હળવદ પંથકના ગ્રામય વિસ્તારના મોટા ભાગના રસ્તા ઓ અતિ બિસ્માર હાલમાં હોવાથી અવારનવાર વાહન ચાલકો અકસ્માત નો ભોગ બનતા હોય છે અને મોત થયા ના પણ બનાવો પણ પ્રકાશ મા આવતા હોય છે તેમ છતાં પણ જવાબદાર તંત્ર ના પેટનું પાણી પણ હલતું હોતુ નથી ત્યારે આવા ખરાબ રસ્તા એ વધુ એક મહિલા નો ભોગ લીધો હતો હળવદ ના ભલગામડા નજીક દંપતિ બાઈક પર જઈ રહ્યું હતું ત્યારે રોડ પર ખાડો આવતા પત્ની બાઈક પરથી નીચે પટકાઈ હતી . પત્નીને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. આમ ખાડાના કારણે એક વ્યક્તિનો જીવ ગયો હતો.
પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદ સરા રોડ પર ધર્મેન્દ્રસિંહ નટુભા સીસોદીયા અને તેમના પત્ની જ્યોતિબા ધર્મેન્દ્રસિંહ સીસોદીયા ઉ.વ.૩૬ બાઈક પર જતાં હતા. ત્યારે ભલગામડાં નજીક રોડ પર ખાડો આવતા જ્યોતિબા બાઈક પરથી પડી ને નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં જ્યોતિબાને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું.
રોડ પર રહેલા ખાડાના કારણે પરિણીતાને જીવ ગુમાવાનો વારો આવ્યો હતો. હજુ પણ મોરબી જિલ્લાના મુખ્ય માર્ગો પર અનેક ખાડાઓના કારણે અકસ્માતનું જોખમ સર્જાઈ રહ્યું છે. ત્યારે તંત્રએ તાત્કાલિક નક્કર કામગીરી કરવાની તાતી જરૂર છે