‘પત્નીએ જ પતિને’ મોતને ઘાટ ઉતાર્યો
પતિએ પીયર જવાની ના પાડી, સગા-સંબંધીઓ સાથે વાત કરવા ન દેતા ઢીમ ઢાળી દીધાની આપી કબુલાત
વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે ખેત શ્રમિકની હત્યાનો બનાવ બનેલ હતો. આ હત્યાના બનાવમાં 5જુલાઈની રાત્રીના સમયે કોઈ અજાણ્યા બે ઈસમો દ્વારા ખેતશ્રમિકને માથાના ભાગે લોખંડની કોસ અને કુહાડી મારી હત્યા કરાયાની ફરિયાદ મૃતક ખેત શ્રમિકના ભાઈ દ્વારા લખાવવામાં આવી હોય. આ હત્યાના બનાવમાં કજિયા કંકાસના અણબનાવ અને મૃતક પતિ દ્વારા પત્નીને પોતાના પિયર ન જવા દેવાનો રોષ રાખી આવેશમાં આવી ખુદ શ્રમિકની પત્ની દ્વારા જ શ્રમિક પતિની હત્યા કર્યાની કબૂલાત આપતા આરોપી પત્ની વિરુધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકે હત્યાનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.
આ હત્યાનો બનાવ વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામ ખાતે મકબુલભાઇની વાડીએ આવેલ ઓરડી ખાતે બનેલ હતો. આ હત્યાના બનાવમાં મૃતકના મોટાભાઈ સુકુભાઇ ડુંગરભાઇ બામનીયા જાતે આદીવાસી પોતાની ફરીયાદમાં જાહેર કર્યું કે મારો નાનોભાઇ રવીતભાઇ ડુંગરભાઇ બામનીયા તથા તેની પત્ની કરમબાઇ એમ બંન્ને જણા વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામ ખાતે મકબુલભાઇની વાડીએ રહી મજુરી કામ કરતા હોય અને ગઇ તા.5/7/2023 ના રાત્રીના સમયે પોતાનો નાનો ભાઇ રવીત તેની પત્ની કરમબાઇ સાથે વાડીની ઓરડીમાં સુતો હોય તે વખતે કોઇ અજાણ્યા બે ઇસમો કોઇ હથિયાર વડે માથામાં માર મારી મોત નિપજાવેલ હોવાની ફરિયાદ આપેલ હોય અને આ ફરિયાદમાં પોતાના નાનાભાઇની પત્ની કરમબાઇ પણ આરોડીમાં સાથે જ સુતી હોય જેથી આ કરમબાઇએ પણ આ બે અજાણ્યા માણસોને મદદ કરેલ હોવાની શંકા-ઉપજાવતી ફરીયાદ આપતા.
મૃતકની પત્ની કરમબાઇ રવિતભાઇ બામનીયાની યુકિત પ્રયુકિતથી અને આગવી ઢબથી સઘન પુછપરછ કરતા ભાંગી પડતા આ હત્યા પોતે કરેલ છે તેવી કબૂલાત આપી હતી. તેમજ હત્યાના બનાવની સંપુર્ણ અને સત્ય હકિકત જણાવેલ કે,પોતે તથા મરણ જનાર રવિતને લગ્નનો એકજ મહીનો થયેલ હોય અને તેનો પતિ તેના સગાવહાલા સાથે ફોન માં વાત-ચીત કરવાની ના પાડતો હોય અને નાની નાની બાબતે તેણી સાથે ઝઘડો-તકરાર કરતો હોય અને પોતાના પિતા પાસે જવાનુ કહેતા મૃતક પતિએ જવાની ના પાડેલ અને કોઇ દિવસ જવા નહી દવ તેમ કહેતો હોય અને દામ્પત્ય જીવનમાં પણ સુખ ન હોય જેથી પોતાના પતિ સાથે અણગમો થઇ જતા રાત્રીના સમયે પોતાના પતિ ખાટલામાં સુતો હોય તે વખતે આવેશમાં આવી જઇ ઓરડીમાં પડેલ લોંખડની કોશ વડે માથાના પાછળના ભાગે પ્રહાર કરી તથા કુહાડી વડે માથામાં ઇજા પહોચાડી મોત નિપજાવેલ હોય અને સત્ય હકિકત છુપાવવા ફરિયાદી તથા સાહેદોને કોઇ અજાણ્યા માણસો મોત નિપજાવેલની ખોટી માહિતી જણાવેલ હોય અને મૃતકનો ફોન પોતાની પાસે રાખી નજીક દાટી દીધેલ હોય હોવાની કબુલાત આપેલ હોય