાવનારા પરિણામો આવતા ભારત તરફ કુણુ વલણ ધરાવતા પક્ષના હાથમાંથી સત્તા સરકી જશે
ભારતનો પરંપરાગત મિત્ર ગણાતું નેપાળ ધીમે-ધીમે ચીનના પડખે જઈ રહ્યું છે ત્યારે હવે જુનુ મિત્ર ભુતાન પણ ભારત માટે મુશ્કેલી સર્જે તેવી દહેશત છે. તાજેતરમાં ભુતાનના ચુંટણી પરીણામો જાહેર થયા હતા જેમાં ભારત સરકારનો મિત્ર ગણાતો પક્ષ ત્રીજા સ્થાને રહ્યો છે.
ભુતાનમાં શાસન કરી ચુકેલો પીપલ્સ ડેમોક્રેટીક પક્ષ છેક ત્રીજા સ્થાને ધકેલાઈ ગયો છે. આ પક્ષના સુપ્રીમો શેરીંગ તોગેય વડાપ્રધાનપદ ભોગવી રહ્યા છે પરંતુ તેઓને પદ મુકવુ પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. ભુતાનનો વિરોધ પક્ષ ડ્રુક ફેનસુમ ઈસોગભા દ્વિતીય સ્થાને રહ્યું છે.
જયારે જે પક્ષને સૌથી નબળો માનવામાં આવતો હતો તે ભુતાનની સતા ચલાવે તેવી સ્થિતિ ઉભી થઈ છે. પરીણામે ભારત તરફ કુણુ વલણ ધરાવતી સરકારનું સર્જન થશે અને નવી સરકારનું વલણ કેવું હશે તે ઉપર સવાલો ઉઠી રહ્યા છે.
વર્ષ ૨૦૧૩ની ચુંટણીમાં ભારત તરફથી પોતાની તરફ કુણુ વલણ ધરાવતા પક્ષને જીતાડવા પ્રયાસ થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. વર્ષ ૨૦૦૮ થી ૨૦૧૩ સુધી સતા ભોગવી ચુકેલા ડીપીટી સાથે ભારત સરકારના સંબંધ ખુબ જ સારા રહ્યા હતા પરંતુ ડોકલામ વિવાદ બાદ હવે ભારત અને ભુતાનના સંબંધો કઈ તરફ જશે તે જોવાનું રહ્યું.