રાજકોટમાં આપઘાતના બે બનાવો પોલીસ ચોપડે પ્રકાશીત થયા છે. જેમાં પ્રથમ બનાવમાં બાબરીયા કોલોનીમાં રહેતી પરીણીતાને પતિએ બાળકોને ઠપકો દેવાની ના પાડતા પરીણીતાને એ વાતનું માઠુ લાગી આવતા તેણીએ ગળાફાંસો ખા જીવન ટુંકાવ્યું છે. જયારે અન્ય બનાવમાં આંબેડકરનગરમાં રહેતા અને મંજુરી કામ કરતા યુવાને ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવારમાં  ખસેડવામાં આવ્યો હતો.

જયાં તેનું મોત નિપજયું છે.મળતી માહીતી મુજબ પ્રથમ બનાવમાં શહેરમાં બાબરીયા કોલોનીમાં રહેતા રૂબીનાબેન મોહમદહનીફ શાહ (ઉ.વ.31) નામની પરપ્રાંતીય પરીણીતાએ પોતાનાા ઘરે એંગલમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ ભકિતનગર પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પ્રાથમિક પુછતાછમાં જાણવા મળ્યું હતું કે મૃતકને સંતાનમાં ચાર વર્ષની જુડવા દીકરીઓ છે અને તે કોઇ વાત પર ઝઘડો કરતી હતી જેથી તેને ઠપકો આપતા પતિને આ વાત ન ગમતાં તેને પરીણીતાને ઠપકો આપવાની ના પાડતા તેણીને માંઠુ લાગી આવતાં આ પગલુ ભર્યાનું હાલ જાણવા મળ્યું છે.

અન્ય બનાવમાં 150 ફુટ રીંગ રોડ પર આંબેડકરનગરમાં રહેતા અને કડીયા કામની મંજુરી કરતાં અશોક ભીખાભાઇ વાઘેલા (ઉ.વ.ર6) નામના યુવાને પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે સીવીલ હોસ્5િટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં તેનું સારવારમાં મોત  નિપજતા પરિવાર શોકમાં ગળકાવ થયો છે માલવીયાનગર પોલીસે હોસ્પિટલુે દોડી જઇ આપઘાત પાછળનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.