પ્રો.પી.એસ.આઈએ સર્વિસ રિવોલ્વરમાંથી સગર્ભા પત્નીને મોતને ઘાટ ઉતારી હતી
શહેરના રામનાથપરા પોલીસ લાઈનમાં સગર્ભા પત્નીને સર્વિસ રિવોલ્વરમાંથી મોતને ઘાટ ઉતારવાના ગુનામાં જેલ હવાલે રહેલા પ્રો.પી.એસ.આઈએ કરેલી નાર્કો ટેસ્ટની અરજી અદાલતે ફગાવી નામંજુર કરતો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ શહેરના બી ડિવીઝન પોલીસ મથકમાં પ્રો.પી.એસ.આઈ હિરેનસિંહ પરબતસિંહ પરમારે વર્ષ ૨૦૧૩માં રામનાથપરા પોલીસ લાઈનના કવાર્ટરમાં પોતાની પત્નિ રસીલાબેનને સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી ધરબી મોતને ઘાટ ઉતારવાના ગુનામાં મૃતકના ભાઈની ફરિયાદ પરથી હિરેનસિંહ પરમારની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યો હતો.
બનાવ સમયથી જેલમાં રહેલા હિરેન પરમારે પોતાનો નાર્કો ટેસ્ટ કરવાની સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. નાર્કો ટેસ્ટ અરજી માટેની કારણોમાં રાજકીય, પોલીસ અને વકીલની મારા વિરુઘ્ધ સંડોવણી છે. મૃતકના પત્નીના ભાઈ જે ફરિયાદી છે જે શકિતશાળી ગુન્હાહીત ભુતકાળ ધરાવતા રાજકારણીની સંડોવણીને કારણે તેની વિરુઘ્ધ ફરિયાદ નોંધવામાં આવેલી છે.
સ્પ્રે.પી.પી. ચેતનાબેન કાછડીયા આ અરજીનો વિરોધ કરીને જણાવેલુ કે ફરિયાદપક્ષના સાહેદોને તપાસ્યા બાદ આરોપીનું વિશેષ નિવેદન લીધેલ અને બચાવપક્ષે ત્રણ સાહેદોને તપાસ્યા બાદ અને પુરાવો આરોપી તરફે કેસને વિલંબમાં નાખવા માટે અરજી કરેલ છે. આરોપીએ તપાસના તબકકે તેમજ કેસની શરૂઆતમાં આવી કોઈ અરજી કરેલ નથી.
આ કામમાં મુળ ફરિયાદીના એડવોકેટે લેખિતમાં વિરોધ કરીને ફરિયાદ પક્ષનો પુરાવો આશરે એક વર્ષ કરતા વધુ સમયથી પુરો થયેલો છે જેથી અરજી રદ કરવા વિનંતી કરેલ છે.
બંને પક્ષકારોને સાંભળી તેમજ ફરિયાદીની લેખીત રજુઆત તથા કાયદાકીય પરિસ્થિતિને લક્ષમાં લઈને એડીશ્નલ સેશન્સ જજ એચ.એમ.પવારે આરોપીને અધિકાર પ્રાપ્ત થતો નથી તેની નિર્દોષતા પુરવાર કરવા માટે આખરી તબકકે નાર્કો ટેસ્ટની માંગણી કરેલ છે.
જેથી કેસના સંજોગોને લક્ષમાં લઈને અરજીમાં કોઈ તથ્ય જણાતું ન હોય જેથી અરજી રદ કરવામાં આવેલી છે.
મુળ ફરિયાદીવતી એડવોકેટ દરજજે લલિતસિંહ શાહી, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચંદ્રકાંત દક્ષિણી, સુરેશ ફળદુ, વિનય ઓઝા, ધર્મેન્દ્ર ગઢવી, હિતેષ ગોહેલ, મનીષ ગુરૂગ અને નિશાંત જોષી રોકાયેલા હતા.