વન્યજીવનએ પ્રકૃતિની અમૂલ્ય ભેટ છે જેના દ્વારા આપણાં જંગલો શોભે છે. પૃથ્વી પરના વન્યપ્રાણી ઓક્સિજનની પ્રાપ્યતા સરખી રાખવા, દવાઓ, ઓષધિઓ, ખોરાક, જમીનની ફળદ્રુપતા, વગેરેમાં સહાય કરે છે. આ વન્યપ્રાણીઓ દિવસેને દિવસે લુપ્ત થવા લાગ્યા છે. તેના માટે ઘણા બધા કારણો જવાબદાર છે. જેમ મનુષ્યોને રોજિંદા જીવન માટે પૂરતો ખોરાક-પાણી અને વાતાવરણ જોઈએ છે, તેમ વન્યજીવોને પણ પોતાને માફક આવે એવો ખોરાક અને વાતાવરણ જોઈએ, પરંતુ મનુષ્યોએ પોતાના સ્વાર્થ માટે તેમના જીવ જોખમમાં મૂક્યા છે. બીજા ઘણા કારણોને લીધે પણ વન્યજીવો લુપ્ત થવા લાગ્યા છે. જેનાથી પ્રકૃતિના સંપૂર્ણ સંતુલનને ખલેલ પહોંચશે. જો લુપ્ત પ્રાણીઓ,પક્ષીઓ અને છોડ દ્વારા પ્રકૃતિનું સંતુલન ખલેલ પહોંચે તો માનવ જીવન વિક્ષેપિત થશે તેમની ગેરહાજરીને કારણે, આપણું જીવન પણ સંકટમય બનશે. તેથી વન્યજીવોને લુપ્ત થતાં બચાવવા માટે દર વર્ષે 3 માર્ચે લોકોને વિશ્વભરમાં અદૃશ્ય થઈ રહેલ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની પ્રજાતિઓ વિશે જાગૃત કરવા માટે ‘વન્યપ્રાણી દિવસ’ ઉજવવામાં આવે છે. આ વિશેષ દિવસે વિશ્વભરની સરકારો વન્યપ્રાણીઓને બચાવવા વિવિધ જાગૃતિ અભિયાનોનું આયોજન કરે છે. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દર વર્ષે વિવિધ વિષયો સાથે આ ખાસ દિવસની ઉજવણી કરે છે.
આ વિશેષ દિવસની શરૂઆત કેવી રીતે થઈ ?
વિશ્વભરમાંથી અદૃશ્ય થઈ રહેલા જંગલી ફળો અને ફૂલોના આંતરરાષ્ટ્રીય વેપાર પર પ્રતિબંધ મૂકવા માટે 3 માર્ચ 1973ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ વિશેષ દિવસની યાદમાં, 20 ડિસેમ્બર, 2013 ના રોજ, સંયુક્ત રાષ્ટ્રની મહાસભાનું 63 મા અધિવેશનમાં, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વિશ્વ વન્યપ્રાણી દિવસ દર વર્ષે 3 માર્ચે ઉજવવામાં આવશે. પ્રથમ વિશ્વ વન્યજીવન દિવસ 3 માર્ચ, 2014 ના રોજ મનાવવામાં આવ્યો હતો.
દર 24 કલાકમાં પ્રાણીસૃષ્ટિ અને છોડની લગભગ 200 જાતિઓ લુપ્ત થાય છે. તેથી દર વર્ષે લગભગ 73,000 પ્રજાતિઓ પૃથ્વી પરથી લુપ્ત થઈ રહી છે.
વિશ્વ વન્યપ્રાણી દિવસની અલગ અલગ થીમ:
2015ની થીમ “વન્યપ્રાણી અપરાધ પ્રત્યે ગંભીર બનવાનો સમય છે”.
2016ની થીમ “વન્યપ્રાણીઓનું ભવિષ્ય આપણા હાથમાં છે.
2017ની થીમ “યુવાન અવાજ સાંભળો”
2018ની થીમ “મોટી બિલાડીઓ શિકારીઓના ખતરામાં છે
2019ની થીમ: “પાણીની નીચે જીવન
2020ની થીમ પૃથ્વી પર જીવન કાયમ રાખવાનું છે
2021ની થીમ “વન અને આજીવિકા: સસ્ટેનીંગ પીપલ એન્ડ પ્લેનેટ”
જો આપણે ભવિષ્યમાં વન્યજીવોનો બચાવ કરવો હોય તો આપણે તેમની જરૂરિયાતનું પણ ધ્યાન રાખવું પડશે તેમને માફક આવે તેવું વાતાવરણ પૂરું પાડવું પડશે જેથી ભવિષ્યમાં પણ તેને પ્રકૃતિમય જીવનમાં નિહાળી શકીયે.