ગ્લોબલ વોર્મિંગની સમસ્યા અને વાતાવરણમાં પ્રદૂષણને લઇને કપાતા જંગલો બચાવવા જરૂરી છે તેવા સંજોગોમાં પણ અનિવાર્ય વિકાસ માટે જંગલની જમીનો હેતૂફેર કરવો પડે છે પરંતુ આ પ્રક્રિયાના પર્યાવરણને ઓછામાં ઓછું નુકશાન થાય તે જોવાનું રહ્યું
અબતક-રાજકોટ
કંઇક પ્રાપ્ત કરવા માટે કંઇક ‘આપવું જ પડે’ વિકાસ અને આંતર માળકીય સુવિધાઓનું વિસ્તર અત્યારે આવશ્યક બની રહ્યું છે ત્યારે તંત્ર માટે વિકાસની સાથેસાથે પર્યાવરણની વિરાસત અને કુદરતી વસ્તુઓનું જાળવણીનું સંતુલન જાળવી રાખવું નટ ચાલ જેવું બની રહ્યું છે. એક તરફ જંગલ અને પર્યાવરણની જાળવણી જરૂરી બની છે બીજી તરફ જરૂરી વિકાસ અને સંશાધનના નિર્માણ માટે પર્યાવરણને જેમ બને તેમ ઓછું નુકશાન થાય એ રીતે જંગલની જમીનનો સદ્ઉપયોગ કરવો પણ અનિવાર્ય બન્યો છે.
દેશની વધતી જતી વસ્તી અને વિકાસની તકો સાથે સાથે આંતર માળખાકીય સુવિધાઓના વિકાસની આવશ્યકતાને ધ્યાને લઇ વન પર્યાવરણના જતન સાથે જંગલની આરક્ષિત જમીનોનો ઉપયોગ કરવાની જરૂરીયાતો ઉભી થઇ છે. અત્યાર સુધીની વિકાસના કામો માટે વાઇલ્ડ વાઇફ બોર્ડ દ્વારા એક લાખ આઠ હજાર હેક્ટર જેટલી જમીનો વિકાસ માટે છુટી કરી છે. 2020માં 48 પ્રોજેક્ટ માટે 3,349 જેટલાં ફૂટબોલ મેદાનો બની શકે તેટલી 1,792 હેક્ટર જેટલી જમીનોને મંજૂરી આપી છે.
મોટાભાગની વિકાસ પરીયોજનાઓ આરક્ષિત અભ્યારણ, નેશનલ પાર્ક અને વાઘ અભ્યારણની જેમ સરક્ષિત જમીનો છુટી કરવામાં આવી છે. લીંગલ ઇન્સીએટીવ ફોર ફોરેસ્ટ એન્ડ એનવાયરમેન્ટ (લાઇફ)નામની સંસ્થા દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં આ જાણકારી બહાર આવી છે. એક હજાર ચાલીસ હેક્ટર જમીન ઇક્કોસેન્સીટીવ ઝોનમાં હેતુફેર કરવામાં આવી છે. જેમાં 594 હેક્ટર જેટલી જમીન વાઘ અભ્યારણમાં સંરક્ષણ અને આંતર માળખાકીય વિકાસ માટે ફાળવવામાં આવી છે. જ્યારે બાકીની 158 જમીન અભ્યારણની છે.
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવેડકરની અધ્યક્ષતા વાળા બોર્ડ દ્વારા અત્યાર સુધી 10,8983 એટલે 1089 ચોરસ કિલોમીટર વન્ય જમીનનો હેતુફેર થયો છે. આમ જોવા જઇએ તો અત્યારે ગ્લોબલ વોમિર્ંગની સમસ્યા અને વાતાવરણમાં પ્રદૂષણને લઇને કપાતા જંગલો બચાવવા જરૂરી છે તેવા સંજોગોમાં પણ અનિવાર્ય વિકાસ માટે જંગલની જમીનો હેતૂફેર કરવો પડે છે પરંતુ આ પ્રક્રિયાના પર્યાવરણને ઓછામાં ઓછું નુકશાન થાય તે જોવાનું રહ્યું.