ઘણી વખત વન્યજીવોને લગતી બાબતો જેવી કે વન્ય જીવો દ્વારા થતાં પશુ મરણના વળતરની સહાય, વન્યજીવોના રેસ્કયુ કે બચાવની કામગીરી માટે કે વન ગુના બનવા અંગે બાતમી આપવા માટે લોકોને લાગુ પડતા વન અધિકારીનો સંપર્ક કરવાની જરૂર ઊભી થતી હોય છે. એક જ જિલ્લામાં એકથી વધુ અધિકારીઓ ફરજ બજાવતા હોય છે. અને દરેકની જવાબદારીઓ નક્કી કરવામાં આવેલી હોય છે, પરંતુ કેટલીક વખત માહિતીના અભાવે કયા અધિકારીનો સંપર્ક કરવો જોઈએ તેની જાણકારી લોકોને હોતી નથી,

આથી વનવિભાગ દ્વારા સમગ્ર રાજ્યના તાલુકા અને જિલ્લા વાઈલ્ડલાઈફ વોર્ડનની માહિતી આપતી ઓનલાઇન વાઇલ્ડલાઇફ હેલ્પલાઈન ડિરેક્ટરી બહાર પાડવામાં આવેલી છે. જેના ઉપયોગ થકી લોકો લાગુ પડતા અધિકારીનો નંબર સરળતાથી મેળવીને તેમનો સીધો સંપર્ક કરી શકશે.

ઓનલાઇન વાઈલ્ડલાઈક હેલ્પલાઇન ડિરેક્ટરી કેવી રીતે કામ કરશે?

વન વિભાગ દ્વારા વાઈલ્ડલાઈફ હેલ્પલાઇન નંબર 8320002000 જાહેર કરવામાં આવેલ છે. આ નંબર લોકોને પોતાના મોબાઇલમાં સેવ કરવા વનવિભાગ દ્વારા અપીલ કરવામાં આવેલ છે.

આ નંબર પર લોકો whatsapp નો ઉપયોગ કરીને માહિતી મેળવી શકે છે.

આ માટે સેવ કરેલા નંબર પર whatsapp માધ્યમથી HI લખીને મોકલવાથી હેલ્પલાઈન નંબરમાંથી ઓટો રીપ્લાય દ્વારા સમગ્ર રાજ્યનાના કોન્ટેક્ટ નંબર ઉપલબ્ધ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.