અંતરીક્ષમાં પણ યુદ્ધના ડાકલા વાગી રહ્યાં છે. પૃથ્વી પર કોઈપણ સ્થળે મિસાઈલ ડિફેન્સ ટેકનોલોજી, કોમ્યુનિકેશન અને સૈન્યને સહાય પહોંચાડવા માટે અમેરિકાના સેટેલાઈટ ૨૪ કલાક અવકાશમાં કાર્યરત હોય છે. આ અમેરિકાની સૌથી મોટી તાકાત છે. માટે રશિયા અને ચીન અમેરિકાની આ તાકાત ઓછી કરવા માંગે છે. જેના પરિણામે બન્ને દેશોએ અંતરીક્ષમાં સ્પેશ ડેવલોપમેન્ટ ટેકનોલોજી અને હથિયારો ખડકવાનો તખ્તો તૈયાર કર્યો છે. થોડા દિવસ પહેલા જ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભૂમિ, હવા અને સમુદ્રની જેમ અવકાશ પણ રણભૂમિ હોવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, હાલ અમારી પાસે એરફોર્સ છે. આગામી સમયમાં સ્પેશ ફોર્સ પણ હશે. અમેરિકા, રશિયા અને ચીન વચ્ચે સ્પેશ વોર શે તેવા એંધાણ વર્ષ ૨૦૦૭માં જ આવી ગયા હતા. તે સમયે ચીને મિસાઈલ ફાયર કરી અવકાશમાં તરતા પોતાના ડેડ સેટેલાઈટને તોડી પાડયું હતું. ત્યારબાદ સ્પેસ વોર થશે તે વાત નિશ્ર્ચિત થઈ ગઈ હતી. હવે અમેરિકાની સ્પેશ આધારિત તાકાતને રોકવા રશિયા અને ચીન દ્વારા હથીયારો તૈયાર થઈ રહ્યાં હોવાની વાત સામે આવી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,