સરોગેસી કાયદામાં ફેરફાર કરવાની રાજયસભાની પસંદગી સમિતિની ભલામણને ગ્રાહ્ય રાખતી કેન્દ્રીય કેબિનેટ
કોઈ પણ શારિરીક સમસ્યાના કારણે પોતાના શરીરમાં માતૃત્વ ધારણ કરી ન શકનારી મહિલાઓ સરોગેસી એટલે કે બીજી મહિલાની કુખ ભાડે રાખીને માતૃત્વ પ્રાપ્ત કરી શકે છે. ભારતમાં અત્યારનાં સરોગેસીનાં કાયદા મુજબ કોઈ પણ દંપતિના નજીકની સંબંધી મહિલા જ પોતાની સ્વેચ્છાએ પોતાની કુખ ભાડે આપી શકે છે. જેના કારણે આવી સરોગેસી મહિલા મળવી મુશ્કેલ બની જતી હોય છે.જેથી રાજયસભાન પસંદગી સમિતિએ સરોગેસીના કાયદામાં ફેરફાર કરવાની કેન્દ્ર સરકારને ભલામણા કરી હતી ગઈકાલે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સમિતિની આ ભલામણને ગ્રાહ્ય રાખીને સરોગેસી નિયંત્રણ બિલ, ૨૦૨૦ને મંજૂરી આપી છે. આ નવા કાયદાની જોગવાઈ મુજબ હવે વિધવા, ત્યકત સહિત કોઈ પણ મહિલા સ્વેચ્છાએ પોતાની કુખ ભાડે આપી શકશે.
ેકેન્દ્રીય કેબિન્ટેમી ગઈ કાલે મળેલી બેઠકમાં સરોગેટન બિલ, ૨૦૨૦ને મંજૂરી આપી આ બિલમાં નિ:સંતાન દંપતી ઉપરાંત ત્યક્તા અને વિાૃધવા મહિલાઓને પણ આ બિલની જોગવાઇઓનો લાભ આપવાનો પ્રસ્તાવ છે. નવા બિલ મુજબ હવે નજીકના સગા સિવાય પણ કોઇ પણ મહિલા સ્વૈચ્છિક રીતે સરોગેટ બની શકે છે. આ બેઠકના અંતે કેન્દ્રીય પ્રાૃધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે આ બિલમાં રાજ્યસભાની પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવેલી તમામ ભલામણો સ્વીકારી લેવામાં આવી છે. આ બિલનો ઉદ્દેશ કોમર્શિયલ સરોગેસી પર પ્રતિબંધ અને પરોપકારી સરોગેસીને પરવાનગી આપવામાં આવી છે. કેન્દ્રીય પ્રાૃધાન સ્મૃતિ ઇરાનીએ અંગે જણાવ્યું હતું કે આ બિલ હેઠળ ફક્ત ભારતીય દંપતિ એટલે કે પતિ અને પત્ની બંને ભારતીય મૂળના હોય તો જ તેમને ભારતમાં સરોગેસીની મંજૂરી આપવામાં આવશે.
આ સુધારણા બિલ ઓગસ્ટ, ૨૦૧૯માં લોકસભામાં પસાર થયેલા સરોગેસી બિલનું નવુ સ્વરૃપ છે.કે ૨૦૧૯ના બિલમાં દંપતિના નજીકના સગામાં હોય તેવી જ મહિલા સરોગેટ માતા બની શકે તેવી જોગવાઇ હતી. આ જોગવાઇની ટીકા થતાં આ જોગવાઇમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
- સુધારેલા સરોગેસી બિલને આગામી માસે સંસદમાં રજુ કરાશે
બિલની ટીકા થતાં સરકાર આ બિલને રાજ્યસભાની પસંદગી સમિતિે મોકલવા સંમત થઇ હતી. આ સમિતિનું નેતૃત્ત્વ ભાજપ સાંસદ ભુપેન્દર યાદવે કર્યુ હતું. આ સમિતિએ મુદદે સંબધિત પક્ષકારો સાથે વાત કરીને જરૃરી ભલામણો કરી હતી. સરોગેસી(રેગ્યુલેશન) બિલ, ૨૦૨૦ આગામી મહિને બજેટ સત્રના બીજા તબક્કામાં સંસદમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ બિલની જોગવાઇ મુજબ રાષ્ટ્રીય સ્તરે નેશનલ સરોગેસી બોર્ડ તથા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સ્ટેટ સરોગેસી બોર્ડની રચના કરવામાં આવશે.